પુનશ્ચ/હું તમને ખોઈ રહી

From Ekatra Wiki
Revision as of 00:02, 29 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હું તમને ખોઈ રહી


સ્ત્રી : હું તમને ખોઈ રહી,
          તમે ક્યાં છો ? હું તમને ક્યાંય નથી જોઈ રહી.
પુરુષ : તમે મને નહિ, તમારી જાતને ખોઈ રહ્યા,
          એથી ક્હો છો તમે મને ક્યાંય નથી જોઈ રહ્યા;
          ને હવે તમે તમારી જાત પર રોઈ રહ્યા,
          તમારી આંખોમાં મારી છબી એને લ્હોઈ રહ્યા,
          હવે આંખોની અંદર પણ હશે કોઈ નહિ;
          હવે તમે કહી શકો, ‘હું તમને ખોઈ રહી.’

૨૦૦૭