ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમવિજય-૩ નેમિવિજય

Revision as of 12:46, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નેમવિજય-૩/નેમિવિજય [ઈ.૧૬૯૨/૧૭૨૨માં હયાત] : જૈન સાધુ. સંઘવિજયની પરંપરામાં દીપ્તિવિજયના શિષ્ય. તેમણે ૩ ઢાળ અને ૨૦ કડીની ‘વૈમાનિકજિનરાજ-સ્તવન/વૈમાનિક શાશ્વવતજિનસ્તોત્ર/સ્તવન’ (ર.ઈ.૧૬૯૨/ઈ.૧૭૨૨/સં. ૧૭૪૮/૧૭૭૮, પોષ સુદ ૨, ગુરુવાર; મુ.) નામની કૃતિની રચના કરી છે. કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]