યાત્રા/આભનો ખેડૈયો

Revision as of 05:15, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આભનો ખેડૈયો|?}} <poem> ભલો રે ઘોડો ને ભલાં ખેતરાં, {{space}}{{space}} દિગદિગ પહોળા રે પગથાર, {{space}} ભલો રે ખેડૈયો આદિ કાળનો. આઘે રે આઘે ગગન આંજિયાં, {{space}}{{space}}{{space}} આછાં ઉગમણી ધાર, ઓરાં રે ઓરાં આભ ચાસિય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આભનો ખેડૈયો

?

ભલો રે ઘોડો ને ભલાં ખેતરાં,
                   દિગદિગ પહોળા રે પગથાર,
          ભલો રે ખેડૈયો આદિ કાળનો.

આઘે રે આઘે ગગન આંજિયાં,
                            આછાં ઉગમણી ધાર,
ઓરાં રે ઓરાં આભ ચાસિયાં
                   હળથી ચાસ્યાં વીજળિયાળ,
                   વીંધ્યાં અંધારાં બંધિયાર,
          ભલો રે ખેડૈયો આદિ કાળનો.

ઊંચી તે કેશવાળી ઘોડો હણહણે,
                   ધણણે આભનાં મેલાણ,
હિમાળી બાંધી તે પાઘ ખેડુએ
                            પગમાં પવનનાં પલાણ,
                            નિત નિત નવલાં ખેડાણ;
          ભલો રે ખેડૈયો આદિ કાળનો.

વાવ્યાં તે વાવ્યાં ધાન તેજનાં,
                            કોળ્યા તારલા અંબાર,
પાકી તે પાકી મોલે પૃથવીયું,
                            લખ લખ સૂંડેલા ઉતાર,
                            ખરા ખેડના બલિહાર;
          ભલો રે ખેડૈયો આદિ કાળનો,
          આભનો ખેડૈયો આદિ કાળનો.

ઑક્ટોબર, ૧૯૩૯