હાલરડાં/સૈયરમાં રમે

સૈયરમાં રમે
[નાની બહેનને શેરીમાં કુદાવવાનું ગીત. “ધૂંબડી નાની બહેનનું નામ.]

ધૂંબડી સૈયરમાં રમે
ધૂંબડી કાજળની કોર
ધૂંબડી આંબાની છાંય.
- ધૂંબડીo

ગા દોવાને ગોણિયો
ઉપર તાંબડી ધૂંબડ જાઈને કાજે.
- ધૂંબડીo

ધોરાજીનો ઢોલિયો
પાટી હીરની ધૂંબડ જાઈને કાજે.
- ધૂંબડીo

શેરી રમે સહુને ગમે
ધૂંબડી સૈયરમાં રમે.

ફળીએ રમે ફઈને ગમે
ધૂંબડી સૈયરમાં રમે.

બારીએ રમે બાપને ગમે
ધૂંબડી સૈયરમાં રમે.

મેડીએ રમે માને ગમે
ધૂંબડી સૈયરમાં રમે.

બા'ર રમે બે'નને ગમે
ધૂંબડી સૈયરમાં રમે.