ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હીરાવેધબત્રીહી’

Revision as of 11:58, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘હીરાવેધબત્રીહી’ [લે.ઈ.૧૭૪૩] : હંભવત: કાંતિવિજ્ય-૨ની કૃતિ(મુ.). કાવ્યમાં કવિનો કોઈ પરિચય નથી. પરંતુ કાંતિવિજ્ય-૨ની અન્ય રચનાઓમાં મળતી ‘કહે કાંતિ’ એવી કવિછાપ અહીં પણ મળે છે અને આ કૃતિનો લેખનહમય પણ એ કવિની અન્ય કૃતિઓના રચનાહમય હાથે મેળમાં છે. છપ્પાબંધની અને બાલાવબોધ હહિતની આ કૃતિનો વિષય તો મંદોદરીએ રાવણને હીતા પાછી હોંપી દેવા આપેલી શિખામણ છે, પરંતુ એની રચનાશૈલી વિલક્ષણ છે. એકએક છપ્પામાં કવિએ નામ, માહ, રાશિ, ફળ, કોટ, ધાન્ય, દેશ, વાજિંત્ર વગેરેનાં નામોની યાદી કરી છે અને એ દ્વારા શ્લેષથી મંદોદરીનું વક્તવ્ય પ્રગટ કર્યું છે. જેમ કે “રાજબાર હમ એહ નારી કાં આદરી આણો” એ પંક્તિમાં એક બાજુથી રાજનગર, નારિ(=નાર), આદરિયાણું એ ગામનામો વંચાય છે તો બીજી બાજુથી “હે રાજન, ગર એટલે કે વિષ હમાન હીતા નારી, તેને તું આદરીને કેમ આણે છે?” એવો કવિએ જ હમજાવેલો અર્થ પ્રગટ થાય છે. કવિને આ જાતની શ્લેષરચનામાં કૃત્રિમતા હ્વાભાવિક રીતે જ વહોરવી પડી છે, પરંતુ તેમ છતાં કવિની વ્યત્પન્નતા આમાં અછતી રહેતી નથી અને હમગ્રપણે રચના કૌતુકમય અવશ્ય બની રહે છે. માર્મિક વક્રોક્તિઓને કારણે કૃતિને ‘હીરાવેધ’ એવું નામ મળ્યું જણાય છે.[જ.કો.]