zoom in zoom out toggle zoom 

< રવીન્દ્રપર્વ

રવીન્દ્રપર્વ/૯૯. કબે તુમિ આસબે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯૯. કબે તુમિ આસબે

તું ક્યારે આવશે તેની રાહ જોતો હું બેસી નહીં રહું, હું તો બહાર નીકળી પડીશ. સુકાયેલાં ફૂલની પાંખડી ખરી પડે છે, હવે સમય નથી.

પવને ઝૂલો ઝુલાવ્યો છે, ઝૂલો ઝુલાવ્યો છે.

હવે ઘાટનાં બંધન છોડી નાખ, છોડી નાખ. નદીના મધવહેણમાં હોડીને વહેતી મૂકી છે; આજે શુક્લા એકાદશી છે. જો ચંદ્રની આંખમાં ઊંઘ નથી. એ સ્વપ્નના પારાવારની નૌકા એકલો બેઠો બેઠો હંકારી રહ્યો છે. રસ્તો તારો જાણીતો નથી. છોને એ હોય અજાણ્યો. તારે માટે કશી મના નથી, મનની કશી મના નથી; સામે જોઈને બધાંની સાથે રાતે ચાલી નીકળ.

(ગીત-પંચશતી)