રવીન્દ્રપર્વ/૯૮. કદંબેરઇ કાનન

From Ekatra Wiki
Revision as of 06:05, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯૮. કદંબેરઇ કાનન| }} {{Poem2Open}} કદમ્બના જ વનને ઘેરીને આષાઢના મેઘન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૯૮. કદંબેરઇ કાનન

કદમ્બના જ વનને ઘેરીને આષાઢના મેઘની છાયા ખેલી રહી છે. પિયાલ વૃક્ષો અભિનયના ઠાઠમાં પવનમાં ઝૂમે છે. વર્ષાના સ્પર્શથી વનવનમાં કમ્પ ફેલાઈ જાય છે. મારું આ વિરહી મન દૂર દૂર જવા માટે પાંખો પ્રસારે છે. કશા અકારણ વેગથી આકાશમાર્ગે બગલાંઓ દોડ્યે જાય છે. પાંખના ગીતનું તોફાન સ્પર્શવાથી પૂર્વની હવામાં તરંગો ઊઠે છે. તમરાંઓથી મુખર વાદળભરી સાંજે આ હૃદયમાં કોણ દેખા દે છે? સ્વપ્ન રૂપે ગુપચુપ મારી વ્યથા પર ડગ માંડીને આ કોણ ચાલે છે? (ગીત-પંચશતી)