ચાંદનીના હંસ/૧૯ સાંભરે

Revision as of 11:10, 16 February 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાંભરે

સારસી ઊડી ગયાનું સાંભરે,
આભ આ ફફડી ઊઠ્યાનું સાંભરે.
ઊંઘમાં બીયું ખર્યું ભીનું અને
ખેતરો ઊગી ગયાનું સાંભરે.
પોપચાં ચીરી ઝબૂકે વીજળી,
ને દિશામાં તડ પડ્યાનું સાંભરે.
તર્જની તાક્યા કરે બીજ-ચંદ્રને,
એક કાચો નખ તૂટ્યાનું સાંભરે.
સામસામે તીર ઊભા આપણે,
ને અરીસો વહી ગયાનું સાંભરે.

ઑક્ટોબર, ૭૪