ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બોવરીવાદ

From Ekatra Wiki
Revision as of 11:20, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



બોવરીવાદ (Bovarysme) : નવલકથાના નાયક કે નાયિકા તરીકે પલાયનવાદી થઈ દિવાસ્વપ્નમાં રાચવાની અને રોજિંદી વાસ્વિકતાઓને ઉવેખવાની વૃત્તિનો અહીં નિર્દેશ પડેલો છે. ‘માદામ બોવરી’(૧૮૫૭) નવલકથાની નાયિકા એમ્મા બોવરી પહેલાં પણ આ પ્રકારની સ્થિતિ અન્ય નવલકથાઓનાં ચરિત્રોમાં જોવાય છે. મુખ્યત્વે અહીં કલ્પના અને વાસ્તવિકતાનો વિભ્રમ હોય છે. ચં.ટો.