ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જમુનાબાઈ

Revision as of 06:29, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જમુનાબાઈ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવયિત્રી. જ્ઞાતિએ ચોરાશી મેવાડા બ્રાહ્મણ. નિરાંતમહારાજનાં શિષ્યા. અધ્યાત્મ વિચારનાં તેમનાં ૩ પદો (મુ.) મળે છે, જેમાં સરળતા સાથે ભાવની મૃદુતાયે જોવા મળે છે. કૃતિ : ગુમુવાણી. [દે.દ.]