કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૯.૧૯૬૪-૬૫માં

From Ekatra Wiki
Revision as of 12:00, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૯.૧૯૬૪-૬૫માં

રાવજી પટેલ

હવે શાં કાવ્ય લખું ?
માણસનો કાન હવે તો ધૂળ-ધુમાડો-પથ્થર.
થર થર ધરા ધરુજે...
હથેલીઓમાં શ્વાસ-સીમા જે બચી એટલી સાચી.
સાચું તો ક્યાં છે અંધારું ?
આંખોના ખૂણા છોડીને ભાગ્યું...
આ તો
ગરુડની તોળાઈ રહેલી પાંખ....,
આ તો
છાપાનાં પાનાં પર અધમૂઆં નગર
અક્ષર થઈ વેરાયાં ઝાંખાં-પાંખાં,
ફોડામાં બાળક સંતાતું
એમ સ્ત્રીઓની સામે
પુરુષનું બળ મ્લાન નજરમાં લપી જતું.
બળ્યો, જળ્યો લય ભીંતો કોચે
આખો દેશ અડાયા પર બેઠો છે !
ત્યારે બૉમ્બ પડેલા ગામ સરીખી
સપાટ નિર્જન જીભ (કવિની).
(અંગત, પૃ. ૩૧)