રવીન્દ્રપર્વ/૧૩૮. ચરણ ધરિતે દિયો ગો

From Ekatra Wiki
Revision as of 07:34, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩૮. ચરણ ધરિતે દિયો ગો| }} {{Poem2Open}} મને તમારાં ચરણ પકડવા દો, ખેંચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૩૮. ચરણ ધરિતે દિયો ગો

મને તમારાં ચરણ પકડવા દો, ખેંચી ન લેશો, ખેંચી ન લેશો. હું જીવનમરણ સુખદુ:ખ વડે તમને છાતીસરસા જકડી રાખીશ. સ્ખલિત શિથિલ કામનાનો ભાર વહી વહીને હજી ક્યાં સુધી ફર્યા કરીશ? તમે તમારે હાથે જ હાર ગૂંથી લો, મને તરછોડી મૂકશો નહીં. મારી સદાની તરસી વાસનાને અને વેદનાને મારીને મને બચાવી લો. તમારી આગળ હારીને એ આખરી જયમાં એ વિજયી થાઓ. હું ગરીબડી મારી જાતને વેચતો વેચતો બારણે બારણે ફરી શકતો નથી, વરમાળા પહેરાવીને તમે મને તમારો બનાવી લો. (ગીત-પંચશતી)