શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૮. તે ક્યાં છે?

From Ekatra Wiki
Revision as of 09:13, 15 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૬૮. તે ક્યાં છે?


અંદર જેનો પડઘો, એનો શબદ મૂળ તે ક્યાં છે?
અંદર જેની છાયા, એની અસલી કાયા ક્યાં છે?

પગલી જેની, એનાં મારે
ચરણ જોઈએ ચરણ;
જેની અડતી નજર, થવું છે
એ આંખોનું સ્વપન!
જળમાં જેનાં વમળો એનાં કમળો ક્યાં છે? ક્યાં છે?

જેને સુમિરણ ચિત્ત ચમકતું
એને પૂરા પરશવું;
ચિદાકાશમાં છવાય, તેની
ચંદની થઈ વરસવું!
જેણે દીધી પાંખ, ઊડતું અંબર એનું ક્યાં છે?

ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૪