અથવા અને/હવાના સફેદ હાથ...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હવાના સફેદ હાથ...

ગુલામમોહમ્મદ શેખ




હવાના સફેદ હાથ
વાંકીચૂંકી ગલીઓમાં ફરીને
ઊઘડતા હશે ચોકમાં.
આંગળીએ આંગળીએ પહેરીને ઈશ્વર
હવા
ફરી વહેશે સોનેરી આકાશમાં,
સોનેરી હોડીના સોનેરી સઢમાં,
સોનેરી માછલીના સોનેરી પેટમાં.
શેરીનું વ્હેરાયેલું શરીર,
દુકાનોનાં પાટિયાં પર બેઠેલ જાણીતા ચહેરા
ત્યારે
ચઢવા ઇચ્છશે પેલી સોનેરી સીડીઓ:
આકાશ-માર્ગે કોણ?

૮-૬-૧૯૬૭ (ભૂપેનના ચિત્ર પર લખેલું)
અને