The Diary of a Young Girl: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
()
()
Line 60: Line 60:
{{Poem2Close}}
{{Poem2Close}}


===<span style="color: red">ધ સિક્રેટ અનેક્સ.</span>===
===<span style="color: red">૨. ધ સિક્રેટ અનેક્સ.</span>===
{{Poem2Open}}ધ સિક્રેટ અનેક્સમાં ફ્રેન્ક કુટુંબ એકલું ન હતું. એક અઠવાડીયામાં-----ડાયરીમાં આપેલા નામ પ્રમાણે-----વાન ડાન પરિવાર પણ ત્યાં રહેવા આવ્યું. (ડાયરીમાં ઍનીએ ઉપનામોનો ઉપયોગ કર્યો છે.) એ કુટુંબમાં ત્રણ જણા હતા: શ્રી અને શ્રીમતી વાન ડાન અને એમનો તરુણ વયનો દીકરો, પીટર. શ્રી વાન ડાન ઍનીના પિતા, આટો ફ્રેન્કના સહકર્મચારી હતા.  
{{Poem2Open}}ધ સિક્રેટ અનેક્સમાં ફ્રેન્ક કુટુંબ એકલું ન હતું. એક અઠવાડીયામાં-----ડાયરીમાં આપેલા નામ પ્રમાણે-----વાન ડાન પરિવાર પણ ત્યાં રહેવા આવ્યું. (ડાયરીમાં ઍનીએ ઉપનામોનો ઉપયોગ કર્યો છે.) એ કુટુંબમાં ત્રણ જણા હતા: શ્રી અને શ્રીમતી વાન ડાન અને એમનો તરુણ વયનો દીકરો, પીટર. શ્રી વાન ડાન ઍનીના પિતા, આટો ફ્રેન્કના સહકર્મચારી હતા.  
ઓપેક્ટામાં ચુનીંદા વ્યક્તિઓને આ અનેક્સની અને એના રહીશોની જાણ હતી. એ હતા----આ ધંધો કરનાર શ્રી ક્લાઇમેન અને શ્રી ક્વિગલર, અને બે સેક્રેટરીઓ, હર્મિન અને ઇલિઝબીથ. ઍની એમને મઈપ અને બેપના નામથી સંબોધે છે. આટલા જ લોકો ફ્રેન્ક અને વાન ડાન પરિવારોના સંપર્કમાં હતા, બહારની દુનિયા સાથે એમને જોડતી એક માત્ર કડી. એ લોકો એમને ખાવાનું, પુસ્તકો અને બીજી સરસામગ્રી આપી જતાં.  
ઓપેક્ટામાં ચુનીંદા વ્યક્તિઓને આ અનેક્સની અને એના રહીશોની જાણ હતી. એ હતા----આ ધંધો કરનાર શ્રી ક્લાઇમેન અને શ્રી ક્વિગલર, અને બે સેક્રેટરીઓ, હર્મિન અને ઇલિઝબીથ. ઍની એમને મઈપ અને બેપના નામથી સંબોધે છે. આટલા જ લોકો ફ્રેન્ક અને વાન ડાન પરિવારોના સંપર્કમાં હતા, બહારની દુનિયા સાથે એમને જોડતી એક માત્ર કડી. એ લોકો એમને ખાવાનું, પુસ્તકો અને બીજી સરસામગ્રી આપી જતાં.  

Revision as of 19:04, 21 November 2023

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


The Diary of a Young Girl-title.jpg


The Diary of a Young Girl

Anne Frank

ધ ડાયરીઑફ એ યંગ ગર્લ


ઍની ફ્રેન્ક

બીજા વિશ્વયુદ્ધ વખતે સંતાઈ અને ગુપ્ત વાસમાં રહેલી એક યહૂદી છોકરીનો વિશ્વવિખ્યાત વૃતાંત.


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: નિસર્ગી મ્હેડ


લેખક વિષે

ઍનીફ્રેંકનો જન્મ ફ્રેન્કફર્ટ, જર્મનીમાં ૧૨મી જૂન, ૧૯૨૯માં થયો હતો. એમના પિતાને ધંધા માટે એક સારી તક મળી એટલે ૧૯૩૩માં એમના પરિવાર સાથે એ નેધરલેંડ આવ્યા. જર્મનીમાં એડોલ્ફહિટલર અને નાઝીઓયહૂદીઓ ઉપર દિવસે-દિવસે ત્રાસ વધારતા હતા, એટલે આ યહૂદી પરિવાર માટે એક સુનિયોજિત પગલું પણ હતું. ૧૯૪૨માં ઍની અને એમના પરિવારને ગુપ્તવાસમાં જવું પડ્યું, કારણ કે એમને નેધરલેંડથી બહાર નિકળવાનો માર્ગ અનુકૂળ ન થયો. ધ ડાયરી ઑફ એ યંગગર્લ વિશ્વ માટે એક યાદગાર સંભારણું છે.

એ શેના વિષે છે?

ધ ડાયરી ઑફ એ યંગ ગર્લ માં (પ્રથમ પ્રકાશન ૧૯૫૨માં; આ આવૃત્તિ ૧૯૭૭ની) એક યહૂદી છોકરી, ઍની ફ્રેન્કની, વાત છે, જેણે બીજા વિશ્વયુદ્ધ દરમાયન એના પરિવાર સાથે છુપાઈને રહેવું પડ્યું હતું. એ આપણને એવી અનુપમ તરૂણીની વાત કરે છે જેણે અકલ્પનીય સંજોગોમાં પણ હાર નહોતી માની. એમની ડાયરી વડે ઍની એમનાં વિચારોમાં, એમનાં સપનાઓમાં આપણને સહભાગી બનાવે છે. એ ડાયરી એમની પ્રતિભાને દુનિયા સામે લાવે છે, એ પ્રતિભા, જેને બીજા કરોડો લોકોની જેમ, હૉલકાસ્ટએ આ દુનિયામાંથી આંચકી લીધી હતી.

પરિચય

“ધ ડાયરી ઑફ એ યંગ ગર્લ” એક મર્મભેદક અને વ્યાપકપણે વંચાયેલી નૉનફિક્શન પુસ્તક છે. આ પુસ્તકમાં ઍની ફ્રેન્ક નામની એક યહૂદી છોકરીની વાત છે, જે બીજા વિશ્વયુદ્ધમાં એમના પરિવાર સાથે નાઝીઓથી બચવા સંતાઈને રહ્યા હતા. ૧૯૪૨માં, એ ગુપ્તવાસમાં હતાં ત્યારે ઍનીએ આ ડાયરી લખવાની શરૂ કરી હતી, અને એને સ્નેહપૂર્વક નામ પણ આપ્યું હતું, “કિટી”. એક ટીનેજરને, ઇતિહાસના એ અઘોર કાળમાં, કેદ જેવી પરિસ્થિરીમાં, જે વિચારો આવ્યા, જે લાગણીઓ થઈ અને જે અનુભવો થયા, એની એક ઝલક આપણને આ ડાયરીમાં જોવા મળે છે.

મારે માટે એમાં શું છે? બીજા વિશ્વયુદ્ધના હૃદયદ્રવ્ય અને પ્રેરણાદાયક વૃતાંતોમાંનું આ એક વૃતાંત છે, એને જાણો.

ધ ડાયરી ઑફ એ યંગ ગર્લ, વાત છે ફ્રેન્ક પરિવાર અને બીજા ચાર જણાની, જે એક સાથે, એક જગ્યાએ સંતાયા હતા, અને એ ગુપ્તવાસ એવો કે બહાર પગ મૂકવાનો પણ શક્ય ન હતું. એ વર્ષોનું ઍની ફ્રેન્કએ અત્યંત સૂક્ષ્મદૃષ્ટિથી અચરજ ભર્યું વર્ણન કર્યું છે. આ પ્રતિભા સંપન લેખિકાએ એમના લખાણો થકી ક્ષણભરમાં છિન્નભિન્ન થતી જિંદગીને અર્થ સભર અને પ્રેરણાદાયક બનાવી છે. એ જ કારણ છે કે ઍની ફ્રેન્ક જ્યાં રહ્યાં હતાં એ મકાનને જોવા દર વર્ષે લાખો લોકો એમસ્ટરડેમ જાય છે. એમની ડાયરી વીસમી સદીમાં પ્રકાશિત થયેલા પ્રભાવશાળી પુસ્તકોમાંની એક છે. એમાં એક યહૂદી તરુણીની લાગણીઓ, એની આરમાનોની વાત તો છે જ, પણ સાથે-સાથે યુદ્ધમાં આપણે કેટલું ગુમાવ્યું છે એનો પણ ખ્યાલ આવે છે.

  • યુરોપમાં યુદ્ધ દરમિયાન યહૂદી પરિવારોનું જીવન કેવું હતું
  • સંજોગો ગમેતેવા હોય,પણ પ્રેમ તો થઈ જ શકે અને
  • એક તરુણીની ડાયરી કેમ વિશ્વ વિખ્યાત પુસ્તક બની.

મુખ્ય મુદ્દાઓ

૧. વિદ્યાર્થિનીથી સંતાઈને રહેતી છોકરી

૧૨ જૂન, ૧૯૪૨એ, એમના તેરમાં જન્મદિવસે, ઍની ફ્રેન્કે એમની ડાયરીમાં પ્રથમ નોંધ કરી: “આશા રાખું છે કે હું તને મારી ખાનગી વાતો કહી શકીશ, હજી સુધી હું એ કોઈને કહી નથી શકી......” એ ડાયરી એમને તે દિવસે જ ભેટમાં મળી હતી. એમાં એમણે એ દિવસે મળેલી બીજી ભેટોની પણ નોધ કરી: એક નવો બ્લાઉઝ, ફૂલોનો ગુચ્છો, એક પઝલ અને બે પુસ્તકો માટેનું વાઉચર.

બીજી થોડીક ભેટો અને થોડાં પ્રેમ-ચિન્હો પણ એમને એ દિવસે મળ્યાં હતાં. ઍની સ્વીકારે છે કે એમના પરિવારને સંતાવું પડ્યું એ પહેલા એમના માતા-પિતાએ એમને ઘણાં લાડ લડાવ્યાં હતાં. ૧૯૪૨ના એ ઉનાળામાં એ પરિવાર---ઍની, એમના માતા-પિતા અને એમના મોટા બહેન, માર્ગો-----એમસ્ટરડેમ રહેતાં હતાં, જ્યાં એમના પિતા મસાલાઓ અને બીજી ખાવાની વસ્તુઓ બનાવતા એકમ, ડચ ઓપેક્ટા કંપનીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. ઍનીની ડાયરી શરૂ થાય છે ત્યારે એમાં એમણે જે અંગત વિચારો લખ્યા છે, એ મટાભાગે એમની સ્કૂલ વિષે છે, મિત્રો અને સહવિદ્યાર્થીઓ વિષે છે. પણ એમાં પણ એમના તેજ દિમાગની, એમની ઊંડી લાગણીઓની ઝલક મળે છે. ૨૦મી જૂન, ૧૯૪૨એ એમણે આ સુવાક્ય લખ્યું: “લોકો કરતાં કાગળમાં વધારે ધીરજ હોય છે.” (એ એમ કહેવા માંગતાં હતાં કે તમે જે કહો એના ઉપરથી લોકો તમારું મૂલ્યાંક્ન કરે, પણ જે લખો એના ઉપરથી કાગળ તમારું મૂલ્યાંક્ન ના કરે.) એજ નોંધમાં એ ખોટો ડોળ કરવા વિષે પણ લખે છે. બહારથી એવું લાગે કે એમની પાસે બધુજ હતું, પણ અંદરખાનેથી એ એકલવાયાપણું અનુભવતા હતા. મનની વાત કરી શકે એવો એમનો કોઈ મિત્ર ન હતો. હિટલરના તત્કાલિન યહૂદી વિરોધી કાનુનોને લીધે એમના કુટુંબને થતી ચિંતાની વાત પણ એમણે એમની ડાયરીમાં લખી છે. એ જણાવે છે કે, ૧૯૩૮ના યહૂદી વિરોધી કાનુનો અંતર્ગત યહુદીઓએ પીળા રંગનો તારો કપડાં ઉપર લગાવો પડતો, તે ઉપરાંત સાઇકલ ચલાવાનું ગેરકાયદેસર હતું, અને ગાડીઓનો અને ટ્રામોનો પણ એ ઉપયોગ નહોતા કરી શકતા, વ્યાયામ કે બીજી કોઈ પણ પ્રકારની રમતો જાહેરમાં એ નહોતા રમી શકતા. એમણે એમની ખરીદી બપોરના ત્રણ થી પાંચની વચ્ચે કરવી પડતી. ફિલ્મ કે નાટકો જોવા જવાની પણ મનાઈ હતી. એટલા બધા કાયદાઓ હતા કે એ બધાને ધ્યાનમાં રખવાનું અઘરું હતું. પણ જૂનમાં એમની ડાયરીમાં ઍનીએ હલકીફૂલકી વાતો લખી હતી: એમને વાતોડિયન ગણતાં એમના ક્ષિક્ષકો સાથેની એમની તકરારો, માથે તોળાઈ રહેલું પરીક્ષાનું પરિણામ, એમનો હેલો (પૂરું નામ હેલમુથ) સિલબરબર્ગ સાથે બંધાતો સંબંધ અને એમનો પીટર શેફ માટેનો પ્રેમ. પણ જુલાઈના પહેલા રવિવારે બધું બદલાઈ ગયું. ફ્રેન્ક પરિવારને એસએસ તરફથી કૉલ આપ નોટિસ તરીકે ઓળખાતી સૂચના મળી. આવી સૂચનાઓનો અર્થ તો બધાને ખબર જ હતો: જે વ્યક્તિને એ મળી હોય તે ક્યાં તો સીધો જેલમાં જાય, નહીં તો એથીયે ખરાબ, કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં. પહેલા ઍનીને એમ કે એ એમના પિતા માટે છે, પણ પછી એમને ખબર પડી કે એ તો એમના બહેન, માર્ગો, માટે હતી. પછી તો એક પછી એક, ઝડપી ક્રમમાં ઘટનાઓ ઘટવા માંડી. ફ્રેન્ક પરિવારે લઈ જવાય એટલો સમાન બાંધ્યો, અને બીજી વસ્તુઓ એમના મિત્રોને સાચવવા આપી. એમણે નસીને સંતાઈ રહેવાનુ નક્કી કર્યું હતું. એ ગુપ્ત સ્થાન હતું, ૨૬૩ પ્રિન્સિંગ્રેટ, ઓપેક્ટાનું કાર્યાલય, જ્યાં એમના પિતા કામ કરતા હતા. એમાં ઉપરના બે માળના પાછળના ભાગમાં રહેવાનુ હતું. બીજા મળેની કાર્યાલયમાં એક સાધારણ દરવાજ પાછળ આ જગ્યા હતી, જે આજે ધ સિક્રેટ અનેક્સના નામથી ઓળખાય છે.

૨. ધ સિક્રેટ અનેક્સ.

ધ સિક્રેટ અનેક્સમાં ફ્રેન્ક કુટુંબ એકલું ન હતું. એક અઠવાડીયામાં-----ડાયરીમાં આપેલા નામ પ્રમાણે-----વાન ડાન પરિવાર પણ ત્યાં રહેવા આવ્યું. (ડાયરીમાં ઍનીએ ઉપનામોનો ઉપયોગ કર્યો છે.) એ કુટુંબમાં ત્રણ જણા હતા: શ્રી અને શ્રીમતી વાન ડાન અને એમનો તરુણ વયનો દીકરો, પીટર. શ્રી વાન ડાન ઍનીના પિતા, આટો ફ્રેન્કના સહકર્મચારી હતા.

ઓપેક્ટામાં ચુનીંદા વ્યક્તિઓને આ અનેક્સની અને એના રહીશોની જાણ હતી. એ હતા----આ ધંધો કરનાર શ્રી ક્લાઇમેન અને શ્રી ક્વિગલર, અને બે સેક્રેટરીઓ, હર્મિન અને ઇલિઝબીથ. ઍની એમને મઈપ અને બેપના નામથી સંબોધે છે. આટલા જ લોકો ફ્રેન્ક અને વાન ડાન પરિવારોના સંપર્કમાં હતા, બહારની દુનિયા સાથે એમને જોડતી એક માત્ર કડી. એ લોકો એમને ખાવાનું, પુસ્તકો અને બીજી સરસામગ્રી આપી જતાં. એ કઈ રીતે રહેતા હતા એની વિગતો જઈએ. એક વાર એ ત્યાં છુપાઈ ગયા, એટલે સિક્રેટ અનેક્સના દરવાજાની દીવાલ ઉપર એક ચોપડીઓનું કબાટ લટકાવીને એને સંતાડી દીધો. એ દરવાજાની પેલી બાજુ એક ઊભો દાદર હતો, જ્યાંથી ઉપરના બે ઓરડાઓમાં જવાતું હતું: એક શ્રી અને શ્રીમતી ફ્રેંકનો ઓરડો અને બીજો ઍની અને માર્ગોનો. એ જ માળમાં એક બાથરૂમ હતી અને એક બીજો નાનો ઓરડો જેમાં માત્ર એક સિંક હતું. દાદરથી હજી ઉપર જઈએ તો એ મકાનનો સૌથી ઉપરનો, ત્રીજો માળ આવતો: એક મોટો ઓરડો જેમાં એક ગેસનો ચૂલો અને સિંક હતા. આ રસોડું હતું, અને બધા માટે એ ઉઠવા-બેસવાનો અને લખવા-વાંચવાનો રૂમ પણ હતો; તે ઉપરાંત એ શ્રી અને શ્રીમતી વાન ડાનનો સૂવાનો રૂમ પણ હતો. બાજુના એક નાના ઓરડામાં પીટર માટે એક ખાટલો હતો. આ સૌથી ઉપરના માળમાં સાધનસામગ્રી મૂકી શકાય એવું એક માળિયું પણ હતું. આ રહેવાની જગ્યા કઈ બહુ નાની કહેવાય એવી તો ન હતી, અને ઍની જાણતાં હતાં કે સંતાવા માટે આનાથી વધારે સારી જગ્યા નેધરલેંડમાં મળવાની શક્યતા ન હતી, તો પણ ત્યાં રહેવાનુ સહેલું ન હતું. ત્યાં કડક નિયમો પાળવા પડતાં. ઍની અને એમના પિતાએ બ્લૅકઆઉટ માટે બારીઓના પડદાં સીવયા હતા, તો પણ, સહન થાય ત્યાં સુધી તો બારીઓ બંધ જ રાખવી પડતી. બારીની બહાર જોવાનું સદંતર પ્રતિબંધિત હતું. પાણીનો ઉપયોગ, જેમ કે ફ્લશ કરવાનું, કામના ટાઈમ સિવાય કરવું પડતું, જેથી કર્મચારીઓને ગટરમાં જતાં પાણીનો અવાજ ના આવે. ખોટા સમયે કોઈ પણ અવાજ થાય, જેમ કે રેડીઓનો કે ઉધરસ ખાવાનો, તો મોટું સંકટ આવીને ઊભું રહી શકે. એ કહેવાની તો જરૂર જ નથી કે અનેક્સની બહાર પગ મૂકવાનો સવાલ જ ન હતો. એટલે જ્યારે અનેક્સમાં બધા આ ભેજવાળા ઓરડાઓ માટે અને એમના સમતુલા વિહોણા જીવન માટે કૃતજ્ઞ હતા, ત્યારે ક્ષણ ભરમાં આ છિન્નભિન્ન થઈ શકે એ દહેશતથી પણ કોઈ પરે ન હતું. અહીં આવ્યાના બે મહિના પછી ઍનીએ લખ્યું કે બે વાતોનો એમના મન ઉપર ભાર છે: એક તો એ કશે બહાર નહોતા જઈ શકતા અને બીજો કે ગમે ત્યારે એમને શોધી લેશે અને ગોળી મારી દેશે તેનો.

3. રહેવામાં સમીપતા,અભિપ્રાયોમાં ભિન્નતા.

અનેક્સમાં એકાંત જેવું કઈ ખાસ હતું નહીં. બાથરૂમમાં જાવ ત્યારે તમને એકાંતની બે-ચાર ક્ષણો મળે. ઍની ડાયરી લખવામાં જે સમય ગાળતાંએક્ષણોમાંએ એકલાપણું અને મનની શાંતિ અનુભવતાં. કાયમ નિકટ રહેવાના પડકારો જે બધાને ઝીલવા પડતા એ વાતને એમણે એમની ડાયરીમાં ઘણી વાર નોંધી છે.

ઍનીનીવરસગાંઠના મહિના પછી,જુલાઈની ૧૨મીએ,ઍનીએમની અને એમનાં માતા અને બહેનની વચ્ચેના સંબંધોમાં વધતી જતી તિરાડની વાત કરે છે. એ લખે છે કે માત્ર એમના વ્હાલાપિતા જ એમને સમજી શકે છે. એમને લાગતું હતું કે બીજા બધા સાથે એમનો તાલમેલ નથી બેસતો;એ લોકો હમેશાં એમનો દોષ કાઢતાં,એમની કાબિલિયત ઉપર એ લોકોને વિશ્વાસ ન હતો અને એ એમને અન્યાય પણ કરતાં હતાં. એક વાર માર્ગો વૅક્યૂમ ક્લીનરનો પ્લગ સરખી રીતે કાઢવાને બદલે એને ખેચીને કાઢવા ગઈ અને એ તૂટી ગયો. આ અકસ્માતને લીધે એક ફ્યુસ ઊડી ગયો અને અનેક્સમાં આખો દિવસ અંધારું રહ્યું. તો એને તો એટલી જ લડી પડી કે તને ખબર હોવી જોઈતી હતી. પણ જ્યારે ઍનીખરીદીનીયાદીમાં એની માંના અસ્પષ્ટ અક્ષરો સુધારવા ગઈ ત્યારે બધા એક સાથે એની ઉપર તૂટી પડ્યાં. ઍની નોંધે છે કે એકબીજા સાથે કેટલા હળીમળીને રહે છે, એ વાત કરવાની એમના પરિવારને બહુ ગમતી હતી. પણ કોઈ એમના કુટુંબ વિશેઍનીનાવિચારો ઉપર ધ્યાન નહોતું આપતું. વાન ડાન પરિવાર ૧૩મી જુલાઈએ આવવાનું હતું, અને ઍની આતુરતાથી એમની રાહ જોઈ રહી હતી,અને શરૂઆતમાં તો એમને નિરાશ નહોતું થવું પડ્યું. બંને કુટુંબો એકબીજાની સાથે સરસ રીતે ગોઠવાઈ ગયા. એ આવ્યો ત્યારે ઍનીનેપીટર શરમાળ લાગ્યો, એટલે એનામાં કઈ બહુ રસ ના જાગ્યો. પણ શ્રીમતી વાન ડાન શરૂઆતથી જ મનોરંજનનું મધ્યમ હતાં! એ હૅટ બૉક્સ લઈને આવ્યા હતાં, અને એમાં ચેમ્બરપૉટ હતો. એમનો ખુલાસો: “મને ચેમ્બરપૉટ વગર ઘર જેવુ ના લાગે!” પણ આ નવા રહીશો વચ્ચે ઘણી વાર તંગદિલી જોવા મળતી. શ્રી અને શ્રીમતી વાન ડાન નાની-નાની વાતો માટે તકરાર કરતાં. એવું લાગતું હતું કે આ એમના સંબંધોનું એક પાસું છે. પણ એના કરતાંય વધારે ખરાબ લાગે એવું હતું શ્રીમતી વાન ડાન અને શ્રીમતી ફ્રેંકનું ઘર્ષણ. શ્રીમતી વાન ડાનને છોકરાં ઉછેરવાની આધુનિક પદ્ધતિ પસંદ ન હતી,એટલે બે વચ્ચે મતભેદ થયો. એમના મંતવ્ય પ્રમાણે મોટા વ્યક્તિઓ માટે લખાયેલી પુસ્તકો ટીનેજરએ ના વાંચવીજઈએ, અને યુવતીઓમાં શરમ અને વિવેક તો હોવાં જ જોઈએ. શ્રી વાન ડાનનું માનવું હતું કે શરમ અને વિવેક રાખો તો તમે આ દુનિયામાં આગળ ના વધી શકો, અને શ્રીમતી ફ્રેંક એમની સાથે સહમત થયાં. આની સામે અવાજ ઉઠાવવો એ મારી ફરજ છે, એવું શ્રીમતી વાન ડાનને થયું. એમને એક ટેવ હતી, એ થોડાં ઉત્તેજિત થાય એટલે એમનું મોઢું લાલ થઈ જતું, જે આ પ્રસંગે પણ થયું. ઍનીને શરમાળ અને વિવેકી નહીં બનવાની સલાહ આપવી પડે, એવી ઉછેરની આધુનિક પદ્ધતિઓ સામે એ બોલવા માંડ્યાં. અને સૌથી રમૂજી વાત તો એ હતી કે શ્રીમતી વાન ડાનવારંવાર બધાને જણાંવતા હતાં કે એ પોતે કેટલાંશરમાળ અને વિવેકી છે, જ્યારે એમનું વર્તન એનાથી તદ્દન વિપરીત હતું. શ્રીમતી ફ્રેંકને હસવું આવી ગયું, અને શ્રીમતી વાન ડાનનું મોઢું વધારે લાલ થઈ ગયું.

૪. ખાવાનું અને દવાઓ.

એકના એક લોકો સાથે દિવસોના દિવસો રહેવાનુહોય,એટલે માનસિક તંગદિલીથી દૂર રહેવું અશક્ય હતું. પણ એ સિવાયનાં બીજાં પણ કારણો હતાં જે એમના જીવનની અનિશ્ચિતતા અને ચિંતાઓમાં ઉમેરો કરતાં હતાં, જેમાં ખોરાક અને સ્વાસ્થ ખાસ હતાં, જે બંને પરિવારો માટે સતત ચિંતાનાવિષયો હતા. ઉપરથી એ બંનેમાંથીએકે ઉપર એમનું નિયંત્રણ ન હતું. શરૂઆતમાં જ,૧૯૪૨ના ઑક્ટોબરમાં,ઍનીના પિતા માંદા પડ્યા. એમને ઓરી નીકળ્યાં હોય એવું લાગ્યું, પણ ડૉક્ટર પાસે તો જવાનો સવાલ જ ન હતો. આ પરિસ્થિતિએ એમના જીવનની અનિશ્ચિતતા ઉપર ફરી ધ્યાન દોર્યું.ઍનીને તો એક જ આશા હતી કે એમનાં મા જે ઉપાય કરતાં હતાં,એમને વધારેમાં વધારે પરસેવો થાય એનો પ્રયત્ન કરતાં હતાં, તે ઉપાય અહીં કામ લાગી જાય. શરદી, ઉધરસ, ઓરી, તાવ. જેમ-જેમ સમય પસાર થતો ગયો, એમ-એમ કોઈ પણ પ્રકારની માંદગી ચિંતાનું કારણ બની જતી હતી.અને ઍસ્પિરિન,કોડીન અને વલિઅરિઅનડ્રૉપસ, જેવી દવાઓ ધણી કીમતી ગણાતી હતી. બીજી બાજુ, ખોરાકનું પણ કઈ નક્કી નહીં, એની અનિયમિતતા તો ખરી જ, સાથે વિવિધતા પણ નહીં. એવું ઘણી વાર બનતું કે ખાવાની સામગ્રીમાં એક-બે વસ્તુ વધારે આવી જાય, તો સવાર, બપોર, સાંજ એજ ખાવી પડે. એક નહીં તો બીજી રીતે બનેલાંબટાકાં તો લગભગ દરેક ટંકે હોય, જે કોઈક વાર બગડેલાં પણ હોય. એક વાર અછતનાસમયે એમની પાસે માત્ર લેટિસ જ હતા. એટલે સવાર-સાંજ લેટિસ-----ઉકળેલાલેટિસ,કાચાલેટિસ, અને બગડેલાં, બેસ્વાદ બટાકાં સાથે લેટિસ. ફ્રેન્ક અને વાન ડાનપરિવારો કાળા બજારની રાશનનીકુપનોખરીદતા હતા, પણ એની કિંમત બદલાતી રહેતી. એમના ભરોસાપાત્ર મિત્રો એમનું ખાવાનું ખરીદીને એમને પહોંચાડવા તૈયાર હતા, પણ પૈસાની સતત ચિંતા હતી. વરસગાંઠોનેઅને તેહવારોનેમાણવામાંથોડી છૂટ લેવાતી હતી.અનેક્સમાંરહેતા લોકો થોડી ખાંડ બચાવીને રાખતા અને એમાથી તે દિવસે કઈક ગળું બનાવતા, અથવાતો દહીંનો વાટકો ભેટ આપતા. બેપ અને મઈપપણ એ દિવસે કંઈ ખાવા-પીવાનું લઈને આવતા, જેમ કે મોટાઓ માટે એક-એક બિઅરની બાટલી. બહારથી ખાવાનું આવે એમાંબીજાંજોખમો તો ખરા જ. ૫૦ પાઉન્ડનોકઠોળનો થેલો એ દાદર ઉપરથી ખેચીને લઈ જવાનો સહેલું ન હતું. એને જો એ થેલો ફાટી જાય, તો વેરતાકઠોળના અવાજથી બધુ ગાજી ઊઠે. ૧૯મી નવેમ્બર, ૧૯૪૨ની ડાયરીની નોંધ પ્રમાણે એવું જ બન્યું હતું. પીટરમાળિયામાં થેલો મૂકવા જતો હતો અને એ ફાટી ગયો;બધા કઠોળના દાણા દાદર પર વેરાવા માંડ્યા;બીજા બધાને થયું કે મકાન તૂટવામાંડ્યુ છે! બધા દિવસો સુધી રડ્યાંખડ્યાંકઠોળનાદાણાઓ દાદર ઉપરથી વીણતા હતા. સદનસીબેઆ વાત બહુ આગળ ન વધી. નવેમ્બરના મધ્ય સુધીમાં શ્રી ફ્રેન્કનીતબિયતમાં સુધારો થયો હતો, અને અનેક્સમાં એક બીજું વ્યક્તિરહેવા માટે આવ્યું.

૫. શ્રી ડસલને મળો

નવેમ્બરમાં,ધ સિક્રેટઅનેક્સમાં થોડા મહિનાઓ ગાળ્યા પછી બધાને એમ થયું કે હજી એક જણ અહીં રહી શકે એવું છે. ભગવાન જાણે કેટલાય લોકો હશે જેમને આવ આશ્રયસ્થાનની જરૂર હશે. એટલે વાન ડાન અને ફ્રેન્ક દંપતીઓએ બેસીને નક્કી કરવાનું રહ્યું કે કોને અહીં રહેવા બોલાવવો.

થોડા વિચારવિમર્શ પછી એક ડેન્ટિસ્ટ,ઍલ્બર્ટડસલને આનો લાભ આપવાનું નક્કી થયું. એ સ્વભાવે શાંત અને સોહામણા હતા-----અહીં રહેતા બીજા બધા સાથે ભળી જાય એવા.માર્ગો,નીચે,ઍની સાથે રૂમમાં સૂતી હતી, એને બદલે એને ઉપર, એક ફોલ્ડિંગ ખાટલામાં,સૂવા મોકલી. શ્રી ડસલ એની જગ્યાએ સૂવાના હતા. શ્રી ડસલનવેમ્બરની ૧૭મીએ આવ્યા. જેવા એ અનેક્સમાંઅંદર આવ્યા એ જોતાં રહી ગયા: ફ્રેન્ક અને વાન ડાનપરિવારોજમવાનાં ટેબલની આસપાસ ભેગા થયા હતા,પછી એમને કૉફિ અને ફૉન્યૅકનો કપ આપીને એમનું સ્વાગત કર્યું. દસલે જણાવ્યું કે ફ્રેન્ક કુટુંબે જે વાત વહેતી મૂકી હતી કે એ સરહદ પાર કરીને બેલ્જિયમપહોચી ગયા છે, એ બધાએ સાચી માની લીધી હતી. થોડા સ્વસ્થ થયા એટલે એમણે બધી વાત કરી, કયાં-કયાં મિત્રો એસએસને હાથ લાગી ગયા છે એ કહ્યું. એમણે કહ્યું કે રોજ રાતે એ લોકો એક યાદી લઈને આવે છે, ઘેર ઘેર ફરીને અમુક લોકોના નામ દઈને એમને શોધે છે, અને પછી આખા પરિવારને લઈ જાય છે. એસએસએ ધરપકડ કરેલા લોકોની લાઈનો તો અનેક્સમાંથીઍનીએ પણ જોઈ હતી. સ્ત્રી, પુરુષ, બાળકો, માંદા અને વૃદ્ધ વ્યક્તિ-----બધાને એમણે પસાર થતાં જોયા હતા. અમુક તો ચાલી પણ ન શકે એવી હાલતમાં, તો પણ એમને મારતા-મારતા લઈ જવાતા હતા. ઍનીલખે છે કે એ હસેતો પણ પાછળથી એમને એનો ઘણો અફસોસ થાય. એમના મિત્રોની શી દશા હશે, એ મારી ગયા હશે કે એનાથી પણ ખરાબ જીવન જીવી રહ્યાં હશે? એ આવી પરિસ્થિતિમાં હસી કેમ શકે? પણ એ આખો દિવસ પથારીમાં પડ્યાં-પડ્યાંરડી તો ના શકે ને? એ ગમે તે કરે, પણ આગળ એમના નસીબમાંશું છે, એમના સગાં-સંબંધીઓના નસીબમાં શું છે, એ વાતનો ભાર એમના મગજ ઉપર સતત રહેતો. પણ એમને ધ સિક્રેટઅનેક્સને ધ મેલંકલિઅનેક્સમાંનહોતી ફેરવી દેવી. વળી શ્રી ડસલ લગતા હતા એટલા સરળ ન હતા. પહેલા થોડા દિવસ તો બધુ બરાબર ચાલ્યું, પણ પછી એમનું સાચું ચારિત્ર બહાર આવ્યું: એ શિસ્તતાનો આગ્રહ રાખતા અને એ અંગે એમને ભાષણો આપવાની ટેવ પણ હતી. શ્રીમતી ફ્રેન્કકહે કે ના કહે, પણ એ ઍનીના દરેક ખરાબ વર્તનનો અહેવાલ એમને આપી દેતા. એટલેશ્રી ડસલની વઢ ખાધા પછી ઍનીએએમની માંનો ઠપકો પણ સાંભળવો પડતો. ઍનીશ્રી ડસલને “હિઝએક્સલન્સી” કહીને સંબોધવાનું શરૂ કર્યું. પછી રાતે ઍનીનેએમના અનેક દુષ્કર્મોઅને વધારે ગંભીર સ્વરૂપ આપેલી એમની ખામીઓ ઉપર વિચાર કરવા એકલી છોડી દેતા. એ યાદી એવી બનતી કે ઍનીનેસમજણ નહોતી પડતી કે એ હસે કે રડે. એ જાણતા હતા કે એ ખામીરહિત તો નહોતા, અને એમને પોતાને સુધરવા માટે મહેનત કરવાની તૈયારી પણ હતી. પણ ચારે બાજુથી અને સતત ચાલતી આ કચકચ એમને અન્યાયી લગતી હતી. તો પણ બધુ બહુ વસમું ન હતું,એક અઠવાડિયામાં તો હનકા અને સેન્ટ નિકોલસડે આવશે.

૬. રાતે થયો એક અવાજ

અનેક્સના રહીશોને બે વાતનો સતત ડર રહેતો. પહેલો ડર એ કે દિવસ દરમિયાન જે અવાજ થાય એને વખારમાં કામ કરતાં કાર્યકરોમાંથી કોઈ સાંભળી લે અને તપસ કરે. અને બીજો ડર ચોરોનો.

યુદ્ધ લંબાયું, એને એમસ્ટરડેમમાં ચોરીઓની માત્ર વધવા માંડી. શક્ય હતું કે તમે બહારથી ઘેર પાછા આવો ત્યારે તમારો બધો સરસામાન ચોરાઈ ગયો હોય, એટલે લોકો ઘર સૂનું મૂકીને બહાર જતાં પણ બનતા હતા. ઓપેક્ટાનું મકાન તો પાછું વખાર અને વ્યાવસાયિક કાર્યાલય, અને રહેણાંકીયમકાનોથી થોડું છેટે હતું, એટલે એમાં એકથી વધારે વાર ચોરી થઈ હતી. ૧૯૪૩ના માર્ચની ૨૫મી તારીખની આસપાસ એમાં પહેલીવાર ચોરી થઈ. રાત હતી, અને પીટરે નીચે આવીને શ્રી ફ્રેંકના કાનમાં કહ્યું કે પીપડુંપડ્યાનો અવાજ આવ્યો હતો અને કોઈ વખારનું બારણું ખોલવાનો પ્રયત્ન કરતું હોય એવું લાગે છે. પાછી એ રાતે શ્રી વાન ડાનને થોડી ઉધરસ પણ હતી. એટલે જ્યારે પીટર અને શ્રી ફ્રેન્ક વખારમાં શું ચાલે છે એ જોવા માટે ધીરેથી નીચે ગયા, ત્યારે બીજા બધા શ્રી વાન ડાનની જોડે હતા અને એ જેટલી વાર ઉધરસ ખાય એટલી વાર બધા ભયભીત થતા. પછી કોઈકને શ્રી વાન ડાનનેકોડીનઆપવાનો વિચાર આવ્યો, અને પછી ત્યાં થોડી શાંતિ છવાઈ. ઍનીની ભીતિ હતી કે પીટર કે એમના પિતા,બેમાંથી કોઈ પાછું નહીં આવે. પણ એ લોકો પાછા આવી ગયા. એવું લાગતું હતું કે દાદર ઉપર પગલાનો આવાજ સાંભળીને ચોર ભાગી ગયા હતા. પણ એ લોકો માટે ભયભીત થવાનો આ છેલ્લો પ્રસંગ ન હતો. ૧૯૪૩માં જ ૨જી મે, રવિવારે,ઍનીએ લખ્યું કે દરેક દિવસ વધારે ચિંતા લઈને ઊગે છે, પછી એ મકાનની અંદરનાઅવાજો ને લીધે હોય, કે બહાર ગોળીબારના અને બૉમનાઅવાજોને લીધે. મહિનાઓ સુધી યુદ્ધનો કેર વર્તાતોરહ્યો,બૉમનો મારો અને ગોળીબાર વધતા ગયા. વળી ૧૯૪૩નો ઉનાળો બફાઈ જવાય એવો આકરો હતો. તો પણ અનેક્સનારહીશોએ એમનો કચરો તો બળવો જ પડતો, રખેને વખારનાકર્મચારીઓનેએમના અસ્તિત્વના પુરાવા મળી જાય. લખવાની એમની પ્રવૃત્તિ ઍનીને આ ચિંતાજનક વિચારોથી દૂર રાખતી હતી. એ એમની ડાયરીમાં તો લખતા જ હતા,પણ સાથે સાથેવાર્તાઓ પણ લખતા. એમને મન “ઈવાસડ્રીમ” નામની એમની પરીકથા ઘણી સરસ લખાઈ હતી, જ્યારે “કેડીસ લાઈફ” કઈ ખાસ ન હતી, પણ એના અમુક ભાગો સારા લખાયા હતા. એમને લાગવા માંડ્યુ હતું કે એમને માટે પત્રકારનો વ્યવસાય બરાબર રહેશે; જો કે લખવામાં પૂરતી કમાણી ન થાય, તો પણ એમણે નક્કી કર્યું હતું કે નવરાશના સમયમાં તો એ લખવાનું રાખશે જ. ઍનીનેએમના મા અને શ્રીમતી વાન ડાનજેવુજીવન સહેજે નહોતું જોઈતું ----જીવનભાર કામ કરો અને પછી ભુલાઈ જાવ. એમને એવું લાગતું હતું કે એમની લખવાની ક્ષમતા ભગવાનની જ દેન હતી, અને એ એનો ઉપયોગ પોતાની વાત કરવા માટે અને દુનિયામાં બદલાવ લાવવા માટે કરશે.

૭. અનેક્સમાંપ્રેમ.

ઍનીએડાયરીમાં કરેલી નોંધણીઓસુંદર અને લાગણીસભર છે, જે વાંચતાં લાગે કે ધ સિક્રેટઅનેક્સમાંઍનીઝડપથી મોટાં થઈ રહ્યાં હતાં. એમને પહેલું માસિક અહીં આવ્યું હતું,પણ માત્ર એટલા માટે જ એમને પરિપક્વ ગણવા એવું ન હતું. એમનું લખાણ સાક્ષી પૂરાવે છે કે આવા અસાધારણ સંજોગોમાં પણ તે પોતાના ચરિત્ર વિષે સતત ચિંતન કરતાં અને બીજાની લાગણીઓનો વિચાર કરવાનો પણ પ્રયત્ન કરતા.

૧૯૪૩-૧૯૪૪ના શિયાળામાં પોતાનાં માં-બાપ અને શ્રીમતી વાન ડાન માટે ઍનીના વલણમાં થોડી ઉદારતા આવી. એમને થયું કે થોડી ધીરજ રાખીને,વિવેકથી એ કામ લે,તો શ્રીમતી વાન ડાન એટલાં ખરાબ પણ નહતાં. એમના માનું અનુસરણ કરવાના પણ એમણે નાકામ પ્રયત્નો કર્યા હતા. સાથે-સાથે એમની એમનાં મા-બાપ પ્રત્યેની નકારાત્મકતાની લાગણી પણ થોડી ઓછી થઈ હતી અને એમના તરફથી જે એમને મળતું હતું એની કદર કરવા લાગ્યા હતા. એમને એમ પણ લાગવા માડ્યું હતું કે એમના મા સાથેના વણસેલા સંબંધો માટે એમનું પોતાનું આચરણ પણ થોડા ઘણા અંશે જવાબદાર હતું. ઍની માટે આ સમય જાતિય વિકાસનો પણ હતો, અને ત્યાં પીટર હાજર હતા. શરૂઆતમાં,ઍનીનેજે છોકરો આળસુ અને નીરસ લાગ્યો હતો,એ છોકરામાં એમને ધીરે-ધીરે રસ પડવા માંડ્યો. શરૂઆત નાના-નાના વાર્તાલાપોથી થઈ,જે માઉશીબિલાડીથીપ્રેરાઇને થતા. માઉશી બિલાડી એમના માળિયામાં રહેતી હતી, અને એને લીધે એ ઘરમાં ચાંચડની ક્યારેય અછત નહોતી વર્તાતી. પીટરને એ બિલાડીનું ધ્યાન રખવાનું ગમતું હતું. ધીરે-ધીરે ઍનીની દૃષ્ટિ બદલાઈ. એમને લાગવા માંડ્યુ કે ઝઘડાળું માં-બાપમાંપીટર ફસાઈ ગયો છે;ઍનીને લાગ્યું કે એમની પોતાની જેમ પીટરને પણ સહાનુભૂતિની જરૂર છે. ઍનીને ખાતરી હતી કે બીજા બધાની જેમ,પીટરમાટે પણ એબાળકબુદ્ધિની અને અતિશય બોલકણી છોકરી છે. ૧૯૪૪ના જાન્યુઅરીની ૬ઠી તારીખે એમણે એમની ડાયરીમાં નોંધ્યું કે એમની મહેચ્છા છે કે પીટર પણ એમની જેમ દરેક વ્યક્તિના મનનાંઊંડાણોમાં જવાનો પ્રયત્ન કરે. એમણે એમની ડાયરીમાં કહ્યું કે પીટરની આંખોમાં જે મરદાનગીની ઝલક છે, એઝલકનેપાર કરી તો એમનીઆંખોમાં લજ્જા દેખાઈ, ચંચળતા દેખાઈ, જેણે એમનું મન જીતી લીધું. પણ હજી એ પીટરનાપ્રેમમાં ન હતાં. એમના સંબંધો ધીરે-ધીરે વિકસેલા. પહેલા એ બંને માળિયામાં બેસીને વાતો કરતાં, પછી એકબીજાની જોડે બેસી, એકબીજાની કમર ઉપર હાથ રાખીને બેસવાનું શરૂ થયું. પીટરસાથે વાત કરવી સહેલી થતી ગઈ, ખાસ કરીને રાતે. દિવસના પ્રકાશ કરતાં રાતની ચાંદનીમાં અંગત વાતોની ગુસપુસ કરવી વધારે સહેલું હતું. દિવસો કેવા ધીમે-ધીમે પસાર થતા હતા! ઘણીવાર તો ઍનીને એ ધીમી ગતિની અકળામણ થતી હતી. એપ્રિલમાં એમણે પીટરને ચુંબન કરવાની એમની તીવ્ર ઇચ્છાને ડાયરીમાં કબૂલ કરી. પીટરનીપણ એજ ભાવનાઓ હતી, કે પછી એને મન એ મિત્રતા જ હતી?અનેક્સમાં૨૧ મહિનાઓ થઈ ગયા હતા,આખરે, ૧૬મી એપ્રિલ, ૧૯૪૪ના દિવસે ઍનીને એમના પહેલા ચુંબનનો અનુભવ થયો. એ દિવસને એમણે “રેડ લેટરડે” નામ આપ્યું. હવે તો એમના સંબંધને એમનાં મા-બાપને માત્ર સમજાવવાનો રહ્યો.

૮. ઍનીનાંબે પાસાં

ધ સિક્રેટઅનેક્સમાંહતા ત્યારે ઍની એમની ડાયરીમાં તો નિયમિત લખતાં હતાં અને સર્જનાત્મક લખાણો પણ લખતાં, પણ તે ઉપરાંત એમણે એમનું ભણવાનું પણ ચાલુ રાખ્યું હતું, જેમાં ફ્રેન્ચ, ઇંગ્લિશ અને ઍલ્જીબ્રસામેલ હતાં. એમને ઍલ્જીબ્ર સહેજ પણ નહોતું ગમતું, અને એમનો સૌથી વધારે પ્રિય વિષય હતો, ઇતિહાસ,જેમાં જીનિઆલૅજિકલચાર્ટમાં એમને ખાસ રસ પડતો હતો. એમણે ચાર્લ્સધ ફિફ્થ ઉપરલખાયેલી ૫૯૮ પાનાંની પુસ્તક વાંચી લીધી હતી, સાથે ગેલિલીઓ ઉપર લખાયેલી૩૨૦ પાનાંની પુસ્તક પણ વાંચી લીધી. પણ એમને ફરી સ્કૂલ શરૂ કરવાની ઘણી તીવ્ર ઇચ્છા હતી.

૧૯૪૪ની ૬ જૂનેએએવું કરી શકશે એવી આશા જાગી. રેડીઓ ઉપર એક જાહેરાત થઈ, “આજે ડી-ડે છે.” ઍલાઇડફૉર્સિસેનું આક્રમણ આખરે શરૂ થયું. બે વરસથીસંતાઈને રહેતા આ લોકો આજ દિવસની રાહ જોઈ રહ્યા હતા. એક અઠવાડિયા પછી ઍનીએ એમનો ૧૫મો જન્મદિવસ ઉજવ્યો. જૂન મહિનો પૂરો થવા આવ્યો હતો અને બધા ઉત્સાહિત અને ઉલ્લસિત હતા. ફ્રાન્સના અમુક ભાગો ઍલાઇસે કબજે કરી લીધા હતા. અને પછી અનેક્સમાંસ્ટ્રોબેરી આવી, એક સાથે સ્ટ્રોબેરીનાઢગલાઓ ને ઢગલાઓ. અને પછી તો સવારના નાસ્તામાં સ્ટ્રોબેરી અને પૉરિજ,પછી છાશ અને બ્રેડ સાથે સ્ટ્રોબેરી અને બરણીઓમાંસંઘરીને રાખેલી સ્ટ્રોબેરી. અને પછી ૨૦ પાઉન્ડ વટાણા આવ્યા, જે ઍની સહિત બધા ફોલવા બેઠા તોય આખો દિવસ લાગ્યો. “છેડો દબાવો, નસ કાઢો,વટાણા કાઢીને વાટકામાં જવા દો, છેડો દબાવો, નસ કાઢો......” આમનું આમ ચાલ્યા જ કર્યું. પૂરું થયું ત્યાં સુધીમાં તો બધા કંટાળી ગયા હતા, અને ઍનીએ ગૃહિણી ન બનવાનો એમનો નિશ્ચય વધારે મક્કમ કર્યો. દરમિયાન,પીટરમાટે આમનીલાગણીઓની તીવ્રતા થોડી ઓછી થઈ હતી. બે વચ્ચે પ્રેમ હતો, રાતે સૂતા પહેલા ચુંબન પણ કરતા, પણ એ સંબંધ પ્રેમ કરતાં મિત્રતા તરફ જઈ રહ્યો હતો. પીટરે પોતાને માટે સીમાઓબાંધી હતી, જેને લીધે ઍની થોડા નાસીપાસ થયાં હતાં. એમની આળસુ વૃત્તિ, જે ઍનીનેપહેલાં પણ એમનામાં દેખાઈ હતી, એ પછી દેખાવા માડી, અને ઍની એને સમજી નહોતાં શકતાં. વળી પીટરમજાકમાંયુદ્ધ પછી ગુનાઓથી કમાણી કરવાની વાત કરતા હતા, જે ઍનીને બિલકુલ પસંદ ન હતું. ઍનીને એ સમજણ નહોતી પડતી કે ઓછી મહેનત કરીને લોકો કેમનોસંતોષ મેળવી લે છે, અને પોતાની ખામીઓને સહેલાઈથી કેમ જવા દે છે,એની સામે લડત કેમ નથી આપતા. ઍની પોતાની ખામીઓ જાણતા હતા, પણ એને લીધે સુધરવાના એમના ઇરાદાઓ વધારે મક્કમ બનતા, અને એ દિશામાં ઍનીહમેશાંપ્રયત્નશીલ રહેતાં. ૧૯૪૪ના ઑગસ્ટની ૧લી તારીખે ઍનીએ લખ્યું કે હજી પણ એમને લાગે છે કે એ બે ભાગમાંવહેચાયેલાં છે. એક છોકરમત,બેફિકરી અને આનંદી ઍની જેને લોકો ગંભીરતાથી લેતાં ન હતાં, અને બીજી ગહન, સારી અને સુધારવા મથતીઍની, જેને બોલાવો તો પણ તે સંકોચાઈ જતી. લોકોને આ ગંભીર ઍનીનો ખાસ પરિચય ન હતો, પણ એ ઍની જ એમની માર્ગદર્શ્ક હતી. ઍની એમની જાતને બદલવા માટે, એમની આ શાંત પ્રકૃતિ, એમની ગંભીરતા, લોકો સામે લાવવા માટે ઘણી મહેનત કરી રહ્યાં હતાં. એમની ડાયરી અહીં અટકી જાય છે------એમના પરિવર્તનની યોજનાઓના વિચારો સાથે,આત્મચિંતનની આ ક્ષણે, એ અટકી જાય છે. ૪થી ઑગસ્ટ, ૧૯૪૪ના દિવસે ૨૬૩ પ્રિન્સિંગ્રેચટમાંએસએસનાઅધિકારીઓ આવી પહોંચ્યા અને ધ સિક્રેટઅનેક્સમાં રહેતા બધાને લઈ ગયા. એ પરિવારોની મદદ કરતાં શ્રી વિક્ટરક્વિગલર અને શ્રી યોહાન્સક્લાઇમેનનીપણ ધરપકડ થઈ. બે સેક્રેટરીઓ,મઈપગીસ અને ઇલિઝબીથ વસ્કેજ્યુલની ધરપકડ ન થઈ.

૯. દુનિયા બદલે એવું પુસ્તક.

બધાને લઈ ગયા એટલે મઈપ ગીસતરત જ અનેક્સમાં ગયા અને જેટલું શક્ય હતું એટલું લઈ લીધું, જેમાં ઍનીની ડાયરી પણ હતી. એમને આશા હતી કે યુદ્ધ પૂરું થશે એટલે એ ડાયરી ઍનીને આપી શકશે.

ધ સિક્રેટઅનેક્સના આઠ સભ્યોનેઉત્તરીનેધરલેંડસમાં આવેલી,વેસટરબોર્કટ્રેન્ઝિટકૅમ્પમાંમોકલતા પહેલા એમસ્ટરડેમની જેલમાં લઈ જવાયા. ત્રીજી સપ્ટેમ્બર ૧૯૪૪ના દિવસે એમને આઉશવીત્સ જતી ટ્રેનમાં ચડાવ્યા.એ વેસટરબોર્કથીનીકળેલીછેલ્લી ટ્રેન હતી. આઉશવીત્સમાંબંને પરિવારના સભ્યોને છૂટા પાડવામાં આવ્યા. શ્રીમતી વાન ડાનનેઆઉશવીત્સથી પહેલા બર્ગન-બેલસેનમોકલયા,એના પછી,બીજી બે-એક કેંપોમાં રહ્યા, અને પછી એ મૃત્યુ પામ્યા. એમનું સાચું નામ પેટ્રોનેલા વેન પેલ્સ હતું. હરમન વેન પેલ્સ, એટલે શ્રી વાન ડાનઆઉશવીત્સમાંજ મરી ગયા. ગેસ ચેમ્બરસનો વપરાશ બંધ થયો એના થોડા વખત પહેલા જ,૧૯૪૪ના ઑક્ટોબર કે નવેમ્બરમાં એમનું ગેસ ચેમ્બરમાં મૃત્યુ થયું. પીટર વેન પેલ્સઆઉશવીત્સથીઓસ્ટ્રિયાનીમાઉથાઉસનકૅમ્પના “ડેથમાર્ચ”માં હતા. ઍલાઇડફૉર્સિસએકૅમ્પમાં આવ્યા એના ત્રણ દિવસ પહેલા, ૧૯૪૫ના માર્ચની પાંચમી તારીખે એ મૃત્યુ પામ્યા. ઍલ્બર્ટડસલ, જેમનું સાચું નામ ફ્રીટ્સ ફેફર હતું, ૧૯૪૪ના ડિસેમ્બરની ૨૦મી તારીખે ન્યુએંગામાકૅમ્પમાં મૃત્યુ પામ્યા. ઍનીનાં મા,એડિથ ફ્રેન્ક,તન-મનથી હારેલા હતા,થાકેલા હતા, અને ઉપરથી ભૂખમરો---૧૯૪૫ની ૬ઠી જાન્યુયારીએઆઉશવીત્સ-બિરકેનુઆકૅમ્પમાંએ મૃત્યુ પામ્યા. માર્ગો અને ઍનીને છૂટા નહોતા પાડ્યા. ૧૯૪૪ના ઑક્ટોબરમાં એમને આઉશવીત્સથીબર્ગન-બેલસેનકૅમ્પમાંમોકલાયા. એ શિયાળામાં થોડાક દિવસોનાઅંતરે બંનેનુંમૃત્યુ થયું. બંને કૅમ્પમાં ફાટી નીકળેલીટાઈફસનીમહામારીના શિકાર બન્યા. એવું મનાય છે કે એ બંનેનામૃત્યદેહને ત્યાં જ માસ ગ્રેવમાં (સામૂહિક કબરોમાં)નાખ્યા હતા. ૧૯૪૫ની ૧૨મી એપ્રિલ બ્રિટિશ સૈન્યએ એ કૅમ્પને આઝાદ કરી. અનેક્સના બધા સભ્યોમાંથી, માત્ર આટો ફ્રેન્ક,ઍનીના પિતા, બચ્યા. આઉશવીત્સમાંરૂસીસૈન્યનો પ્રવેશ એમણે જોયો. એ ૧૯૪૫ની ૩જીજૂનેએમસ્ટરડેમ પાછા ફર્યા. એમનાં પત્નીની મૃત્યુની એમને જાણ હતી, પણ ઍની અને માર્ગો મળશે એવી આશા હતી. પણ એમને મઈપ ગીસ મળ્યા, જેમણે એમને ઍનીની ડાયરી આપી અને કહ્યું, “આ રહ્યો તમારી દીકરીનો વારસો.” એમની દીકરીના અંગત લખાણો વડે એને ફરી જાણવી આટો માટે સહેલું ન હતું. પોતાનાંસંસ્મરણોમાં એ લખે છે કે ડાયરીવાંચતી વખતે એ લાગણીઓથી એટલા ઘેરાઈ જતાં કે એના એક-બે પાનાથી વધારે નહોતા વાચી શકતા. પણ એ જે વાંચતાં એ એમને આશ્ચર્યચકિત કરી દેતું. એ તો ઍનીને બાળક માનતા હતા, પણ એમનાંલખાણો તો એક ગંભીર, વિચારશીલ યુવતીનાં હતાં; એવી યુવતી જેના લખાણમાં એની ઊંડી સમજ સ્પષ્ટ દેખાતી હતી. પહેલા તો આટોઍનીનીડાયરીને માત્ર એમના થોડા સગાઓ અને મિત્રોનેબતાવવાનામતમાં હતા, પણ પછી એમનો વિચાર બદલાયો. એમની ડાયરીમાંઍનીએ પોતે એને ધ સિક્રેટઅનેક્સનાનામથી પ્રકાશિત કરવાની કલ્પના કરી છે. એટલે આટોપ્રકાશકોને એની નકલો મોકલવા માંડ્યા. ઘણેથી એ પછી આવી, પણ ૧૯૪૭ના જૂનમાં ધ સિક્રેટઅનેક્સનાનામથીએની થોડી નકલો બહાર પડી. પણ એની લોકપ્રિયતા વધી ૧૯૫૨માં, જ્યારે એ અમેરિકામાં પ્રકાશિત થઈ. ત્યારથી એ સતત છપાઈ રહી છે, અને એના ઉપરથી નાટકો અને ફિલ્મો પણ બન્યાંછે. એમની વાર્તાએઅઢળખ લોકોને યુદ્ધનાઅત્યાચારોવિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે અને માનવીય અધિકારો માટે લડત આપવા પ્રેરયા છે. ઍનીને વિશ્વાસ હતો કે અંતે તો માનવીમાં રહેલી કરુણાનીભાવનાની જ જીત થશે.

છેલ્લે સંક્ષિપ્તમાં

“ધ ડાયરી ઑફ એ યંગગર્લ” ઇતિહાસના એક અઘોર કાળમાં એક યુવતીના જીવનનો મર્મભેદક અને કાલાતીત વૃત્તાંત છે. ઍનીફ્રેન્કનીડાયરીમાંહૉલકાસ્ટનું અદ્વિતીય અને પ્રમાણભૂત વર્ણન છે, અને સાથે સાથેએ વિપદમાં પણ આશા, હિમ્મત અને સ્થિતિસ્થાપકતા કાયમ રાખવાની માનવીની ક્ષમતાનેબિરદાવેપણ છે. દુઃખની વાત છે કે ઍનીઅને એના પરિવારને ૧૯૪૪માં નાઝીઓએ શોધી કાઢ્યા, અને કૉન્સેન્ટ્રેશનકૅમ્પમાં એમનું મૃત્યુ થયું. જો કે એમની ડાયરી બચી ગઈ અને એ વ્યક્તિગત જીવન ઉપર હૉલકાસ્ટનીઅસરોનું ચિન્હ બની ગઈ.

બે વરસથી ઉપર,૧૯૪૨ થી ૧૯૪૪,ઍનીફ્રેંકે એમનાં મા-બાપ અને મોટી બહેન, માર્ગો,અને વેન પેલ્સ પરિવાર-----શ્રી અને શ્રીમતી વેન પેલ્સ અને એમનો તરુણ વયનોદીકરો,પીટર-----સાથેસંતાઈનેકાઢ્યા. ધ સિક્રેટઅનેક્સનાઆઠમા અને છેલ્લા સભ્ય, ડેન્ટિસ્ટ,ફ્રીટ્સ ફેફર થોડા મહિનાઓ પછી આવ્યા.ઍનીનેએમના સહનિવાસીઓની વચ્ચે માનસિક તાણનો અનુભવ થતો હતો, પણ એ ઝડપથી મોટા થઈ રહ્યા હતા. પહેલેથી જ એમને એમના પરિવારના બીજા સભ્યો સાથે થોડુંમાનસિક અંતર તો હતો જ, પણ એ અંતર માટે એ થોડાઘણા અંશે પોતાને પણ જવાબદાર માનતાંહતાં, અને સુધારવાનો પ્રયત્ન પણ કરતાં હતાં. એ સંતાયાં હતાં એ સ્થળની કોઈને જાણ થશે, એ ભય સતત હતો, તો પણ એમણે ભણવાનું ચાલુ રાખ્યું, અને પીટરનાપ્રેમમાં પણ પડ્યાં. આ કપરા સંજોગોમાં પણ ઍનીએ ક્યારેય આશા નહોતી છોડી, એમના જીવનનો અંત દુખદ હતો, તો પણ એક પ્રભાવક લેખક બનવાનું એમનું સપનું પૂરું થયું. મુખ્ય મુદ્દાઓ: ૧. ગુપ્ત જીવન:ઍની,એમના પરિવાર અને બીજા ચાર જણાએ, બે વરસથી પણ વધારેનોસમય એમસ્ટરડેમની એક કાર્યાલયનાસિક્રેટઅનેક્સમાં ગાળ્યો હતો. નાઝીઓથી બચવા માટે એમણે બધાએસંતાઈનેરહેવું પડ્યું હતું. ૨. યુવાની તરફ:ઍની યુવાની તરફ જઈરહ્યાંહતાં. એમની ડાયરી આપણને એ યાત્રા ઉપર લઈ જાય છે. કિશોરાવસ્થાના પડકારો એ કેવી રીતે ઝીલે છે તેની વાત કરે છે, જેમાં એમના પરિવાર અને એમની સાથે સંતાયેલા બીજા લોકોની સાથેના એમના સંબંધોની પણ વાત આવે છે. ૩. યુદ્ધ અને પક્ષપાતોના વિચારો: ઍનીએએમની ડાયરીમાંયુદ્ધ વિષે,યહુદીઓ ઉપરના જુલમોવિષે અને પક્ષપાતની અસરો વિષે એમના વિચારો વ્યક્ત કર્યા છે. આ અન્યાયી દુનિયા વિષે એમની જાગરુકતા વધતી હતી એનો પણ એમનાંલખાણોમાંથી આપણને ખ્યાલ આવે છે. ૪. સપનાં અને આકાંક્ષાઓ:ઍનીલેખક બનવાના અને દુનિયા ઉપર હકારાત્મક છાપ છોડવાનાં એમનાંસપનાંમાં અને આકાંક્ષાઓમાં આપણને સહભાગી બનાવે છે. ૫. વ્યક્તિગ્ત વિકાસ:વાંચકનેઍનીના વ્યક્તિગ્ત વિકાસનો, જીવન વિષે એમના બદલાતા દૃષ્ટિકોણનો અને જીવનમાં ધ્યેય અને અર્થ શોધવા માટે એમની પ્રક્રિયાઓનો ઉલ્લેખ એમની આખી ડાયરીમાં મળશે.

સુવાક્યો:

  • “આમ છતાંય, હું હજી માનું છું કે લોકો ખરેખર દિલના સારા છે.”
  • “કેટલું સારું છે કે દુનિયા બદલવા માટે કોઈએ એક ક્ષણની પણ રાહ જોવાની જરૂર નથી.”
  • “હું મરી જાઉં પછી પણ મારે જીવતા રહેવું છે.”
  • “મારા સિદ્ધાંતોને મારે જાળવી રાખવા પડશે,બની શકે કે સમય આવે જ્યારે હું એમનું અનુકરણ કરી શકું.”

ઍનીફ્રેકની ડાયરીનાં આ સુવાક્યો આકરા સમયમાં પણ એમનો આશાવાદી સ્વભાવ, એમની સ્થિતિસ્થાપકતા અને એમનો માનવ જતિ ઉપર વિશ્વાસ દર્શાવે છે. એમની ડાયરી આશાવાદનું એક અમીટ પ્રતીક છે,ઇતિહાસનાસચોટ સાક્ષીબન્યાનો દાખલો છે.