ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંતરંગ સંરચના

Revision as of 07:39, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અંતરંગ સંરચના (Deep Structure) : વાક્યની અંતરંગ સંરચના એ એના અમૂર્ત અધ :સ્થ રૂપને કહેવામાં આવે છે, જે વાક્યનો અર્થ નક્કી કરે છે. અંતરંગ સંરચના ચિત્તમાં તો વિદ્યમાન હોય છે જ, પણ ભૌતિક સંકેતમાં અનિવાર્યપણે અભિલક્ષિત થતી નથી. આધુનિક ભાષાવિજ્ઞાનનો આ મહત્ત્વનો ખ્યાલ છે. રોજર ફાવ્લર જેવા ભાષાવિજ્ઞાનીય અભિગમ ધરાવતા વિવેચકો સાહિત્યકૃતિના બે સ્તરો હોવાનું માને છે : અંતરંગ સ્તર અને બહિરંગ સ્તર. ચં.ટો.