રવીન્દ્રપર્વ/૧૨૦. કેન રે એઇ દુયારટુકુ

From Ekatra Wiki
Revision as of 06:48, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨૦. કેન રે એઇ દુયારટુકુ| }} {{Poem2Open}} આ દ્વારને વટાવતાં આવો સંશય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૨૦. કેન રે એઇ દુયારટુકુ

આ દ્વારને વટાવતાં આવો સંશય શા માટે? અજાણ્યાનો જય હો, જય હો. તારી બધી આશા આ તરફ છે, તે તરફ તારો ભય છે. અજાણ્યાનો જય હો, જય હો. જાણેલા ઓળખેલાઓની વચ્ચે ઘર બાંધીને તો દિવસ હસીરડીને કાઢ્યા. આ તરફ તો તારી આવનજાવન કેમે કરી થઈ જ નહોતી. અજાણ્યાનો જય હો, જય હો. ભાઈ, તેં મરણને પારકું કરી દીધું છે તેથી જ તો તારું જીવન તુચ્છ થઈ ગયું. બે દિવસના ઘરમાં જો આટલું બધું માય, તો શું સદાકાળનો એ આવાસ શૂન્ય હશે? અજાણ્યાનો જય હો, જય હો. (ગીત-પંચશતી)