ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંશોધિત પાઠ

Revision as of 16:14, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંશોધિત પાઠ(Recension) : પાઠવિવેચન કે પુન : પુન : શોધનની પ્રક્રિયા દ્વારા કોઈ સાહિત્યકૃતિનો તારવેલો પાઠ. બીજી રીતે કહીએ તો કૃતિના વિવિધ પાઠોમાંથી સૌથી વધુ શ્રદ્ધેય પાઠનું પુનર્ગ્રથન અહીં અપેક્ષિત છે. ચં.ટો.