ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાનજી-ગણિ-૪

Revision as of 09:10, 4 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ક્હાનજી (ગણિ)-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૭૨૩/સં. ૧૭૭૯, ભાદરવા સુદ ૮] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિની પરંપરામાં તેજસિંહના શિષ્ય. નડુલાઈના ઓસવાલ વહોરા ગોત્રના કચરાના પુત્ર. માતા જગીસા(?). ઈ.૧૬૮૭માં ગાદીપતિ બન્યા. આ કવિની ૪ કડીની ‘સુમતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૯૨; મુ.), ૧૬ કડીની ‘અર્જુનમાલી-સઝાય’ (ર.ઈ.૧૬૯૨), ૯ કડીની ‘ગજસુકુમારમુનિની સઝાય’ (ર.ઈ.૧૬૯૭/સં. ૧૭૫૩, પોષ સુદ ૫; મુ.), ૭ કડીની ‘શાંતિ-સ્તવન’ (ર.ઈ.૧૭૦૦), ૨૦ કડીની ‘શ્રાવકની કરણીની સઝાય’ (મુ.), ૧૮ કડીની ‘સુદર્શનશેઠ-સઝાય’ (ર.ઈ.૧૭૦૦), ૧૬ કડીની ‘સામાયિકબત્રીસદોષ-સઝાય’ (ર.ઈ.૧૭૦૨; મુ.), ૬ કડીની ‘નેમનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૧) તથા ૭ કડીની ‘મેઘમુનિ-સઝાય’ (ર.ઈ.૧૭૧૪) - એ કૃતિઓ મળે છે. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા:૧ અને ૨, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. લોંપ્રપ્રકરણ; ૩. વિવિધ પુષ્પવાટિકા:૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.). સંદર્ભ : જૈગૂકવિઓ.૨,૩(૨). [ર.સો.]