હાલરડાં/બહુ વા’લો

From Ekatra Wiki
Revision as of 06:03, 4 March 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બહુ વા’લો|}} <poem> પોઢો ને મારા હરિ હાલો હાલો! તું તો રે તારા બા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બહુ વા’લો

પોઢો ને મારા હરિ હાલો હાલો!

તું તો રે તારા બાપને બહુ વા'લો. - પોઢો ને૦
તું તો રે તારી માતાનો લાલ. - પોઢોને૦

મળવાને આવશે વ્રજ તણા બાળા,
તે તો રે લાવશે ફૂલડાંની માળા,
તું તો રે તારા કાકાને બહુ વાલો!-પોઢો ને૦

મળવા રે આવશે ગોકુળની ગોપી,
તે તો રે લાવશે ફૂલડાંની ટોપી,
તું તો રે તારી માતાનો લાલો! – પોઢો ને૦

મળવા આવશે મામો ને મામી,
તે તો રે ભમ્મર તાણી રે'શે સામી,
તું તો રે તારા મામાને બહુ વાલો! - પોઢો ને૦