પુનશ્ચ/રહસ્યોમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રહસ્યોમાં


સ્ત્રી : હવે ક્હો, મારાં રહસ્યોમાં તમારું સ્થાન ક્યાં છે ?
પુરુષ : તમારાં રહસ્યોમાં જો મારું કોઈ સ્થાન હોય
                   તો પછી તમે જ ક્હો, મારું માન ક્યાં છે ?
          તમારે રહસ્યો જેવું કશું છે જ નહિ,
          તમે ઘણું બધું માની લો છો;
                   તમે ભલા છો ! તમને એનું ભાન ક્યાં છે ?
          જોકે તમે સ્વયં એક રહસ્ય છો,
          કારણ કે તમારામાં કશું જ રહસ્યમય નથી;
                   તમે ભલા છો ! તમને એનું જ્ઞાન ક્યાં છે ?

૨૦૦૬