અંતિમ મૂલ્યવાન બક્ષિસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search



અંતિમ મૂલ્યવાન બક્ષિસ

શ્રી ગોવિંદભાઈ રાવલ

અંતિમ મૂલ્યવાન બક્ષિસ



ગોવિંદભાઈ રાવલ


રચના પ્રતિષ્ઠાન
વિશ્વમંગલમ્
અનેરા : ૩૮૩ ૦૦૧

અંતિમ મૂલ્યવાન બક્ષિસ

(જીમસ્ટોવેલ)

એક અદ્ભુત પુસ્તકની આ વાત છે. આશ્ચર્ય અને આનંદની વાત તો એ છે કે તેના લેખક અંધ છે. પણ આપણી ભાષામાં એ સાચા અર્થમાં પ્રજ્ઞાચક્ષુ પુરુષ છે. અંધ વ્યક્તિઓ માટે નેરેટિવ ટેલિવિઝન નેટવર્કની અદ્ભુત શોધ કરી તેના દ્વારા તે અંધજનોને તો શિક્ષણ આપે જ છે. પણ આપણા જેવા દેખતાઓને તેમણે જે બક્ષિસો આપી સાચા અર્થમાં દેખતા કર્યા છે તે તો વળી ઑર અદ્ભુત છે. આ પુસ્તકમાં એવી ૧૩ બક્ષિસોની વાત છે. શ્રી મનસુખભાઈએ તેનું રૂપાંતર કર્યું છે. જેને ‘વિચારવલોણું’ ને ‘યંગમેન્સે’ મળી છાપ્યું છે. આ પુસ્તક વાંચતાં વાંચતાં તેના વિશે મારા મનમાં જે તે બક્ષિસ વિશે જે મુક્ત ચિંતન ચાલ્યું તેને મેં ત્યાં જ ટપકાવ્યું છે, જે મૂળ પુસ્તક કે તેના ભાવાનુવાદને વાંચવા જરૂર અભિપ્રેરિત કરશે.

વિશ્વમંગલમ્
અનેરા-૩૮૩ ૦૦૧

ગોવિંદભાઈ રાવલ

કિંમત રૂ. ૧૦/-

© સુમતિબહેન રાવલ

પ્રથમ આવૃત્તિ, પ્રત ૧૦૦૦, જુલાઈ ૨૦૦૫
તેવીસમું પુનર્મુદ્રણ પ્રત ૫,૦૦૦, ફેબ્રુઆરી ૨૦૧૮
કુલ પ્રત ૧,૪૨,૦૦૦

પ્રકાશક
રચના પ્રતિષ્ઠાન, વિશ્વમંગલમ્, અનેરા-૩૮૩ ૦૦૧

મુદ્રક
વિવેક જિતેન્દ્ર દેસાઈ
નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૩૮૦ ૦૧૪
ફોન ઃ ૦૭૯-૨૭૫૪૦૬૩૫, ૨૭૫૪૨૬૩૪
E-mail : sales@navajivantrust.org
Website : www.navajivantrust.org

પ્રસ્તાવના

તમે અને હું આ પુસ્તકનાં પાનાંઓની મુસાફરી કરવા જઈ રહ્યા છીએ–કે જે તમારા હાથમાં છે. તમે આપણા પ્રવાસના મારા સહયાત્રી થયા એ માટે હું તમારો આભાર માનું છું. આશા રાખું છું કેતમે જ્યારે અંતિમ મૂલ્યવાન બક્ષિસના છેલ્લા પાને પહોંચશો ત્યારે તમે અત્યારે જે છો તેના કરતાં જરૂર કોઈક જુદા માનવ બની ગયા હશો. જોકે આપણો આ પ્રવાસ પૂરો થશે પણ તમારી નિયતિ જરૂર તમને પૂર્ણત્વની યાત્રાએ પ્રસ્થાન કરાવી દેશે. તમારી આ યાત્રાના સહપંથીઓ જેમ જેમ આ પુસ્તકની યાત્રા કરતા જશે તેમ તેમ તે પણ રોમહર્ષિત થતા જશે. જ્યારે તમે આ યાત્રા પૂરી કરશો ત્યારે તેની પરિણતિ એ હશે કે સ્વયં તમે સંનિષ્ઠ જીવનયાત્રાના પથિક બની ઉદ્દેશ્યપૂર્ણ જીવન જીવી રહ્યા હશો. ન કેવળ તમે જ પણ તમારો પરિવાર અને જેમણે આ યાત્રા કરી હશે તે સૌ મિત્રો, સંબંધીઓ પણ સ્વયં સભર બની તેમના સંપર્કમાં આવતા ને જીવનને ઢસરડો સમજતા લોકોના જીવનને પણ નવી ચેતના પૂરી પાડશે. દોસ્તો, તમારી જીવનયાત્રા સાથે આ મારી જીવનયાત્રાની સંગતિ સાધવા દેવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું.

લિ.
સસ્નેહ
જિમ સ્ટોવેલ

અંતિમ મૂલ્યવાન બક્ષિસ

એક હતા ધનપતિ. તેમણે પોતાનું વીલ-વસિયતનામું બનાવ્યું. પછી તે પોતાના પરમ મિત્ર એક વકીલ પાસે ગયા અને કહ્યું, ‘દોસ્ત, મારા મૃત્યુ પછી મેં આ વીલમાં જેમ લખ્યું છે તેમ અક્ષરશઃ વર્તજે. મેં વીલમાં લખ્યું છે કે છેલ્લો ચુકાદો મારા વકીલમિત્રનો જ રહેશે. એને ન માનનારને મારી મિલકતનો હિસ્સો મળશે નહીં.’ મિત્રે વચન આપ્યું કે ‘દોસ્ત, આપણી જિંદગીભરની દોસ્તી છે. ઘણી તડકીછાંયડી સાથે મળી વેઠી છે. તું મજૂરમાંથી મોટો મૂડીપતિ થયો છે. આ તારી પરસેવાની અને નીતિની કમાઈ છે. એનો પૈસેપૈસો તારી ઇચ્છા મુજબ, તેં વીલમાં લખ્યું હશે તે મુજબ આપવામાં કે વાપરવામાં આવશે. એ માટે તું નિશ્ચિંત રહેજે. ધનપતિએ કહ્યું ‘દોસ્ત મને તારામાં પૂરેપૂરો વિશ્વાસ છે એટલે જ તો આ વીલ તને આપી જાઉં છું” એમ કહી, વીલ આપી એણે વિદાય લીધી. કુદરતને કરવું તે થોડા વખતમાં જ એ મૂડીપતિનો દેહ પડી ગયો. હવે મૃત્યુના પંદર દિવસ પછી વકીલે તેના ધનપતિ મિત્રનાં સગાંવહાલાંને બોલાવ્યાં, અને કહ્યું કે ‘તમારા વડીલ વીલ કરી ગયા છે અને તેના અમલ માટે મને કુલમુખત્યાર બનાવી ગયા છે. એટલે મેં તમને સૌને બોલાવ્યાં છે. આ વીલ સીલબંધ છે. જેમ એમણે આપ્યું તેમ જ મેં મારી તિજોરીમાં મૂકી રાખેલું. તેમાં શું લખ્યું છે તેની મને પણ ખબર નથી એટલે ચાલો હવે હું તમારી રૂબરૂ જ એ વાંચું છું.’ બધાં જ સગાંના મોં પર ભારે ઈંતેજારી હતી કે વડીલે મને કેટલું અને શું આપ્યું હશે? એટલે બધાં જ વીલની વિગતો જાણવા તલપાપડ થઈ ગયાં હતાં. વકીલે વીલ વાંચવું શરૂ કર્યું. વીલમાં નીચે મુજબ લખ્યું હતું. “હું મારા મોટા પુત્રને મારી ઑઇલ મિલ અને ગૅસ કંપની કે જેનું મૂલ્ય ૬૦૦ મિલિયન ડૉલર થાય છે તે આપું છું. પણ એક શરત આ કંપનીમાં તેણે કચારે પણ પગ મૂકવાનો નહીં. કંપનીના જે ડિરેક્ટરો છે તે બધા પ્રામાણિક, મહેનતુ અને વિશ્વાસુ માણસો છે. તેમના કામમાં મારા મોટા દીકરાએ કોઈ દખલ કરવાની નહીં. કારણ કે તે આળસુ છે અને આજ સુધી કોઈ દિવસ તેણે મારા કામમાં રસ લીધો નથી કે મને કાંઈ મદદ કરી નથી. આમ છતાં પિતા તરીકે મારી ફરજ સમજી આ વારસો મેં દર્શાવેલી શરતે આપું છું. જો મારી શરત તેને મંજૂર ન હોય તો મારા વકીલ મિત્ર મારી આ કંપનીઓ ધર્માદામાં આપી દેવી. હવે મારી દીકરીને હું મારું રહેઠાણનું મકાન તથા વાડી વારસામાં આપું છું. તેણે પણ આ બધાના વહીવટથી દૂર જ રહેવાનું. હવે નાના દીકરાને મારા શૅર અને બૉન્ડ આપું છું. પણ તેનો વહીવટ પણ મારા આ વકીલમિત્ર જ કરશે. દીકરાને તો તેની આવક જ આપશે. બીજાં દૂરનાં સગાંઓ ઉપર પણ આ ધનપતિએ લાખો ડૉલરનો વરસાદ વરસાવ્યો. એટલે એ બધાં તો ખુશખુશ થઈ ગયાં હતાં. હા, બે દીકરા અને દીકરીને એટલું દુઃખ રહ્યું કે મિલકત તો બાપે આપી પણ એનો વહીવટ અમને ન આપ્યો. પણ જો એ મંજૂર ન કરે તો બધી જ મિલકત ધર્માદામાં જાય. એટલે ચુમાઈને પણ એમણે વકીલને કહ્યું કે અમને વીલમાં જે લખ્યું છે તે બધું મંજૂર છે. આમ વીલ વંચાઈ જતાં એ બધાં તો ચાલ્યાં ગયાં. પણ ધનપતિનો એક ભત્રીજો જે અત્યાર સુધી મૂંગો બેસી રહ્યો હતો તે લાલચોળ થઈ બોલ્યો, શું આ બુઢ્ઢાએ મને રાતી પાઈ પણ નથી આપી? ત્યારે વકીલે કહ્યું કે ‘હજુ વીલ પૂરું કયાં વંચાયું છે? તું સાંભળ કદાચ તારા માટે કાંઈક હોય પણ ખરું.’ ‘હજુ સુધી તો મારું નામ સુધ્ધાં આવ્યું નથી. પણ તમે કહો છો તો હું બેઠો છું. તમે આગળ વાંચો’ એટલે વકીલે તેની સેક્રેટરીને કહ્યું કે મારા મિત્રે વીલની સાથે આપેલી પેટી લાવ. વકીલે પેટી ખોલી. તેમાં એક કૅસેટ હતી. જે વકીલે ટીવીના સ્ક્રીન ઉપર બતાવવા માંડી. તો સ્ક્રીન ઉપર ભત્રીજાના કરોડપતિ કાકા દેખાયા. તે બોલતા હતા. ‘“મારા વહાલા ભત્રીજા, મારા વીલનો આ બીજો ભાગ આખેઆખો તારા માટે છે. જેમાં મારી અમૂલ્ય બક્ષિસો મેં તને આપી છે. એમાં પણ મારી અંતિમ બક્ષિસ તો સૌથી કીમતી છે. પણ મારી દરેક બક્ષિસ મળ્યા પછી તારે એક મહિનો એ બક્ષિસ મુજબ કામ કરવું પડશે. જો તું એક બક્ષિસને બરાબર પચાવીશ તો જ તને બીજી બક્ષિસ મળશે. જો તારે મારી અંતિમ અને અતિમૂલ્યવાન બક્ષિસ જોઈતી હોય તો તારે દર મહિનાની પહેલી તારીખે મારા વકીલ મિત્ર પાસે આવવું પડશે. મેં તારામાં તણખો જોયો છે. મને લાગે છે કે તું મારી બક્ષિસોને પચાવી દુનિયાનો શ્રેષ્ઠ માનવી બની શકશે.’’ કૅસેટ પૂરી થઈ વકીલે કહ્યું ‘તારા કાકા અદ્ભુત માણસ હતા. તેમણે તેમનાં સંતાનોને નથી આપી એવી અમૂલ્ય બક્ષિસો તારા માટે રાખી છે, પણ એ માટે તારે દર મહિનાની પહેલી તારીખે આવી તારા કાકાની કૅસેટો સાંભળવી પડશે. અને તે મહિના દરમિયાન બક્ષિસોનો કેવો ઉપયોગ તેં કર્યો તેનો અહેવાલ તારે મને આપવો પડશે.’ ભત્રીજાના હાથમાં તો કશું રોકડું મળ્યું નહોતું. તેથી તે નિરાશ તો હતો પણ અંતિમ મૂલ્યવાન ભેટ મેળવવાનો લોભ એને લલચાવતો હતો, તેથી દર મહિને આવી કૅસેટ સાંભળવાની વકીલની વાત તેણે માન્ય રાખી. પછી પહેલી તારીખે આવવાનું જણાવી રજા લીધી. પહેલી તારીખ આવી. એટલે વકીલને ત્યાં આવી હાજર થયો. એટલે વકીલે કૅસેટ મૂકી. સ્ક્રીન ઉપર કાકા દેખાયા. તે કહેતા હતા કે મારા વહાલા ભત્રીજા હું એક ગરીબ માબાપનો દીકરો હતો. પહેરે કપડે મેં ઘર-ગામ છોડેલું. પણ અથાગ મહેનત કરીને, કમાયેલું સાચવીને, અવેરીને, કરકસરપૂર્વક જીવીને હું અબજોપતિ થયો છું. કોઈ લૉટરી લાગી ને હું લખપતિ નથી થયો. પણ પરસેવો પાડીને, શ્રમ કરીને જ હું કમાયો છું. ‘જીવનની ખરી કમાણી સંતોષ છે. અને ખરો સંતોષ શ્રમ કરનારને જ મળે છે.’ માટે તારે મારા વકીલમિત્ર સાથે મારા એક બીજા જૂના મિત્ર પાસે જવાનું છે, અને એક મહિનો તેની સાથે રહી એ સોંપે તે કામ દિલ દઈને કરવાનું છે. ભત્રીજો વકીલની સાથે કાકાના જૂના મિત્રને ત્યાં ગયો. તો ત્યાં તેણે શું જોયું? કાકાના જૂના મિત્ર ૭૫ વર્ષના હતા. પણ ખરા તડકામાં ખાડા ખોદી વાડ કરવા થાંભલા ઊભા કરી રહ્યા હતા. વકીલે તેમને તેમના જૂના મિત્રની વાત કરી. ભત્રીજો તેમને ભળાવ્યો. જૂના મિત્રે કહ્યું તારે મારી સાથે આ વાડ કરવાનું કામ કરવાનું છે. કાકાના વચન ઉપર વિશ્વાસ રાખી ભત્રીજાએ પૂરો એક મહિનો બરાબર મજૂરી કરી, પરસેવો પાડ્યો. મહિનાને અંતે એ વકીલ પાસે આવ્યો. ત્યારે એ શરીરે શામળો અને પાતળો થઈ ગયો હતો. પણ જાણે સંતોષથી ભર્યો ભર્યો લાગતો હતો. શ્રમ કરવાથી તેનામાં આત્મવિશ્વાસ પેદા થયો હતો. જો માણસ ઉત્સાહ અને ખંતથી કામ કરે તો ગમે તેવું અઘરું કામ પણ તે પાર પાડી શકે. જે પોતાનું કામ શ્રમ અને પ્રેમથી કરે છે તેને કદી થાક નથી લાગતો. એ વાતની એને ખાતરી થઈ ગઈ હતી. વકીલે કહ્યું ભત્રીજા તારા કાકાની આ પહેલી ભેટ શ્રમ કરો ને સંતોષ મેળવો તને કેવી લાગી? ભત્રીજાએ કહ્યું ‘વકીલસાહેબ, પહેલા તો મને શ્રમ કરતાં ઘણું કઠિન પડ્યું પણ મન દઈને જેમ કામ કરતો ગયો તેમ મને કામમાંથી જ આનંદ મળવા માંડ્યો. આવો આનંદ મેં આજ લગી મારી જિંદગીમાં માણ્યો નથી. શ્રમ કરી થાકતો ખરો પણ એ થાક મને મીઠો લાગતો અને ભૂખ તો એવી લાગતી કે ખાવા ઉપર તૂટી પડતો. ભોજનનો સ્વાદ પણ ભૂખને કારણે મને ઘણો મીઠો લાગતો. આવો સ્વાદ પહેલાં પકવાન જમતાં પણ મેં માણ્યો નથી. કાકાની પહેલી બક્ષિસ માટે હું એમનો આભાર માનું છું. અને આજે મહિનો પૂરો થયો એટલે મારા કાકાએ મને બીજી કઈ બક્ષિસ આપી છે તે જાણવા હું ઘણો ઇન્તેજાર બની ગયો છું. વકીલે મનોમન પોતાના દિવંગત મિત્રને પ્રણામ કરી બીજી કૅસેટ મૂકી. તો હસતાં હસતાં કાકા બોલી રહ્યા હતા. ભત્રીજા તું મારી પહેલી બક્ષિસથી ખુશ થયો હોઈશ. માટે જ મહિના પછી તું બીજી બક્ષિસ લેવા આવ્યો છે. તો હવે તું મને સાંભળ. દુનિયા આખી ધનની પાછળ પડી છે. ધન જરૂર જોઈએ. જીવનવ્યવહાર તેના વિના ન ચાલે. પણ ‘ધનવાન ધનથી સુખી હોતો નથી તો નિર્બન પણ ધન વિના સુખી હોતો નથી.’ ધનના ખરા મૂલ્યની કિંમત શ્રમ કરનારને જ હોય છે. દિવસ આખો ગરીબ કાળી મજૂરી કરે ત્યારે તેને માંડ રોજનું પેટિયું મળે છે. જ્યારે એથી અનેક ઘણી રકમ ધનવાનો તો પાંચ મિનિટની મોજમાં વેડફી નાખે છે. વધુ પડતું ધન ચિંતા કરાવે છે. પરિવારમાં વિખવાદ કરાવે છે. ચારેક વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. સાથીઓમાં અવિશ્વાસ ઊભો કરે છે. અને ધનને માટે તો મોટી મોટી લડાઈઓ થાય છે. જેને કારણે કેટલી બધી હિંસા થાય છે? ધન તો સાધન છે. તે સારું કામ પણ કરે અને ખરાબ કામ પણ કરે. ધનનો ખરો ઉપયોગ જેમની પાસે ધન નથી એવા ધન વિનાના ભૂખ, રોગ કે ભણતર વિના પીડાતા હોય એવા લોકોને સુખી કરવા માટે કરવો જોઈએ. આજે તને મારા વકીલ મિત્ર ૧૫૦૦ ડૉલર આપશે. આ એક મહિના દરમિયાન જે ખરેખર ધનના અભાવે દુઃખી છે એવા લોકોને સુખી કરવા માટે તું તેનો ઉપયોગ કરજે. વકીલે મિત્રના કહ્યા મુજબ રકમ આપી. ભત્રીજાને વિદાય કર્યો. મહિના પછી ભત્રીજો આવ્યો. તેણે કહ્યું મને ખબર નથી કે મેં યોગ્ય કામમાં કે યોગ્ય વ્યક્તિઓને મદદ કરવામાં રકમ વાપરી છે કે કેમ પણ હું તમને આજે તેનો હિસાબ આપવા આવ્યો છું. એક પાર્કિંગ પ્લૉટમાં ગરીબ છોકરાઓ ગાડીઓ ધોતા હતા પણ તેના વળતરથી તેમનું તે દિવસનું ખાવા જેટલું મળવાનું નહોતું. તેથી મેં તેમને ૨૦૦ ડૉલર આપ્યા. બીજા દિવસે રસ્તા ઉપર એક સાધારણ સ્થિતિની બાઈ રડતી ઊભી હતી. મેં પૂછ્યું, કેમ રડે છે? તો કહે મારી જૂની ગાડીનો હપતો હું સમયસર ભરી શકી નથી. તેથી ગાડીનો મૂળ માલિક ગાડી લઈ ગયો. હવે મારે મારા કામ પર કેમ કરીને જવું? તે સ્થળ ઘણું દૂર છે. વળી એમાંથી વળતર પણ ઘણું ઓછું મળે છે. જેમાંથી હું માત્ર એક ટંક ખાઉં છું, અને અમારી ગાડીમાં ગૅસ પુરાવું છું. મારી દીકરી માંદી છે. તેની દવા પણ મારે કરાવવી છે. પણ હવે હું શું કરીશ? ત્યારે ભત્રીજાએ તેને ૪૦૦ ડૉલર આપ્યા ને તેની ગાડી પાછી અપાવી. બાઈ તેથી ગદ્ગદ થઈ આભાર માની ચાલી ગઈ. વળી એક દિવસ એક સ્ટોરમાં એક બાઈ તેના નાના બાળકને સમજાવતી હતી કે આ વર્ષે નાતાલની રાતે સાન્તાક્લૉઝ તારા માટે રમકડાં નહીં મૂકી જાય કારણ કે તારા પિતાની નોકરી ચાલી ગઈ છે. આ સાંભળી મેં ૩૦૦ ડૉલરનાં રમકડાં તેને ઘેર પહોંચાડ્યાં. એક દવાના સ્ટોરની બહાર એક બહેન બેંચ પર બેસી રડતાં હતાં. મેં પૂછ્યું, શું કારણ છે? કહે, મારા પતિ માંદા છે. હૃદયરોગની ગોળીઓ ખવડાવવી પડે છે. પણ મારી પાસે પૈસા નથી. હવે અમારી ૫૭ વર્ષની જિંદગીનો અંત હું નજીક જોઈ રહી છું. ભત્રીજો કહે મેં તેને ત્રણ મહિનાની ગોળીઓ ખરીદવા ૨૦૦ ડૉલર આપ્યા. એક દિવસ મારી ગાડી સાફ કરાવા હું ગૅરેજ પર ગયો. ત્યાં એક માણસ માથે હાથ દઈ બેઠો હતો. મેં પૂછ્યું, શું વાત છે? કહે, મારી ભંગાર ગાડીનું એન્જિન હવે કામ આપતું નથી. અને નવું એન્જિન ખરીદવા મારી પાસે પૈસા નથી. મેં પૂછ્યું, નવા એન્જિનના કેટલા પૈસા થાય? તેણે કહ્યું, ૭૦૦ ડૉલર. મેં તેને એટલી રકમ આપી દીધી. વકીલે પૂછ્યું, મેં તો તને ૧૫૦૦ ડૉલર આપ્યા હતા. જ્યારે તેં તો ૧૮૦૦ ખરચ્યા? ભત્રીજાએ કહ્યું, મેં ૩૦૦ મારી પાસેથી કાઢ્યા. શું એ ખોટું કર્યું? વકીલે હસીને કહ્યું, ના, ના તેં તારા કાકાના ધનનો તેમની ભાવના મુજબ જ સદુપયોગ કર્યો છે. પણ તેમાં તારા તરફથી ઉમેરીને તો તું કાકાનો સાચો વારસ સાબિત થયો. ‘ધનનો ખરો ઉપયોગ જ આ છે. જે ધનને અભાવે દુઃખી છે તેમને માટે તે વાપરવું.’ ત્રીજે મહિને ભત્રીજાએ પૂછ્યું, વકીલ સાહેબ, તમે મને દર મહિને બોલાવો છો તેના કરતાં મને કહી દો ને કે મને મારા કાકાએ અંતિમ ભેટ શું આપી છે? વકીલે કહ્યું, ના ભાઈ, તારા કાકાનો મને કડક આદેશ છે કે ભત્રીજો મારી સૂચના મુજબ દર મહિને આવી મેં સૂચવ્યા મુજબ દર મહિનાનું કામ બરાબર કરે તે પછી જ તેને અંતિમ બક્ષિસ આપવી. એટલે હવે તારે શું કરવું તે તું જ નક્કી કર. ભત્રીજો કહે મારે કાકાની ઇચ્છાને જરૂર માનવી જોઈએ. હવે મને તેમની ત્રીજી બક્ષિસની કૅસેટ સંભળાવો. વકીલે કૅસેટ મૂકી. કાકા બોલી રહ્યા હતા. ભત્રીજા, સાચો મિત્ર કોણ તે તું જાણે છે? જેની સાથે ખાણી- પીણીની મોજ માણો એ મિત્ર ન કહેવાય. હું મારા જીવનનો એક પ્રસંગ કહું તે સાંભળ. મારી એક કિડની ફેઇલ ગઈ. ડૉક્ટરે કિડની દાતા શોધી લાવવા કહ્યું. ત્યારે હું મૂંઝાયો. ત્યારે મારા આ વકીલમિત્રે કહ્યું, તમે શું કામ મૂંઝાઓ છો? હું થોડા દિવસમાં કિડની દાતા શોધી લાવું છું. પણ એ જમાનામાં કિડની દાતા કોઈ મળતા નહોતા. થોડા દિવસમાં આ વકીલમિત્રે આવી કહ્યું કે દાતા મળી ગયા છે. પણ તેમની એક શરત છે કે આ દાન મેં કર્યું તેવી કોઈને પણ જાણ ન કરવી. મારું ઑપરેશન થયું. કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગઈ. ત્યારે હું ૪૮ વર્ષનો હતો. હું ૭૫ વર્ષ જીવ્યો. હવે આજે એ રહસ્ય મારે માત્ર તને જ કહેવું છે કે કિડની દાતા હતા આ મારા વકીલમિત્ર, જે તને મારી અંતિમ બક્ષિસ આપવાના છે. ભત્રીજો તો વિસ્ફારિત નેત્રે વકીલને જોઈ જ રહ્યો. વકીલે કહ્યું, તારી પાસે મિલકત જોઈને તાલી મિત્રો તો ઘણા થશે. પણ તારા દુઃખમાં તારી પડખે રહે એવા મિત્રો મેળવવા દુષ્કર છે. તારે આ ત્રીસ દિવસમાં સાચી મૈત્રીનો મર્મ સમજવાનો છે. ભત્રીજા, સાચી મૈત્રી કેળવ્યા વિના જીવનમાં પોતાના અસ્તિત્વની ગુણાત્મક્તા પારખી શકાતી નથી. ભત્રીજાને સાચો મિત્ર કોણ અને કેવી રીતે પારખી શકાય તેની મૂંઝવણ થઈ ગઈ. આખો મહિનો તે વિચાર કરતો રહ્યો. ત્યારે તેને તેના કાકાના જૂના મિત્રે થાંભલાના ખાડા ખોદતાંખોદતાં કહેલો પ્રસંગ યાદ આવ્યો. વર્ષો પહેલાંની વાત. કાકાને તેમના એ જૂના દોસ્ત ઢોર ઉછેરવાનો ધંધો સાથે, ભાગમાં કરતા. પણ મિત્ર અનુભવી નહીં તેથી કાકા તેનાં ઢોરોનું પણ ધ્યાન રાખતા. વર્ષને અંતે ઢોરોની ગણતરી થઈ ત્યારે કાકાના મિત્રનાં ઢોર ૫૦ વધારે થયાં. તેને નવાઈ લાગી. પણ પછી તેને સમજાઈ ગયું કે આ પરાક્રમ મારા દોસ્તનું જ છે. હું અનુભવહીન અને મારાં ઢોર ઓછાં થાય તો હું નિરાશ થઈ ધંધો ગુમાવી ન બેસું તે માટે તારા કાકાએ જ તેમનાં ઢોર મારા વાડામાં સરકાવી દીધેલાં. મિત્રની ભીડ સમજે તે સાચો મિત્ર. મને પણ આ ટૂંકા ગાળામાં અનુભવ થયો કે મેં જે ભાઈને ગાડીનું નવું એન્જિન નંખાવી આપ્યું તે મારો મિત્ર બની ગયો છે. અને મને વિશ્વાસ છે કે અમારા બેની મૈત્રી તમારી અને પેલા જૂના મિત્રની મારા કાકા સાથે હતી એવી જ બની રહેશે. વકીલે કહ્યું, વ્હાલા ભત્રીજા, તેં જીવનભર ટકી રહે તેવી મૈત્રીનું શિક્ષણ લીધું છે. યાદ રાખજે કે ખરી શ્રીમંતાઈ મૈત્રીમાં છે, નહીં કે સોનામાં કે ધનમાં. ચાલ હવે જોઈએ કે તારા કાકાએ તને ચોથી બક્ષિસ શું આપી છે? વકીલે કૅસેટ મૂકી. કાકા કહે, આજે હું તને મારી બક્ષિસનો ભાગ આપું છું તે છે જ્ઞાનવિદ્યા. હું તો તારી જેમ યુનિવર્સિટીમાં ભણ્યો નથી. જોકે મને તો આ કૉલેજો છોકરાંને આળસુ બનાવવાનાં કારખાનાં જેવી લાગે છે. અથવા શ્રીમંતોનાં છોકરાંને રમી ખાવાનાં મેદાન જેવી લાગે છે. ખરું શિક્ષણ તો ‘જીવન’ આપે છે. એનાથી મોટો શિક્ષક બીજો નથી. કાલે તને મારા વકીલમિત્ર જ્યાં લઈ જાય ત્યાં જજે. અને જોજે કે ત્યાંથી તને કાંઈ શિક્ષણ મળે છે કે કેમ? વકીલ ભત્રીજાને દૂરના અંતરિયાળ વિસ્તારમાં લઈ ગયા. જ્યાં કેટલાંક જર્જરિત મકાનો હતાં. એક મકાન ઉપર તેના કાકાનું નામ હતું. તે લાઇબ્રેરી હતી. પણ લાઇબ્રેરીમાં એકે પુસ્તક નહોતું. પૂછ્યું તો ગ્રંથપાલબહેને કહ્યું કે તમારા કાકા કહેતા પુસ્તકો કબાટમાં શોભા માટે રાખવાનાં નથી. દૂરદૂરનાં ગામોમાં જાઓ. ઘેરેઘેર ફરો ને પુસ્તકો વાંચવા આપો. વકીલે કહ્યું કે તારે અહીં મહિનો રહેવાનું છે અને આ બહેનને તેમના કામમાં મદદ કરવાની છે. મહિનાને અંતે ભત્રીજો પાછો આવ્યો ત્યારે વકીલે પૂછ્યું તને વિદ્યાપ્રાપ્તિની ચાવી મળી? હા, મેં જોયું કે લોકો સૂર્યોદય પહેલાં ઊઠી કામે ચડી જાય છે. એ કામ તો કરે છે પણ પાછા લાઇબ્રેરીમાં પુસ્તકો આપવા અને લેવા પણ આવતા રહે છે. મને આમાંથી સમજાયું કે સાચી વિદ્યા મેળવવા માટે પ્રબળ ઇચ્છા-શક્તિ જોઈએ. વળી, તેની સાથે વિદ્યાપ્રાપ્તિની ભૂખ પણ હોવી જોઈએ. જિજ્ઞાસા, વાચન, ચિંતન, નિરીક્ષણ, અનુભવ, કામ, વગેરેમાંથી જ સાચું શિક્ષણ મળે છે. આમ ભત્રીજાને વિદ્યાપ્રાપ્તિની ચાવીઓ જડી ગઈ. તેને સમજાયું કે વિદ્યાપ્રાપ્તિ એ એક યાત્રા છે. તમે જેમ જેમ યાત્રામાં આગળ વધતા જાઓ તેમ તેમ ક્ષિતિજની જેમ જ્ઞાનની મંજિલ વિસ્તરતી જતી જોવા મળે છે. કબરમાં સૂતાં સૂતાં કાકા ભત્રીજાની જિંદગી પલટી રહ્યા હતા. ભત્રીજો પણ કાકાની નવી નવી બક્ષિસોથી પરિપકવ થતો જતો હતો. મહિનો પૂરો થયો એટલે ભત્રીજો હાજર થઈ ગયો. વકીલે કૅસેટ મૂકી. કાકા બોલી રહ્યા હતા. ભત્રીજા, જીવન અનેક વિસંગતિઓથી ભરેલું છે. જેમ જેમ જીવતા જાઓ તેમ તેમ વિરોધાભાસો આપણને મૂંઝવી નાખતા આવીને ખડા થઈ જતા હોય છે. પરંતુ તમે જો રસપૂર્વક જીવતા રહો, સંશોધન કરતા રહો તો તમે જોશો કે ગૂંચવાડા ચમત્કારિક રીતે આપોઆપ ઊકલી પણ જતા હોય છે. મારી આ બધી બક્ષિસો દ્વારા હું તને શીખવવા માગું છું કે માણસ જો તેના જીવનમાં ખડા થતા સંઘર્ષ અને સમસ્યાઓનો હિંમતપૂર્વક સામનો કરે તો તે પડકાર તેને હરાવતો નથી, પણ તેને વધુ મજબૂત બનાવે છે. જો આપણે નાની નાની સમસ્યાઓને ઢાંકી રાખવાની ભૂલ કરીએ તો મોટી સમસ્યાઓ આવીને જીવનને બરબાદ કરી નાંખે છે. ભવિષ્યની જીતનો આધાર આજની સમસ્યાઓનો તમે કેવી રીતે સામનો કરો છો તેના ઉપર અવલંબે છે. સમસ્યાઓના અનુભવમાંથી વિવેક અને નિર્ણયની શક્તિ પ્રગટતી હોય છે. એના બળે તમે પડકારોને પહોંચી વળી શકો અને એમ કરવાથી જીવન વધુ મજબૂત બને છે. હવે આ મહિને તારે કરવાનું કામ શું છે તે કહું. તારે એક બાળક, એક યુવાન, એક પ્રૌઢ અને એક વૃદ્ધ એમ ચાર જણને મળવું. દરેકની સમસ્યા સમજવી. એમાંથી તું શું શીખ્યો તેની વાત તારે મહિનાને અંતે આવી વકીલકાકાને કરવી. સમસ્યા ઊભી થાય છે ત્યારે તે આપણે કેમ વ્યવહાર કરવો તે શીખવે છે. એમ કરીને આપણે આપણા જીવન પર પ્રભુત્વ મેળવી શકીએ છીએ. માટે જાગ્રત રહી સમસ્યાને હલ કરવા કોશિશ કરવી. મહિનાને અંતે ભત્રીજો આવ્યો. તેણે તેનો અનુભવ કહેવા માંડ્યો. પહેલા પંદર દિવસમાં તો તેને કોઈ ન મળ્યું. તેથી તે નિરાશ થઈ ગયો. એક દિવસ એ બાગમાં ગયો. ત્યાં બાંકડા પર એક બહેન બેઠાં હતાં. તે હીંચકે ઝૂલતી બાળાને જોઈ રાજી રાજી થતાં હતાં. મેં પૂછ્યું આ છોકરી તમારી દીકરી છે? તેમણે કહ્યું ના, હું તો હૉસ્પિટલની નર્સ છું. તેને કૅન્સર છે. આ છોકરી પર ઘણાંબધાં ઑપરેશન થયાં છે. તેમ છતાં તે કેવી ખિલખિલાટ હસે છે અને આનંદ લૂંટે છે? મેં નક્કી કર્યું કે આ બાળકી સાથે હૉસ્પિટલમાં રહેવું. મેં જોયું કે આ સાત વર્ષની બાળકીમાં કેટલી તો હિંમત છે અને તેની સાથે જીવનનો આનંદ લૂંટવાની પણ શક્તિ છે? હૉસ્પિટલમાં સૌને તે હસતાં રાખે છે અને આનંદ આપે છે. બધાંનાં દિલ એણે જીતી લીધાં છે. એ જ અઠવાડિયામાં એક પ્રૌઢ માણસને મેં લોકોની ગાડીઓ ધોતો જોયો. મેં પૂછ્યું તમને આવું કામ કરવું ગમે છે? તેણે કહ્યું મંદીમાં મારી નોકરી ચાલી ગઈ. બચત બધી વપરાઈ ગઈ. મારે ત્રણ સંતાનો છે. કાંઈક કામ તો કરવું પડે ને? પછી તેણે હસીને કહ્યું, નોકરી જતાં એક મોટો ફાયદો થયો. હું હવે મારા કુટુંબને વધુ સમય આપી શકુ છું. મારાં સંતાનોને શ્રમનું અને પૈસાનું મૂલ્ય સમજાવું છું. એક વાર ઘરમાં ખાવામાં માત્ર ઓટમીલ જ હતી. ત્યારે મારી પત્નીએ બાળકોને કહ્યું કે આપણા દેશના ઘણા મોટા માણસો ઓટમીલ ખાઈને જ અગ્રેસર થયા હતા. છોકરાં પણ કહે મા, તું ચિંતા ન કરીશ. અમે પણ ઓટ- મીલ પર દિવસ ગુજારી લઈશું. અને તને પણ ઘરકામમાં મદદ કરીશું. આ રીતે અમે પતિપત્ની અમારાં બાળકોને સુંદર શિક્ષણ આપીએ છીએ. તમારી પરિસ્થિતિ જોઈને મને દિલગીરી થાય છે. એમ કહી મેં તેને થોડા પૈસા આપવા માંડ્યા. ત્યારે તેણે હસીને તે લેવાની ના પાડી અને કહ્યું અરે, હું તો કેવો નસીબદાર માણસ છું કે મારે કોઈની સોદાબાજી નથી કરવી પડતી! મને થયું આ માણસ સાથે સબંધ રાખવા જેવો છે. એક દિવસ હું સ્મશાન ગૃહ પાસેથી પસાર થતો હતો. ઘણાબધા માણસો એકત્ર થયેલા હતા. એટલે મેં પૂછ્યું કે આ કોણ મોટા માણસ ગુજરી ગયા? ત્યારે એક વૃદ્ધે મને કહ્યું કે ના, ના આ કોઈ મોટી હસ્તી નહોતી. પણ તે એક શિક્ષિકા હતી. તેના પ્રેમથી પોષાયેલા તેના આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેની સ્મશાન યાત્રામાં આવ્યા છે. મને ગર્વ છે કે એ મારી પત્ની હતી. એણે મને પણ ઘણું સુખ આપ્યું છે અને જીવનના માઠા દિવસોમાં મને સથવારો આપ્યો છે. તેની આંખો ભીની થઈ પછી મારે ખભે હાથ દઈને મને કહે, કંઈ કામ હોય તો મને જરૂર જણાવજો. વકીલે પૂછ્યું કોઈ યુવાનની સમસ્યા જાણવા મળી? ભત્રીજાએ કહ્યું, હું ઘણા યુવાનોને મળ્યો પણ કોઈ યુવાન પોતાની સમસ્યાઓમાંથી મારી જેમ શિક્ષણ મેળવતો મને ન જોવા મળ્યો. વકીલે કહ્યું, ભાઈ તું જ એ યુવાન છે જેને તું મળી ચૂકયો છે. એટલે સમસ્યાઓમાંથી લોકો સ્વયં કેવું શીખે છે તે તું હવે સમજી ગયો હોઈશ. સમસ્યા એ પણ બક્ષિસ છે. એ આપણને આપણી જાતને ઓળખવામાં અને આપણી શક્તિઓને પિછાનવામાં મદદરૂપ બનતી હોય છે, જો આપણે જાગૃત હોઈએ તોપણ લોકો આવી જાગૃતિ ધરાવતા નથી. તેમને તેમની સમસ્યાઓ ભાંગી નાખે છે. તેઓ આત્મવિશ્વાસ ગુમાવી રડતા રહે છે અને કચારેક જિંદગીથી હાથ ધોઈ આપઘાત પણ કરી બેસતા હોય છે. આમ કરતાં છઠ્ઠો મહિનો આવી પહોંચ્યો. કૅસેટ શરૂ થઈ. કાકા બોલી રહ્યા હતાઃ મારા વહાલા ભત્રીજા, આપણા દેશમાં કુટુંબ- પરિવારનું જીવન ઘણું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કુટુંબજીવનનો પાયો છે. પ્રેમ. કુટુંબનો દરેક સભ્ય પોતાનો વિચાર છોડી બીજા સભ્યોને કેમ મદદરૂપ થવું એવું વિચારે તો જ કુટુંબ ટકી શકે. આપણે એવા સ્વાર્થી હોઈએ છીએ કે બીજા પ્રત્યેની આવી આપણી ફરજ બજાવવાને બદલે બીજા આપણને શું આપે છે તેનો જ વિચાર કરીએ છીએ. આપણે પોતાનો વિચાર કર્યા કરવાને બદલે અન્યને માટે ઘસાતાં શીખીશું ત્યારે જ બીજાનો પ્રેમ પામી શકીશું. અને એમ પ્રેમ પામીને આપણે આપણા જીવનની સભરતાનો અનુભવ પામી શકીશું. માત્ર લોહીના સંબંધનું જ કુટુંબ નથી હોતું. તે વિના પણ પરિવાર બની શકે છે. એવા એક પરિવારની મુલાકાતે તને વકીલકાકાનો ડ્રાઇવર લઈ જશે. બીજે દિવસે ડ્રાઇવર ભત્રીજાને લઈ ઊપડ્યો. દૂર જંગલમાં એક જગ્યાએ આવી તે ઊભા રહ્યા. તે સ્થળે એક બોર્ડ હતું. તેના પર ભત્રીજાના કરોડપતિ કાકાનું નામ- ‘સ્ટીવન્સ હોમ ફૉર બૉયઝ’ લખેલું હતું. ડ્રાઇવરને જોતાં જ હૉસ્ટેલનાં છોકરાં તેને વળગી પડ્યાં. તે બધાંને તેણે પ્રેમથી પંપાળ્યાં. અને કહ્યું જુઓ આ છે તમારા નવા ગૃહપતિ. તે એક મહિના માટે તમારી સાથે રહેશે. કારણકે તમારા ગૃહપતિ એક મહિના માટે રજા ઉપર ગયા છે. બાળકોએ નવા ગૃહપતિને વધાવ્યા, બધાં સાથે મળી ભોજન માટે ભગવાનનો આભાર માની સાથે જમ્યાં. પછી ડ્રાઇવરે જવા માટે રજા માગી ત્યારે ભત્રીજાએ કહ્યું, આ બાળકો તમને કેવી રીતે ઓળખે છે? ત્યારે ડ્રાઇવરે કહ્યું, એક વખત આ હૉસ્ટેલમાં હું પણ બાળક તરીકે દાખલ થયેલો, કારણ કે મારાં મા-બાપ ગુજરી ગયાં હતાં. તમારા કાકા પાસેથી હું ઘણું ઘણું શીખ્યો છું. મને જ્યારે જ્યારે વખત મળે છે ત્યારે હું અહીં આ બાળકો સાથે આવી રહું છું. કારણ કે આ જ મારો પરિવાર છે. આ બાળકો મને ચાહે છે અને હું પણ તેમને ખૂબ ચાહુ છું. તમે પણ આ બાળકોને પ્રેમ આપજો. અને જો જો કે આ બાળકો તમને પણ કેટલો બધો પ્રેમ આપે છે? મહિના પછી વકીલ ને ડ્રાઇવર ભત્રીજાને લેવા આવી પહોંચ્યા. ભત્રીજો મહિનામાં તો આ બાળકો સાથે એવો હળી ગયો હતો કે એને બાળકોથી છૂટા પડતાં ખૂબ જ દુઃખ થયું. તેની આંખો ભરાઈ આવી. બાળકો પણ રડતાં હતાં. ભત્રીજાએ કહ્યું, વકીલકાકા આ બાળકોને તેમનો પરિવાર નથી. પણ તેમણે આ એક જ મહિનામાં મને ખાતરી કરાવી દીધી છે કે પરિવાર કેવો હોય? આ બાળકોએ મને જે પ્રેમ આપ્યો છે તેને હું કદીયે ભૂલી શકીશ નહીં. હું પણ આ પરિવારનો હવે એક સભ્ય બની ગયો છું. વકીલને પણ આશ્ચર્ય થયું કે તેના મિત્ર સ્ટીવન્સન મૃત્યુ પછી પણ પોતાના ભત્રીજાનું કેવું ઉત્તમ શિક્ષણ કરી રહ્યા છે? તેણે પોતે કરેલી વકીલાતના દિવસોની યાદ આવી ગઈ. તે નવો સવો વકીલ થયો હતો. ત્યાં એક દિવસ એક ભાઈ આવ્યા. તેણે કહ્યું, મારું નામ સ્ટીવન્સન. હું એક મોટા ઢોરવાડાનો અને એક ઑઇલ મિલનો માલિક બનવા માગુ છું. તમે મારા વકીલ બનશો? વકીલને આ પહેલો અસીલ મળ્યો હતો. એટલે એણે એને વધાવી લીધો અને ભવિષ્યમાં તો બંને દિલોજાન દોસ્ત બની ગયા. ત્યાં તો સાતમો મહિનો આવી પહોંચ્યો. ભત્રીજો જેસન હાજર થયો. કૅસેટ મૂકી, જેસન હજુ તો તું અડધે જ પહોંચ્યો છે. થાકી પડ્યો તો નથી ને? થાકી ગયો હોય તો માંડી વાળ પણ યાદ રાખજે તું મારી અંતિમ ભેટથી વંચિત રહી જઈશ. પણ જેસન તો તૈયાર જ હતો. એટલે કાકાએ આગળ ચલાવ્યું. આજે હું તને મારી સાતમી ભેટ આપું છું. તે છે હાસ્યની બક્ષિસ. હાસ્ય ન હોય તો જીવન રણ જેવું સૂકું બની જાય. પણ હાસ્ય એટલે રમૂજી ટુચકા કહેવા કે સાંભળવા એવું નહીં. પણ જીવનની ગંભીર બાબતો વચ્ચે પણ હસી લેવાની શક્તિ કેળવી હોય તો જીવન બોઝ ન બની જાય. જો તમારી પાસે હાસ્યની બક્ષિસ હોય તો તમે બધી જ પરિસ્થિતિમાં સારી-માઠી જેવી આવી પડે તેવી પરિસ્થિતિમાં હાસ્યની કળા વડે તાજામાજા રહી શકો. એટલે જેને જીવનના બોજ નીચે દબાઈ ન જવું હોય, દુઃખમાંથી બહાર નીકળી આવવું હોય તો તેણે હંમેશ હસતા રહેવું જોઈએ. આ એક ઉત્તમ બક્ષિસ છે. જે હું તને આપું છું. હવે તું એક મહિનો ફર. અને જો કે જેની પાસે હાસ્યની શક્તિ છે તેવા લોકો પોતાની મુશ્કેલીઓને કેવી હસીખુશીથી પથરાને લમાં પલટી નાખે છે? મહિનો પૂરો થયો ત્યારે જેસન એક માણસને લઈ વકીલની ઑફિસમાં દાખલ થયો. તે ભાઈનું નામ ડેવિડ હતું. તેમના હાથમાં લાકડી હતી અને આંખ ઉપર કાળાં ચશ્માં. તેણે ઓરડામાં પ્રવેશતાં જ કહ્યું, વાહ, સરસ ઑફિસ છે ને શું? વકીલે તેની સાથે હાથ મિલાવ્યા તો તેણે હસ્તધૂનન કરતાં કહ્યું, ઘણો વખત થયો આપણને મળ્યાને નહીં વારુ? વકીલને આ રમૂજની ખબર થોડી પળ વીત્યા પછી સમજાઈ. વકીલને ખબર પડી કે ડેવિડ અંધ છે પણ મજાકી છે. એ હંમેશ હસતો રહે છે. એને પૂછ્યું તમે આવો ગુણ કેવી રીતે કેળવ્યો? ડેવિડે કહ્યું, મેં વિચાર્યું કે મારે અંધાપો તો વેઠવાનો છે જ તો પછી ભલા રોઈને શું કામ વેઠું? હસીખુશીથી કેમ ન જીવું? હસતા રહેવાથી, ખુશ રહેવાથી મને મારા અંધાપાનો કોઈ બોજ લાગતો નથી. તેણે જતાં જતાં વકીલને કહ્યું, વકીલસાહેબ તમારી ટાઈ ખૂબ સુંદર છે ને શું? વકીલે ડેવિડની રમૂજથી રાજી થઈ તેને હસ્તધૂનન કરી વિદાય આપી. ભત્રીજાને સમજાયું કે હાસ્ય કેવળ સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ આત્મા માટે પણ ઉત્તમ દવા છે. અને આપણી દુનિયામાં આ દવાની ખાસી જરૂર છે. હવે આઠમો મહિનો આવ્યો. કાકા કહી રહ્યા હતા ભત્રીજા તું સ્વપ્નાં સેવતાં શીખ. સ્વપ્નાં જોવાં એટલે હવાઈ કિન્ના બાંધવા એમ નહીં પણ જીવનમાં જે પ્રાપ્ત કરવું હોય તેને માટે યોજના કરી કામે લાગવું. હું આપણા દેશનો મોટો મૂડીપતિ થઈ શકયો તેનું કારણ મેં સ્વપ્નાં સેવી તેને સાચાં કરવા સખત મહેનત કરી. સ્વપ્નાં જેમ સાકાર થતાં જાય તેમ તેને વિસ્તૃત પણ કરતા જવું જોઈએ. બીજી વાત એ છે કે સ્વપ્નાં આપણાં હોવાં જોઈએ. ઉધાર સ્વપ્નાં ન લેવાં. યાદ રાખજે. ‘સ્વપ્નાં કરતાં સ્વપ્નાંનો જોનાર વધુ મહત્ત્વનો છે.’ ભત્રીજો મહિનો પૂરા થતાં વકીલ પાસે આવ્યો. તેણે કહ્યું, હું તો વગર વિચારે જેમ જિવાય તેમ જીવ્યે જતો હતો, ઘસાડાયે જતો હતો. પણ કાકાની કૅસેટ સાંભળી મેં સ્વપ્ન સેવ્યું છે કે મારે ગરીબ લોકોનાં જીવન સારાં કરવા માટે જીવવું. કાકા કહે, ભત્રીજા આ તારું સ્વપ્નું ઘણું સુંદર છે. પણ હવે તું તારા લક્ષ્યને પહોંચવા સતત મંડ્યો રહેજે. તારા કાકાની જેમ. આપણે નિષ્ફળ પણ જઈએ પણ તેથી નાસીપાસ થઈ સ્વપ્નાં સેવવાનું માંડી ન વાળીએ. સ્વપ્ન આપણા મનમાં કે મગજમાં જન્મે છે. પણ જ્યારે તે સફળ નીવડે છે ત્યારે તેનો લાભ કેટલાય લોકોને મળે છે. પક્ષીની જેમ આકાશમાં ઊડવાનું સ્વપ્ન સેવનાર માણસને કારણે જ આપણે સૌ હવાઈ સફર કરવાનો આનંદ માણી શકીએ છીએ ને? આ તારા વકીલકાકા આજે આપણા દેશના સૌથી મોટા વકીલ છે. પણ હું એવો ચારે બની શક્યો? ૫૦ વર્ષ ઉપર વકીલ બનવાનું સ્વપ્ન સેવી લગાતાર મહેનત કરતો રહ્યો ત્યારે આજે શિખરે પહોંચ્યો છું. હવે નવમો મહિનો શરૂ થયો. ભત્રીજો ઘણો ઘણો બદલાઈ ચૂકયો હતો. એનું વર્તન, વ્યવહાર, રીતભાત, બોલચાલ બધાંમાં જ આશ્ચર્યજનક પરિવર્તન આવી ગયું હતું. વકીલકાકા આ જોઈ પોતાના સદ્ગત મિત્રની આવી હેરતભરી યુક્તિ ઉપર ફિદા ફિદા થઈ જતા હતા. હવે આ મહિને કાકા શું કહે છે તે સાંભળવા ભત્રીજાની સાથે વકીલકાકા પણ આતુર હતા. કૅસેટ શરૂ થઈ. કાકા બોલી રહ્યા હતા. તું સ્વનું મૂલ્ય સમજી સ્વપ્નાં સેવતો થયો તે તો સારું જ છે, પણ આજની નવી બક્ષિસ એથી પણ વધુ મહત્ત્વની છે. શું? ‘તમારે વધુ જોઈએ છે? તો આપવામાં ચારેય કંજૂસ ન બનશો.’ જેમ આપશો તેમ વધુ ને વધુ લાભશો. માટે આપવામાં કદી પાછા ન પડશો. વધુ મેળવવાનો આ એક ઉત્તમ માર્ગ છે. પણ તમે શું આપશો? ખરેખર જે તમારું છે તે આપો. તારી પાસે ખરેખર કાંઈ છે? સંશોધન કર. બીજાનું આપેલું બીજાને પધરાવી દેવાથી તમે નહીં પામી શકો. તમારું જ બીજાને આપો. આ બક્ષિસ એક બંધ તાળાની ચાવી છે. તું જાતે ચાવી શોધી શકીશ તો તને જે ખજાનો મળશે તેનાથી તું આનંદિવભોર બની જઈશ. કારણ કે તું કદી ન ખૂટે એવા ખજાનાનો માલિક બની ગયો હોઈશ. ભત્રીજો મૂંઝાયો. મારી પાસે મારા કાકાનું આપેલું જ બધું છે. મારું પોતાનું કહી શકાય એવું તો શું છે કે જે હું બીજાને આપવાનો આનંદ માણી શકું? એ આખો મહિનો એનો વિચાર કરતો જ રહ્યો. વકીલે કહ્યું, તારા કાકા તારી શક્તિ કરતાં વધુ મોટું કામ તો તને ન જ આપે. માટે તું વિચાર કરી આ મહિનામાં તેં તારું શું શું કોને આપ્યું, તેનો અહેવાલ મને આવીને આપજે. મહિનાને અંતે ભત્રીજો આવ્યો. તેણે કહ્યું, વકીલકાકા મેં કાંઈ બહુ મોટી ધાડ તો નથી મારી. આ મહિનામાં મેં નાનાં નાનાં, મારાથી થાય તેવાં કામ કર્યાં છે. એક વૃદ્ધ દંપતીને તેમની ગાડી પાર્ક કરવા જગા મળતી નહોતી. ત્યારે મેં મારી ગાડી પાર્કિંગમાંથી કાઢી તેમને જગા આપી. ત્યારે તેમની આંખોમાં જે ભાવ હતો તે જોઈ મારું હૈયું ભર્યું ભર્યું થઈ ગયું. ધોધમાર વરસાદમાં છત્રી વિના પલળી જઈ થથરતી એક સ્ત્રીને મેં મારી છત્રી ઓઢાડી, મેં પલળતા રહી તેને ઘર ભેગી કરી. ત્યારે જેમ મારાં પલળેલાં કપડાં ટપકતાં હતાં તેમ તેની આંખમાંથી આંસુ ટપકતાં હતાં. તેણે જે ઉષ્માથી મારું હસ્તધૂનન કર્યું એથી વગર સઘડીએ મારી ઠંડી ઊડી ગઈ. અને મેં સુખદ ઉષ્માનો અવર્ણનીય અનુભવ અનુભવ્યો. એક દરદીને લોહીની જરૂર હતી તો મેં રક્તદાન કર્યું. એક વૃદ્ધ સ્ત્રી તેનો ખરીદેલો સામાન ઊંચકીને ચાલી શકતી નહોતી. તો મેં તે ઊંચકી લીધો. અને તેની સાથે ચાલી તેની ગાડીમાં મૂકી આપ્યો. અંધોના આશ્રમમાં જઈ તેમને તેમનાં પુસ્તક વાંચી સંભળાવ્યાં. પડોશીને અગવડ હતી તો તેમનાં નાનાં બાળકોને સંભાળી તેમને બહાર જવાની અનુકૂળતા કરી આપી. મિત્રોને કાવ્યો લખી મોકલી મારી ઊર્મિઓ તેમના લગી પહોંચાડી આમ હું કોઈ મોટું કામ તો નથી કરી શકયો, કે કાંઈ મારું કહી શકાય એવું પણ નથી આપી શકયો, પણ આવાં નાનાં નાનાં કામ કરી મને લાગ્યું કે આ શરીરથી થઈ શકે એવું અને મારા હૃદયથી દઈ શકાય એવું દઈ બીજાના ખપમાં અવાય એવાં થોડાંક કામ કરી મેં આપવાનો આનંદ લૂંટ્યો છે. આ સાંભળી રાજી રાજી થતાં વકીલે કહ્યું, વહાલા ભત્રીજા, લક્ષાધિપતિઓ તો એમના પાસે જે વધુ પડતું ધન છે તેનું કીર્તિ માટે દાન કરી, પોતે આપ્યાનો અહમ્ પોષતા હોય છે. એમાં એમણે એમનું તો શું આપ્યું? એમણે કમાયેલું ધન જે બીજા પાસેથી મળેલું તે જ આપ્યું કહેવાય. જ્યારે તેં આપ્યું તે ખરેખર તારું જે હતું તે આપ્યું છે. યાદ રાખજે આવાં નાનાં નાનાં કામનું જ ઘણું મોટું મૂલ્ય છે. જે તેને માટે તો એ નાનું કામ જ તે ક્ષણે તેમને માટે સૌથી મોટું કામ હોય છે. અને જે એને કરી દે છે તે તેમને કોઈ દેવદૂત જેવો લાગતો હોય છે. આ તો તેં એવું આપ્યું કે એથી લેનાર સભર બન્યા અને તેં જે આપ્યું તેથી તારું તો કશું ઓછું ન જ થયું બલ્કે તારા હૃદયના ખજાનામાં કેટલો બધો વધારો થયો? ‘લેનાર ને આપનાર બંને જણા ધરાઈ જાય એવું અપાય ત્યારે જ ખરું આપ્યું કહેવાય.’ આપણે આપણા જીવનમાં ખરેખર વધુ મેળવવું હોય તો બીજાને છૂટે હાથે આપો. વાહ, ૨૯ દિવસનો તારો હિસાબ તો સરસ મળ્યો પણ આજે ત્રીસમા દિવસનો હિસાબ શો છે? આજે ખાસ તમારે માટે અને તમારાં સેક્રેટરી બહેન માટે હું જાતે શેકીને બિસ્કિટ લાવ્યો છું. બંને જણાં બિસ્કિટ ખાતાં રાજી થતાં કહે, વાહ બિસ્કિટ તો સરસ શેકાયાં છે. પણ જોજે આમ તારાં સ્વપ્નોને તું શેકી ન નાખતો અને ત્રણે જણાં બિસ્કિટ ખાતાં ખાતાં હસી પડ્યાં. બક્ષિસ શું છે? એ મોટી છે? મોંધી છે? એનું કાંઈ જ મૂલ્ય નથી. અમસ્તુ એક મઘમઘતું ફૂલ આપીને પણ તમે સામાના અંતરમાં એવી ફોરમ પમરાવી દો કે તે પાછી તમારા અંતરને પણ પમરાવી દે. અરે, એક મધુર સ્મિત આપીને પણ તમે સામાને કેટકેટલું આપી શકો છો? અને વળતું એનું સ્મિત પણ તમને પણ કેવા તરબતર કરી દેતું હોય છે? આપણી પાસે કેટકેટલું આપવા લાયક છે? પણ આપણા આ ખજાનાની આપણને ખબર જ ક્યાં છે? જેને આવો ખજાનો મળી ગયો એનું જીવન તો ભર્યું ભર્યું બની જાય પણ પોતાનો ખજાનો લૂંટાવીને એ કેટકેટલાને ન્યાલ કરી દઈ પોતે પણ ન્યાલ થઈ જતો હોય છે? હવે દસમો મહિનો શરૂ થયો. કાકા કૅસેટમાં બોલી રહ્યા હતા, વહાલા ભત્રીજા, તું સારી એવી ધીરજ રાખી દસમા મહિના સુધી આવી પહોંચ્યો, તે માટે તને અભિનંદન. પણ જો ભાઈ, દરેકની જિંદગીમાં સારાની સાથે માઠા દિવસો પણ આવતા હોય છે. માઠામાં પણ ઘણું સારું હોય છે. જુવાનીમાં મેં ગરીબાઈને લઈ ઘણાયે દિવસ ભૂખે કાઢ્યા છે. રસ્તાની બાજુમાં વગર પાથરણે સૂઈ જઈ ઠૂંઠવાતાં રાતો ગાળી છે. તો પૈસાદાર થતાં દેશના પ્રમુખ અને ધનાઢ્ય માણસો સાથે મોટી મોટી મહેફિલો પણ માણી છે; ત્યારે મારી ગરીબાઈના દિવસો મધુર યાદ બનીને મને આનંદ આપે છે. તે વખતે જેમણે જેમણે મને મદદ કરી. એક દરદીને લોહીની જરૂર હતી તો મેં રક્તદાન કર્યું. એક વૃદ્ધ સ્ત્રી તેનો ખરીદેલો સામાન ઊંચકીને ચાલી શકતી નહોતી. તો મેં તે ઊંચકી લીધો. અને તેની સાથે ચાલી તેની ગાડીમાં મૂકી આપ્યો. અંધોના આશ્રમમાં જઈ તેમને તેમનાં પુસ્તક વાંચી સંભળાવ્યાં. પડોશીને અગવડ હતી તો તેમનાં નાનાં બાળકોને સંભાળી તેમને બહાર જવાની અનુકૂળતા કરી આપી. મિત્રોને કાવ્યો લખી મોકલી મારી ઊર્મિઓ તેમના લગી પહોંચાડી આમ હું કોઈ મોટું કામ તો નથી કરી શકયો, કે કાંઈ મારું કહી શકાય એવું પણ નથી આપી શકયો, પણ આવાં નાનાં નાનાં કામ કરી મને લાગ્યું કે આ શરીરથી થઈ શકે એવું અને મારા હૃદયથી દઈ શકાય એવું દઈ બીજાના ખપમાં અવાય એવાં થોડાંક કામ કરી મેં આપવાનો આનંદ લૂંટ્યો છે. આ સાંભળી રાજી રાજી થતાં વકીલે કહ્યું, વહાલા ભત્રીજા, લક્ષાધિપતિઓ તો એમના પાસે જે વધુ પડતું ધન છે તેનું કીર્તિ માટે દાન કરી, પોતે આપ્યાનો અહમ્ પોષતા હોય છે. એમાં એમણે એમનું તો શું આપ્યું? એમણે કમાયેલું ધન જે બીજા પાસેથી મળેલું તે જ આપ્યું કહેવાય. જ્યારે તેં આપ્યું તે ખરેખર તારું જે હતું તે આપ્યું છે. યાદ રાખજે આવાં નાનાં નાનાં કામનું જ ઘણું મોટું મૂલ્ય છે. જે તેને માટે તો એ નાનું કામ જ તે ક્ષણે તેમને માટે સૌથી મોટું કામ હોય છે. અને જે એને કરી દે છે તે તેમને કોઈ દેવદૂત જેવો લાગતો હોય છે. આ તો તેં એવું આપ્યું કે એથી લેનાર સભર બન્યા અને તેં જે આપ્યું તેથી તારું તો કશું ઓછું ન જ થયું બલ્કે તારા હૃદયના ખજાનામાં કેટલો બધો વધારો થયો? ‘લેનાર ને આપનાર બંને જણા ધરાઈ જાય એવું અપાય ત્યારે જ ખરું આપ્યું કહેવાય.’ આપણે આપણા જીવનમાં ખરેખર વધુ મેળવવું હોય તો બીજાને છૂટે હાથે આપો. વાહ, ૨૯ દિવસનો તારો હિસાબ તો સરસ મળ્યો પણ આજે ત્રીસમા દિવસનો હિસાબ શો છે? આજે ખાસ તમારે માટે અને તમારાં સેક્રેટરી બહેન માટે હું જાતે શેકીને બિસ્કિટ લાવ્યો છું. બંને જણાં બિસ્કિટ ખાતાં રાજી થતાં કહે, વાહ બિસ્કિટ તો સરસ શેકાયાં છે. પણ જોજે આમ તારાં સ્વપ્નોને તું શેકી ન નાખતો અને ત્રણે જણાં બિસ્કિટ ખાતાં ખાતાં હસી પડ્યાં. બક્ષિસ શું છે? એ મોટી છે? મોંધી છે? એનું કાંઈ જ મૂલ્ય નથી. અમસ્તુ એક મઘમઘતું ફૂલ આપીને પણ તમે સામાના અંતરમાં એવી ફોરમ પમરાવી દો કે તે પાછી તમારા અંતરને પણ પમરાવી દે. અરે, એક મધુર સ્મિત આપીને પણ તમે સામાને કેટકેટલું આપી શકો છો? અને વળતું એનું સ્મિત પણ તમને પણ કેવા તરબતર કરી દેતું હોય છે? આપણી પાસે કેટકેટલું આપવા લાયક છે? પણ આપણા આ ખજાનાની આપણને ખબર જ ક્યાં છે? જેને આવો ખજાનો મળી ગયો એનું જીવન તો ભર્યું ભર્યું બની જાય પણ પોતાનો ખજાનો લૂંટાવીને એ કેટકેટલાને ન્યાલ કરી દઈ પોતે પણ ન્યાલ થઈ જતો હોય છે? હવે દસમો મહિનો શરૂ થયો. કાકા કૅસેટમાં બોલી રહ્યા હતા, વહાલા ભત્રીજા, તું સારી એવી ધીરજ રાખી દસમા મહિના સુધી આવી પહોંચ્યો, તે માટે તને અભિનંદન. પણ જો ભાઈ, દરેકની જિંદગીમાં સારાની સાથે માઠા દિવસો પણ આવતા હોય છે. માઠામાં પણ ઘણું સારું હોય છે. જુવાનીમાં મેં ગરીબાઈને લઈ ઘણાયે દિવસ ભૂખે કાઢ્યા છે. રસ્તાની બાજુમાં વગર પાથરણે સૂઈ જઈ ઠૂંઠવાતાં રાતો ગાળી છે. તો પૈસાદાર થતાં દેશના પ્રમુખ અને ધનાઢ્ય માણસો સાથે મોટી મોટી મહેફિલો પણ માણી છે; ત્યારે મારી ગરીબાઈના દિવસો મધુર યાદ બનીને મને આનંદ આપે છે. તે વખતે જેમણે જેમણે મને મદદ કરી તે દરેક માટે અત્યારે મારું મન આભાર-કૃતજ્ઞતાના ભાવથી ભર્યું ભર્યું છે. જીવનમાં એક શીખવા જેવો ભાવ છે કૃતજ્ઞતા. જેમણે મદદ કરી છે તે સૌનો તો ખરો પણ જેમણે અવરોધો ઊભા કર્યા, પજવણી કરી, દુઃખ આપ્યું તેમનો પણ આભાર માનવો. જો એમણે એમ ન કર્યું હોત તો તારી અંદરની શક્તિઓ ખીલી ન હોત. તારી શક્તિઓને ઓળખી-પારખી શક્યો ન હોત. તો પછી ભલા એવો ઉપકાર કરનારાઓ પ્રત્યે પણ કૃતજ્ઞતાભાવ કેમ ન બતાવવો? ઘણી વાર જીવનમાં મિત્રો કરતાં વિરોધીઓના ઉપકાર મોટા હોય છે માટે ચારેય કોઈના માટે મનમાં કડવાશ કે તાભાવ ન સેવવો. આપણી પાસે ઘણું ઘણું છે તે બધું જેને લઈ તે પામ્યા તેમને જ આપણે ભૂલી જઈએ છીએ; એટલું જ નહીં, એમને મદદની જરૂર હોય ત્યારે પણ આપણે એમને મદદ કરતા હોતા નથી. આવા લોકો તેમના ઉપર ઉપકાર કરનારને ભૂલી જાય તે કૃતઘ્ની કહેવાય. પણ કેટલાક એવા લોકો પણ હોય છે કે જેમને તમે સામાન્ય સહાય કરી હોય તોપણ તે તમારા માટે હંમેશ આભારના ભાવથી ભર્યા ભર્યા રહેતા હોય છે. તું પણ આવો કૃતજ્ઞી થજે. બીજાના ઉપકારને કદી પણ ભૂલીશ નહીં. કૃતજ્ઞતા-આભાર પ્રદર્શિત કરવામાં ઊણો ન ઊતરીશ. માણસ એવું વિચિત્ર પ્રાણી છે કે એની પાસે ગમે તેટલું હોય તોય તેને ધરવ થતો નથી. અને તે હજુ વધુ ને વધુ મેળવવાની ધખના રાખતો હોય છે. પણ આવું થાય ત્યારે વિચારવું કે એવા કેટલા બધા લોકો છે કે તેમની પાસે તેમના જીવનનો ગુજારો કરવા કશું જ નથી. ત્યારે આપણને આપણા જીવનની સભરતાનો અનુભવ થશે. મારા નાનપણના ખરાબ દિવસોમાં મને એક ગરીબ પણ ખૂબ મજાનો માણસ ભેટી ગયેલો. અમે એક વર્ષ સાથે પ્રવાસ કર્યો. એ ભૂખમાં, ટાઢમાં, ગરમીમાં, વરસાદમાંયે હંમેશાં આનંદમાં જ રહેતો. મેં પૂછ્યું કે તમારો મૂડ ચારેય પણ કેમ ખરાબ થતો નથી? તેનું શું કારણ? તેણે ખૂબ કૃતજ્ઞતાથી તેની માને યાદ કરી અને ભીની આંખો લૂછતાં કહે, આ તો મારી માની પ્રસાદી છે. એ મને કહેતી જોન, રોજ સવારે ઊઠી તારે દસ સુવર્ણ ચીજોની યાદી કરવી અને રાતે ભગવાન તરફથી તને મળેલી એ સુવર્ણ મુદ્રાઓ માટે તારે એમનો આભાર માનવો. સુંદર સવાર, કકડીને લાગતી ભૂખ, મજાનું ભોજન, મનગમતું કામ, મજાના મિત્રો, આજુબાજુની કુદરત, પશુપક્ષી, વનસ્પતિ, માથા ઉપર ઝળુંબતું ભવ્ય આકાશ, તેમાંના અગણિત તારા, કચારેક પૂર્ણ ચાંદની, મધુર સંગીત અને મીઠી નિંદર આવું આવું તો કેટકેટલું સુવર્ણ આપણને કુદરતે છૂટે હાથે આપ્યું છે? તો એ બધાં માટે આપણે તેના દાતા પ્રત્યે કૃતજ્ઞતા ભાવ નહીં દર્શાવીએ? એથી ઊલટું તમે માંદા છો, અપંગ છો, ભૂખ્યા છો તો તમે કેવું વિચારશો? અરે, મારા કરતાં પણ જીવલેણ રોગથી કેટલા બધા પીડાય છે? અરે, હું અપંગ છું પણ મારા કરતાં પણ અપંગ બીજા નથી શું? અરે, આજે હું ભૂખ્યો છું પણ કાલે મને ખાવા નહોતું મળ્યું શું? અને કાલે મને ખાવા નહીં જ મળે એવું શીદને માનવું? આવો વિધાયક અભિગમ જેના જીવનમાં હોય તે માનવીને દુનિયાનાં કોઈ દુઃખો દુઃખી કરી શકતાં નથી. તેને ચારે કોર બસ ખુશીની બોછાર જ વેરાયેલી લાગતી હોય છે. અશુભના પેટમાં જ શુભ સમાયેલું છે. સવાલ કેવળ આપણી મનોવૃત્તિનો છે. માટે દરેક પળ દરેક મનોવૃત્તિમાં આપણું અંતર કૃતજ્ઞતા-આભારના ભાવથી ભરેલું રાખવું જોઈએ. જેમ શ્વાસ લેવાની પ્રક્રિયા કુદરતી છે એવી સ્વાભાવિક કૃતજ્ઞતાની લાગણી આપણામાં હોવી જોઈએ. નાની નાની વાતોમાં પણ કૃતજ્ઞતા- આભારનો ભાવ પ્રદર્શિત કરવામાં કંજૂસાઈ ન રાખવી. મહિનાને અંતે ભત્રીજો વકીલકાકા પાસે આવ્યો ત્યારે તેનું સમગ્ર અસ્તિત્વ કૃતજ્ઞતાના ભાવથી છલાં છલાં થઈ ગયું હતું. વકીલ કહે, ભત્રીજા આજે તો તું જાણે ભર્યો ભર્યો લાગે છે ને? વાહ શું વાત છે? ભત્રીજો કહે, વકીલકાકા મારી સુવર્ણ યાદી માત્ર મારા પૂરતી સીમિત રહી નથી. કેટકેટલી સુવર્ણ મુદ્દાઓ જેમને કારણે મળી છે એથી મારું અંતર એમના પ્રત્યે કૃતજ્ઞતાથી ઊભરાઈ રહ્યું છે. કાકા કહે, તો મને તેમાંથી થોડીક મુદ્રા તો બતાવ? જુઓ વકીલકાકા જેના તરફ મારું આ જ લગી ધ્યાન જ નહોતું ગયું એવી આ સુવર્ણ મુદ્રાઓ માટે મારે શું આભાર પ્રદર્શિત ન કરવો જોઈએ? જેમાંની હું તમને થોડીક ગણાવું. ૧. મારી તંદુરસ્તી ૨. મારું યૌવન ૩. કાકાએ મને આપેલું સરસ ઘર ૪. મારા ખાસ મિત્રો ૫. મારું શિક્ષણ ૬. મેં ખેડેલા સરસ પ્રવાસો ૭. મારું સુંદર કુટુંબ અને ૮. મારા કુટુંબ સિવાયનાં બીજાં અનેક કુટુંબો સુધી વિસ્તરેલો વિશાળ કુટુંબભાવ ૯. કાકાના પ્રતાપે મારી પાસે જે ધન છે તેનો પોતાના માટે કરકસરભર્યો ઉપયોગ કરવો અને એની બચત બીજા જરૂરિયાતવાળાઓ માટે વાપરવાની દાનવૃત્તિ ૧૦. નિર્જીવ લાગતી મારી આ મોટર – જે મારી ખાસ મિત્ર છે. હું કેટલો બધો નસીબદાર છું, નહીં કાકા? આ બધા પ્રત્યે કૃતજ્ઞતા, આભારની લાગણીથી હું આજે ભર્યો ભર્યો છું. અને આજે હવે આવી સમજણ આપનાર મારા વહાલા કાકા, વકીલકાકા તમે અને તમારાં આ સેક્રેટરી બહેન એ બધાંનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. એ બંને એ પણ જેસનનો તેની સુવર્ણ મુદ્રાઓની યાદી માત્ર દસ નંબર પૂરતી સીમિત ન રાખતાં તેને જે મળ્યું અને જે નથી મળ્યું તે બધા જ માટે કૃતજ્ઞતા ભાવ સેવતો જોઈ તેની સમજણ માટે અભિનંદન આપ્યાં. એમ કરતાં અગિયારમો મહિનો આવી ગયો. હવે આજે કાકા શું બક્ષિસ આપશે? એમ વિચારતો ભત્રીજો ઑફિસમાં દાખલ થયો. કૅસેટમાં કાકા બોલવા લાગ્યા. ભત્રીજા તને અંતિમ મૂલ્યવાન ભેટ આપતાં પહેલાં હજુ મારે તને તારી સજ્જતા માટે આજે એક ખાસ બક્ષિસ આપવી છે. તે છે આજના દિવસની બક્ષિસ. આપણને ખબર નથી કે જિંદગીના કેટલા દિવસ બાકી છે? સંભવ છે કે આજનો દિવસ અંતિમ દિવસ પણ હોય. તો રોજ જે દિવસ ઊગે તેને જીવનનો અંતિમ દિવસ માની તેને કેવી રીતે જીવવો તે તારે વિચારવું. આ દિવસ જ ખરો દિવસ છે, એટલું જ નહીં, આ પળ જ અંતિમ પળ છે. આ ઘડી જ બરાબર જીવી લેવાની ઘડી છે. આજ આજ ભાઈ અત્યારે. આજનો લહાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે? આ મહિને દરેક દિવસ, દરેક ક્ષણને અંતિમ દિવસ, અંતિમ પળ માની તું જીવવાનો પ્રયત્ન કરજે. અને જીવનના જામને કેવી રીતે છલોછલ ભરી દેવાય તેનો પ્રયોગ કરી જોજે. ભત્રીજો વિચારમાં પડી ગયો. મારા જીવનનો છેલ્લો દિવસ? એ પણ કચારેક તો આવશે જ ને? પણ મને આવો વિચાર તો કચારે પણ આવ્યો જ નથી. સંભવ છે કે આજનો દિવસ કે કાલનો દિવસ મારે માટે છેલ્લો દિવસ પણ હોય. તો મારે તે દિવસ કેવી રીતે જીવવો? તે ગંભીરપણે વિચાર કરવા લાગ્યો. ઘણા ઘણા વિચારો આવી ગયા. માત્ર એક જ દિવસ છેલ્લો અંતિમ દિવસ! મારે કેવી રીતે જીવવો? તેણે વિચાર્યું એક દિવસ છે. ગણતરીના કલાકો જ છે. તો પછી મોડા સુધી શીદને ઊંઘતા રહી મારા કલાકો વેડફી નાખવા? એટલે તેણે નક્કી કર્યું. સવારે વહેલો ઊઠીશ. હવે મારા મિત્રોને તો મારે મળી લેવું જ જોઈએ ને? એ બધાએ મને કેટલી બધી મદદ કરી છે? પ્રેમ આપ્યો છે, આનંદ આપ્યો છે? ફરી એ બધા મને કયારે મળશે? પણ મારા વિરોધીઓને પણ મારાથી કેમ ભુલાય? એમના વિરોધને લઈને તો મારું સત્ત્વ હું ખીલવી શક્યો એટલે મિત્રોની સાથે તેમને પણ બોલાવી બધાંને પાર્ટી આપીશ. તે બધાએ મારા માટે જે કર્યું છે તે માટે તેમના પ્રત્યે કૃતજ્ઞતાભાવ પ્રગટ કરી ખરા દિલથી તેમનો આભાર માનીશ. એમને કહીશ કે તેમના ઉપકાર માટે હું તમારો આભારી છું. મારી ભૂલો માટે માફી ચાહુ છું. ખરાબ સ્મૃતિઓ બધી હું ભૂલી ગયો છું. સૌની સારી સ્મૃતિઓથી મારું મન અત્યારે ભર્યું ભર્યું છે. એમ એક બીજાનાં સ્વપ્નોની આપલે કરી જીવનભર મૈત્રી નિભાવી છે તેવા મારા પ્યારા મિત્ર બ્રાયનને તો આ મહેફિલમાં ખાસ નોતરીશ. અને તેને વહાલથી ભેટીશ. અને પછી તેને મોલમાં લઈ જઈશ. તેને જે જોઈએ તે ખરીદી આપીશ અને આ મહેફિલમાં તમને બન્નેને તો કેમ ભુલાય? વળી, મારા કાકાની અવ્યક્ત હાજરી તે વખતે ત્યાં હશે જ. જ્યારે તમને બધાને પાર્ટી આપી ઉપસ્થિત સૌ કોઈનો, તમે સૌએ મારા માટે લીધેલી મહેનત બદલ કૃતજ્ઞતાનો-આભારનો ભાવ પ્રદર્શિત કરીશ. હા, પછી બપોરના ગાળે હૉસ્પિટલમાં જઈ પેલી કૅન્સરગ્રસ્ત બાળકી સાથે રમીશ. તેની સાથે રમૂજી વાતો કરી તેને હસાવી રાજી કરીશ. સાંજે કોઈક દુખિયારાને મદદરૂપ થવાય કે કોઈ વૃદ્ધને કંપની અપાય એવું કરીશ. છેલ્લે રાત્રે સૂતાં પહેલાં મને આજનો દિવસ બક્ષનાર અને તેમાં કોઈને માટે કાંઈક કરી શકવાનો અવસર આપવા બદલ પરમ પિતા પ્રભુનો ખરા હૃદયથી આભાર માનીશ. અને પછી નિદ્રા દેવીના નિર્મળ ખોળામાં સૂઈ જઈશ. જો સવારે ભગવાન ઉઠાડશે તો ગઈકાલની જેમ જ એક પળ પણ વેડફ્યા વિના પળેપળ જાગૃત રહી આનંદથી, પ્રેમથી, જેમના સંબંધમાં આવીશ તે દરેક માટે મારાથી જે બની શકશે તે ખૂબ ઉત્સાહથી કરી છૂટીશ. વકીલકાકા, મારા કાકાની આ બક્ષિસે તો મારી આંખ ઉઘાડી દીધી છે. કોને ખબર છે કે કયો દિવસ કઈ પળ અંતિમ હશે? પછી આજનો દિવસ અને આજની પળને અંતિમ સમજી જે કામ કરતો હોઉં તે દિલ દઈને કરું ને જેની સાથે સંબંધમાં આવું તેની સાથે માયાળુપણે શીદને ન વર્તુ? આથી વધુ હું કરી પણ શું શકું? વકીલ કહે, ભત્રીજા તારી આવી સમજણ અને તે મુજબનો તારો વ્યવહાર જોઈ તારા કાકા ઉપરથી જરૂર તારા પર આશીર્વાદ વરસાવતા હશે. યાદ રાખજે ભત્રીજા, કે જીવનનું સાર તત્ત્વ છે આજ આજ, આજ ને આજ. આજ એ જ ખરો દિવસ છે. હવે બારમો મહિનો અંતિમ બક્ષિસનો છેલ્લો મહિનો. ભત્રીજો સમયસર આવી ગયો. આજે વકીલ જરા ઉદાસ લાગતા હતા. ભત્રીજાએ પૂછ્યું કેમ કાકા આજે તમે દુઃખી છો? વકીલ કહે, હા ભાઈ સાચે જ આજે હું દુઃખી છું. કારણ કે આજ પછી મારા મિત્રનાં દર્શન અને તેમનો વાર્તાલાપ અને તારી સાથેનું મિલન સમાપ્ત થઈ જશે. આમ છતાં હું અંદરથી તો ખૂબ રાજી છું. કારણ કે તું તારા કાકાનો સાચો વારસ સાબિત થયો છે. તારા કાકા રાજી થાય તેવી તેં પ્રગતિ કરી છે. કાકાની દરેક બક્ષિસને તેં હર મહિને મેળવી તે મુજબ તારા જીવનને ઘડવા માટે તેં મહેનત કરી છે. તું એક પરિપક્વ, મજેદાર, સંવેદનશીલ, પરગજુ માણસ બન્યો છે. તારી ઉંમરના જુવાનીયાઓ રંગરાગમાં, વ્યસનોમાં, નિરુદ્દેશ રખડવામાં જિંદગી રોળી નાખતા હોય છે. ત્યારે તેં એ બધાંથી જુદો ચીલો ચીતરી તારામાં જે તણખો પડ્યો હતો તેના વડે તેં આ બધી બક્ષિસો મુજબ જીવીને તારું જીવન ધન્ય કરી દીધું છે. હવે આજે અંતિમ મૂલ્યવાન બક્ષિસ તને મળવાની છે. જોઈએ કાકા તને હજુ સુધી ગોપિત રાખેલી કઈ બક્ષિસ આપે છે? કૅસેટ શરૂ થઈ. કાકા પ્રસન્ન હતા. પહેલાં તો તેમણે પોતાના વકીલમિત્ર અને તેની સેક્રેટરીનો આભાર માન્યો ને પછી ભત્રીજાને કહ્યું, મારા વહાલા દીકરા, મેં મારી સ્થૂળ મિલકત મારાં છોકરાંને આપી અને તને કાંઈ નગદ નાણું ન આપ્યું તેથી તું કેવો તપી ગયો હતો અને મારા વિશે કેવો લવારો કરતો હતો? પણ આજે તને જ સમજાયું હશે કે તારા કાકાએ તેમની અસલ મિલકત તો તારા માટે જ રાખી મૂકી હતી. જે મેં તને દર મહિને આપી છે. કારણ કે તું આજે એક નવો જ માણસ થઈને મારી પાસે આવ્યો છે. હવે હું તને આજે મારી અંતિમ અને ઉત્તમ બક્ષિસ આપું છું. એ શું છે? – એ છે ‘પ્રેમની બક્ષિસ’. પ્રેમ જીવનનો આધારસ્તંભ છે. આમ તો પ્રેમ શબ્દ અનેક ગેરસમજોથી ખરડાયેલો શબ્દ છે. આમ છતાં એ જ સાચો શબ્દ છે. પ્રેમને સાચા અર્થમાં સમજનાર પ્રેમ વિશેની ગેરસમજોથી છેતરાતો નથી. પ્રેમ છે તમારા ભીતરની સભ્યતા. દરેક વાતમાં કેન્દ્રસ્થાને પ્રેમને રાખવો. આ જ લગીની જે બક્ષિસો તને મળી છે તે ત્યારે જ સાર્થક બનશે. જો તું પ્રેમને જ કેન્દ્રમાં રાખીને બધો વ્યવહાર કરીશ તો. હજુ આ અંતિમ બક્ષિસનો ઉતરાર્ધ બાકી છે. આ મહિનામાં તું આ મારી પ્રેમની બક્ષિસને તારા જીવનમાં કેવી રીતે જીવી બતાવે છે, તે વકીલ કાકા મૂલવશે પછી એ હું તને આપીશ! ભત્રીજાએ કહ્યું, હું પાછળ નજર કરીને જોઉં છું તો મને સમજાય છે કે દરેક બક્ષિસ એ કાકાના મારા માટેના પ્રેમની જ બક્ષિસ છે. કાકાના જૂના મિત્ર સાથે શ્રમ કરતાં હું શીખ્યો કે કામ કરવાથી પ્રેમ જન્મે છે. ‘કામ કરે તે કામણ કરે’ એ કહેવત અક્ષરશઃ સાચી છે. પૈસાનો પ્રેમ જીવનને ખોખલું કરી મૂકે છે. પણ તમે પહેલા પ્રેમ કરો અને પછી સામાની જરૂરિયાત જાણી તેને પૈસાની મદદ કરો તો જ પૈસાનું મૂલ્ય સાર્થક બને. પ્રેમ વગરનું દાન માણસના જીવનનું પરિવર્તન નથી કરી શકતું. હું એ પણ શીખ્યો કે તમે માત્ર તમારી ચિંતા કર્યા કરો, તમારાં સુખસગવડ માટે જ ચિંતિત રહો તો સરવાળે નિરાશ બની જશો. કારણ કે જીવનમાં અપેક્ષા પ્રમાણે બધુ મળતું નથી. જ્યારે અપેક્ષા પૂરી નથી થતી ત્યારે માણસ નિરાશ થઈ જાય, ક્રોધિત થઈ જાય અને એમ કરીને એ પોતાની જાતને જ નુકસાન કરે છે, પણ જો તમે માત્ર તમારી જ ચિંતા કરવાને બદલે બીજા દુઃખી લોકોને પ્રેમ કરો એટલે કે એમના દુઃખ દૂર કરવામાં મદદરૂપ થાઓ તો તમારા જીવનમાંથી નિરાશા નાસી જશે. અને બીજા માટે પ્રેમપૂર્વક કામ કર્યાથી તમે આંતરિક રીતે સભરતાનો તથા અર્થપૂર્ણ જીવન જીવ્યાનો આનંદ મેળવી શકશો. મૈત્રીની બક્ષિસે હું મિત્રોને મદદરૂપ થવાનું શીખ્યો તેથી મને કેટલા બધા મિત્રોનો પ્રેમ મળ્યો? સાચો શ્રીમંત ધનવાન નથી પણ વિદ્યાવાન છે. નકરો ધનનો મોહ તમને સ્વાર્થી બનાવે છે. જ્યારે વિદ્યા તમને શાણપણ શીખવે છે. જેને લઈને તમે વગર પૈસે પણ સભર જીવન જીવી શકો છો. માટે ધનને નહીં વિદ્યાને પ્રેમ કરતાં શીખો. જ્યાં પ્રેમ છે ત્યાં પરિવાર છે. જે તમારા સંબંધમાં આવે તેને પ્રેમ આપો. જુઓ કે તે તમારા પરિવારનો સભ્ય બની જશે. લોહીનો પરિવાર પણ જો પ્રેમ ન હોય તો કહેવા પૂરતો જ પરિવાર રહે છે. જ્યારે પ્રેમ પોતે જ પોતાનો એક પરિવાર બનાવી લે છે. આવો પ્રેમ- પરિવાર એ જ સાચો પરિવાર છે. પ્રેમ કરવો એટલે જેને પ્રેમ કરો તેના સુખદુઃખમાં સામેલ થવું. સાચો પ્રેમ લેવા માટે નથી તરસતો, એ તો આપીને રાજી થાય છે. આવો પ્રેમ આપનાર જ જાણે છે કે તે આપીને કેટલું બધું લાભે છે? માગે તે પ્રેમ નહીં આપે તે પ્રેમ. સામો આપે છે કે કેમ એવું તોલ પ્રેમ કદી કરતો નથી. પ્રેમ નથી વેપાર, નથી સોદો, પ્રેમ તો આપી આપીને ઊભરાઈ જાય છે. એ જેટલો આપે છે તેટલો એના અંતરમાં પ્રેમ વધતો જ જાય છે. પ્રેમ તો અક્ષય છે. તે ચારેય ખાલી થતો નથી. પ્રેમ એવી સંપત્તિ છે કે તે ખરીદી શકાતી નથી. પણ સાચવી જરૂર શકાય છે. પ્રેમની સાથે જો તમારી પાસે હાસ્યની બક્ષિસ હોય તો સમજવું કે સોનામાં સુગંધ ભળી. હાસ્ય જીવનને હળવું બનાવી દે છે. જીવનમાં આસમાની-સુલતાની તો આવવાની જ. જે હસી જાણે છે તે એવી આપદાઓને પણ હસતાં હસતાં હંફાવી શકે છે. જીવનને પ્રેમ કરનાર સારા કે નરસા સંજોગોમાં હાસ્યને કારણે પ્રેમસભર રહી શકે છે. આપણને જે જે મળ્યું છે તે આપનાર માટે કૃતજ્ઞતા સેવવી. આપણને કુદરતે કેટલું બધું આપ્યું છે? તો કુદરત અને તેના કર્તા માટે પણ કૃતજ્ઞતાનો ભાવ સેવવો. એ ત્યારે જ અનુભવી શકાય જો આપણે એમને પ્રેમ કરતા હોઈએ. દરેક દિવસને જીવનનો છેલ્લો દિવસ માનનાર કોઈની સાથે બગાડશે નહીં પણ દરેક સાથે ખૂબ પ્રેમથી જ વર્તશે. ભત્રીજાને સમજાયું કે આ વર્ષ દરમિયાન કાકાએ મને જે જે આપ્યું તે પણ તેમનો મારા માટેનો પ્રેમનો જ પ્રસાદ છે. આમ કહેતાં કાકા માટેનો એનો પ્રેમ ઊભરાઈ આવતાં એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એને થયું મને અંતિમ ભેટ પ્રેમની બક્ષિસ તો મળી ગઈ. હવે શું બાકી રહ્યું? તેથી તેણે વકીલકાકાને અને તેની સેક્રેટરીને ભેટી વિદાય માગી. પણ વકીલકાકાએ કહ્યું, ભાઈ, તું આમ આભાર માની ઝટ જતો ન રહીશ. જેમ વસિયતનામાનો આ ભાગ કેવળ તારે માટે હતો. એમ આ અંતિમ ભેટનો અંતિમ હિસ્સો હજુ બાકી છે. તેના વિના અંતિમ ભેટ અધૂરી રહેશે. માટે એ પણ તું સાંભળતો જા અને લેતો જા એમ કહી વકીલે ટેપ મૂકી. કાકાનું એ છેલ્લું દર્શન અને છેલ્લી શીખ ભત્રીજો કાન દઈ સાંભળવા તલપાપડ થઈ ગયો. કાકા બોલ્યા. મારા વહાલા ભત્રીજા, તેં ખૂબ ધીરજ રાખી. આખું વરસ મારી બક્ષિસો લેતો ગયો ને પચાવતો ગયો. તેથી હવે તું એક ‘ઉત્તમ માણસ’ બન્યો છે તેનો મને ગર્વ છે. તારી જેમ મને પણ મારા કાકાએ મારી યુવાનીમાં જ આવી ભેટો આપી હોત તો હું કેટલી બધી અથડામણોમાંથી ઊગરી જાત! મેં તો જીવનની ઠોકરો ખાઈ ખાઈને અનુભવમાંથી જે શીખ્યો તે તને આપ્યું. જો કડવા અનુભવોને કારણે મેં મારા જીવનમાં કડવાશ અને ધિક્કાર ભર્યાં હોત તો હું જે બની શક્યો તે ન બની શકત. અને હું તને જે આપી શક્યો તે પણ ન આપી શકત. મેં તો બૂરાને પણ સારામાં ફેરવી નાખવાની કળા શીખી લીધી હતી. જો આપણે બૂરાને સ્વીકારીએ જ નહીં તો કોઈ આપણું રું ચારે પણ ન ી શકે. પ્રેમ એ જીવનનું સાર તત્ત્વ છે. એ વાત સાચી પણ જીવનમાં બીજાં પરિબળો પણ કામ કરે છે. એટલે છેવટે તો ‘જીવનને તેની સમગ્રતામાં જીવો’ ત્યારે જ તમે જીવનની સંપૂર્ણતાને પામી શકશો. આ મારી તને અંતિમની પણ અંતિમ બક્ષિસ છે. જીવન સમગ્ર છે. એના ટુકડા ન કરાય. એને આખેઆખું લેવાય ત્યારે જ તમે જીવનને પામી શકો. યાદ રાખજે, જીવન એક વરદાન છે, જો તમને જીવન જીવવાની કળા હાથ લાગી જાય તો. મેં જીવનભરમાં જે મેળવ્યું, જીવનને જે રીતે સમજ્યો, જીવ્યો તે બધું જ મેં તને પૂરેપૂરું આપી દીધું છે. હવે તારી ફરજ બને છે કે તારે તને લાધેલી સમજણ મુજબ બીજાંને પણ જીવન જીવવાની કળા શીખવવી. યાદ રાખજે કે જીવનની કળા શબ્દો વાટે નથી શીખવી શકાતી, એ તો જાતે જીવીને જ બીજાને શીખવી શકાય. હવે આ કામને તું તારું મિશન બનાવજે. તું પોતે જ એક પદાર્થ પાઠ બની રહેજે. જેથી તારાં વર્તન અને વ્યવહારથી જ લોકો તું જે શીખવવા માગે છે તે આપમેળે શીખી જાય. ચાલ, ત્યારે એક વરસનો સથવારો આજે પૂરો થયો છે. છૂટા પડતાં હું તને આશિષ આપું છું – આમીન! આ પછી પણ વકીલે ભત્રીજાને બેસાડી કહ્યું તારા કાકાએ તને એક ખાસ કામ સોંપ્યું છે તે તું સાંભળ અને સંભાળ. કાકાએ તેમનું ધર્માદા ફંડ-૧૦૦૦ બિલિયન ડૉલર–નો તને વહીવટકર્તા બનાવ્યો છે, કારણ કે તારામાં આ એક વરસમાં આવેલા પરિવર્તનથી તારા કાકાને આવા મોટા ફંડનો વહીવટ કરવા માટે તું ઉત્તમ યોગ્યતા ધરાવે છે એવો વિશ્વાસ બેઠો છે અને મને પણ ખાતરી થઈ છે કે તું સાચે જ આ ધર્માદા ફંડનો વહીવટ કરવા માટે સંપૂર્ણ રીતે લાયક માણસ છે. માટે તારા કાકાએ મને સોંપેલ આ જવાબદારી તને આપી હવે હું મારા મિત્રના ઋણમાંથી મુક્ત થાઉં છું. ભત્રીજો તો કાકા અને વકીલના આટલા મોટા વિશ્વાસથી, તેને આટલા મોટા ધર્માદા ફંડનો વહીવટકર્તા બનાવ્યો તેથી તાજુબ બની, અવાક્ બની ગયો. તેની આંખો ઊભરાઈ આવી. ગળું રૂંધાઈ ગયું. સેક્રેટરી બહેને એને પાણીનો ગ્લાસ આપ્યો. તે પી તે એટલું જ બોલ્યો કે આ તો મારી કલ્પના બહારની ચીજ છે. પણ મારા કાકાએ અને તમે બંનેએ મારામાં વિશ્વાસ મૂક્યો છે તો હું પ્રામાણિકતાપૂર્વક તેને ન્યાય આપવા મારી શક્તિ અને સમજણનું વૃંદેબૂંદ ખર્ચીશ એવી તમને ખાતરી આપું છું. વકીલે ફરી તેને ભેટી સજળ નયને વિદાય આપતાં કહ્યું તું જરૂર સફળ થઈશ. કારણ કે તેં યોગ્યતા કેળવી છે. ભાઈ મારા, મારા અને તારા કાકાના પણ તને આશીર્વાદ છે, તું સુખી થા. છેલ્લી વાત, તું આપણા બધાંના પરમ પિતાને કયારેય ન ભૂલતો. તું એને ખરા હૃદયથી પ્રાર્થાંશ તો તારી દરેક મૂંઝવણ વખતે એ અંતરયામી તને તારી અંદરથી જ સાચો રસ્તો બતાવતો રહેશે જ. યાદ રાખજે કે ભગવાન જ આપણા સૌનો સાચો રાહબર છે. May God Bliss You કહી વકીલકાકાએ તેને ભાવભરી વિદાય આપી.

*

પ્રેમ એ જીવનનું સારતત્ત્વ છે, એ વાત સાચી. પણ જીવનમાં બીજાં પરિબળો પણ કામ કરે છે. એટલે, છેવટે તો ‘જીવનને તેની સમગ્રતામાં જીવો’ ત્યારે જ તમે જીવનની સંપૂર્ણતાને પામી શકો.
જીવન સમગ્ર છે, એના ટુકડા ન કરાય. એને આખેઆખું લેવાય ત્યારે જ તમે જીવનને પામી શકો. યાદ રાખો કે જીવનની કળા શબ્દો વાટે નથી શીખવી શકાતી. એ તો જાતે જીવીને જ બીજાને શીખવી શકાય.

ગોરા-સાહિત્ય સર્જન

૧. બહુરત્ના વસુંધરા
૨. પરિપ્રેક્ષ્ય
૩. ત્રિમૂર્તિ
૪. ઉડાન
૫. યુગપુરુષ મહાત્મા ગાંધીજી
૬. માણભટ્ટ મહારાજ
૭. પાંચ અધ્યાય – વિનોબા
૮. અમૃતા.
૯. જીવનશિક્ષણ
૧૦. સાવિદ્યા
૧૧. એક નામ જ્યપ્રકાશ
૧૨. સંપૂર્ણક્રાંતિ
૧૩. શાંતિના પાઠ
૧૪. શ્રીરામ
૧૫. શ્રીકૃષ્ણ
૧૬. સર્વોદયવિચા૨
૧૭. ધર્મમીમાંસા
૧૮. ગીતામૃતમ્
૧૯. જીવનમ્ – સત્યશોધનમ્
૨૦. મને સાંભરે રે
૨૧. એકવીસમી સદીમાં આપણે કયાં?
૨૨. સ્ત્રી
૨૩. અંતિમ મૂલ્યવાન બક્ષિસ
૨૪. ભાવોર્મિ
૨૫. જીવનમ્ – સત્યશોધનમ્
૨૬. સાત સોનેરી સુટેવો
૨૭. નઈ તાલીમ પ્રયોગ – તત્ત્વદર્શન
૨૮. આપણા બબલભાઈ
૨૯. આલોક
૩૦. છીંડું શોધતા. લાધી પોળ