કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૩૩. દિલડું જીત્યું નહીં!

From Ekatra Wiki
Revision as of 04:24, 25 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૩. દિલડું જીત્યું નહીં!

પ્રહ્લાદ પારેખ

ના, ના, ના, ના, નહિ,
તેં તો મારું દિલડું જીત્યું નહિ !

તેં તો છે માણિયા વાસંતી વાયરા, આંધીને ઓળખી નહીં;
પાણીથી પોચી છે તારી તો પ્રીતડી, શકે નહિ દુઃખડાં સહી.
તેં તો મારું દિલડું જીત્યું નહીં !

તેં તો છે મીઠપની પીધી મટુકીઓ, ઝેરની અંજલિ નહીં;
ફૂલોની સેજમાં હૈયું સુવાડિયું : વજ્જરમાં કેમ શકે રહી !
તેં તો મારું દિલડું જીત્યું નહીં !

તારાં તો ગીતમાં જોઉં અતીતને, આગમની વાણી નહીં;
તારા તો થંભેલા જોઉં છું પાયને, હૈયામાં થેઈ થેઈ નહીં !
તેં તો મારું દિલડું જીત્યું નહીં !

તું તો છે શ્રાવણ ને માગું અષાઢ હું, ચાહું સરવડાં નહીં;
ડહેકા દિયે છે મારું હૈયું જે હેલીએ, એવી તું નહિ શકે દઈ !
તેં તો મારું દિલડું જીત્યું નહીં !
(બારી બહાર, પૃ. ૧૫૪)