રવીન્દ્રપર્વ/૧૪૧. એ ઉદાર ઉષા કેરું

From Ekatra Wiki
Revision as of 07:38, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪૧. એ ઉદાર ઉષા કેરું| }} {{Poem2Open}} એ ઉદાર ઉષા કેરું પ્રથમ કિરણ ખો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૪૧. એ ઉદાર ઉષા કેરું

એ ઉદાર ઉષા કેરું પ્રથમ કિરણ ખોલી દેશે જ્યારે નેત્ર — પ્રશાન્ત કરુણ — શુભ્રશિર અભ્રભેદી ઉદયશિખરે, હે દુ:ખી જાગ્રત દેશ, તવ કણ્ઠસ્વરે પ્રથમ સંગીત એનું જાણે ઊઠે બજી પ્રથમ ઘોષણાધ્વનિ. થઈ ર્હેજે સજ્જ, ચન્દનઅચિર્ત સ્નાત નિર્મલ બ્રાહ્મણ; ઉચ્ચશિર ઊર્ધ્વે રાખી ગાજે તું વન્દન, આવ શાન્તિ, વિધાતાની કન્યા લલાટિકા, નિશાચર પિશાચોની રક્તદીપ શિખા કરી દે લજ્જિત. તવ વિશાલ સન્તોષ વિશ્વલોક-ઈશ્વરનો રત્નરાજકોષ તવ ધૈર્ય દૈવવીર્ય; નમ્રતા એ તારી સમુચ્ચ મુકુટ શ્રેષ્ઠ, એનો પુરસ્કાર. (ગીત-પંચશતી)