રવીન્દ્રપર્વ/૧૩૯. ચરણરેખા તવ યે પથે
Jump to navigation
Jump to search
૧૩૯. ચરણરેખા તવ યે પથે
જે પથ પર તેં તારી ચરણરેખા આંકી દીધી તેનાં ચિહ્ન તેં આજે તારી જાતે જ ભૂંસી નાખ્યાં? અશોકની રેણુએ જેની ધૂળ રંગી તે (પથને) આજે તૃણ તલે ઢંકાઈ ગયેલો જોઉં છું. ફૂલ ખીલવાનું પૂરું થાય છે, પંખીઓ પણ ગીત ભૂલી જાય છે. દક્ષિણનો પવન પણ ઉદાસ થઈને ચાલ્યો જાય છે. તો શું અમૃતે એને ભરી દીધો નહોતો? એનું સ્મરણ શું મૃત્યુમાં જ જઈને અટકી જશે? (ગીત-પંચશતી)