અથવા અને/સ્મૃતિ

From Ekatra Wiki
Revision as of 00:50, 29 June 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સ્મૃતિ | ગુલામમોહમ્મદ શેખ}} <br> <br> <poem> ખાંડના ગાંગડા પર પડેલ પા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સ્મૃતિ

ગુલામમોહમ્મદ શેખ



ખાંડના ગાંગડા પર પડેલ પાણીના ટીપાની ઘટ્ટતામાં
મીઠાશ પી પીને મરી ગઈ એક કીડી.
એ જોઈ
મારા મગજની પછવાડે ભરાઈ બેઠેલી
અધકાચી સીમ મારી હથેળીમાં ઊતરી આવી:
આંગળે આંગળે ઊગ્યા આંબા,
પગદંડીઓ પથરાઈ પાંચ દિશામાં.
આંખમાંથી એક પાતળું, મોળું ટીપું નીચે પડ્યું
એને મેં ટાંકણીથી કોચી જોયું.
કીડીઓ કીકીમાં કંટાળીનેય બેસી રહી.

માર્ચ, ૧૯૬૩
અથવા