અધીત : પ્રમુખીય પ્રવચનો - ૧/ગુજરાતીના અધ્યાપકોનું કાર્યક્ષેત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુજરાતીના અધ્યાપકોનું કાર્યક્ષેત્ર
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

...આપણે બધા એક અર્થમાં સાચે જ એકરાગ છીએ. શિક્ષણનો વ્યવસાય અને શિક્ષણનો અનુરાગ એ આપણું સામાન્ય લક્ષણ છે; અને એ દૃષ્ટિએ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ કેળવણીના આપણે સર્વ શિક્ષકો પરસ્પર સૂક્ષ્મ રીતે સંકળાયેલા બન્ધુઓ છીએ. પ્રાથમિક શાળાના વિદ્યાર્થી માધ્યમિકમાં થઈ ઓછીવત્તી વિદ્યાની શક્તિ અને સંપત્તિ લઈ કૅાલેજમાં આવે છે; ત્યાંથી સ્નાતક થઈ હાઈસ્કૂલમાં કે ટ્રેઇનિંગ કૉલેજમાં ભણાવતો થઈ જાય છે. નીચે જેટલો દોષનો પરિહાર ને શક્તિના સંચય તેટલું વિદ્યાલયોમાં આપણું કામ સરળ છે; અને વિદ્યાલયમાં આપણે વિદ્યાર્થીના દોષ ન સુધારી શક્યા, શુદ્ધ વિવેકદૃષ્ટિ ન આપી શકવા અને અધકચરું જ જ્ઞાન આપ્યું, તો એક પેઢી પછી આપણું જ કામ વિશેષ વિકટ થવાતું ઉચ્ચારણ, લેખન, વ્યાકરણપ્રવેશ, સામાન્ય છંદજ્ઞાન, એટલું જો વિનીતનું સંતોષજનક હોય તો મહાવિદ્યાલયમાં આવતાં મોટા સાહિત્યકારોને સમજવાની, તેમનો તોલ કરવાની અને સ-વિષયોની અન્વિક્ષણ અને અન્વેષણ માટે તેમની અનુકૂળતા ને તત્પરતા વધે એ સ્પષ્ટ છે. તથાપિ કૉલેજના અધ્યાપકો તરીકે આપણાં સ્થાન અને ધર્મ વિશિષ્ટ છે. આપણા વિષયમાં ઊંચામાં ઊંચું જ્ઞાન અને સાચી અને સૂક્ષ્મ દૃષ્ટિ આપણે આપીએ એવી અપેક્ષા જનમંડળ તરફથી વાજબી રીતે રખાય છે. એથી તો સમાજ સરકાર દ્વારા યુનિ વર્સિટીને પેષે છે. સમાજને વિદ્વાન અને નિપુણ, શાસ્ત્રન પ્રાજ્ઞ દેશજન જોઈએ; તે યુનિવર્સિટીના તંત્ર દ્વારા મળી શકે માટે એ તંત્રની રચના છે. મકાનો, ફંડો, શિષ્યવૃત્તિઓ, રમતનાં મેદાનો એવા નિપુણ પુરુષો આપી શકશે? નહિ. એને સારુ વિદ્વાનોનો ગાઢ સમાગમ અને તેમનું માર્ગદર્શન જોઈએ. યુનિવર્સિટી તેમનો સમાગમ સરળ અને વ્યવસ્થિત કરી આપે છે. એટલે, આપણા વિષય પૂરતા, આપણે જ સાચી યુનિવર્સિટી છીએ, પછી ભલે આપણે સેનેટ કે સિન્ડિકેટમાં ન હોઈએ. પણ આમાં એ સ્વીકૃત છે કે આપણે વિદ્વાનો છીએ, વિદ્યાભક્તો છીએ, વિદ્યાઅનુરાગી છીએ; અધ્યયન અને અધ્યાપનની પવિત્રતા સ્વીકારતા આપણે આત્માનો વિકાસ નિત્ય સાધતા સંયમી સંતુષ્ટ બ્રાહ્મણો છીએ. આપણો કર્તવ્યમન્ત્ર તેથી તેનાથી तेजस्विनांवधीतमस्तु હોય. આપણે અધૂરા હોઈએ તેથી આદર્શ અધૂરા ન રખાય. આપણા સાચા અધિકારનો એ જ સાચો ગુંજ છે; આ મંડળ દ્વારા આપણે પરસ્પર નિકટ આવી આ આમાં દૃઢ થવાનું છે. આ સંઘ પણ વિદ્યાલયોની વહીવટી બાબતો અને અધ્યાપકોના વેતન આદિના આર્થિક પ્રશ્નોથી વેગળો રહે. આપણા યોગક્ષેમના પ્રશ્નો આજની સમાજઘટનામાં ઉવેખવા જેવા નથી. પણ તેમાં તો આખો અધ્યાપક સમુદાય એક જ વહાણમાં બેઠો છે. એનો ઉકેલ યુનિવર્સિટી અને કૉલેજો શોધશે અને તે તે સ્થાને આપણી સામે વ્યક્તિઓ તરીકે એ પ્રશ્ના આવે તો તેના નિરાકરણમાં સહાયતા કરવી ધ બને. પણ આ સંઘે તે। સંઘ તરીકે સમજવું જોઈએ કે વૈશ્ય-બુદ્ધિ કે ક્ષત્રિય રીતથી સરસ્વતીની પ્રતિષ્ઠા બંધાતી નથી. રસસૌંદર્યમાં અવગાહન કરાવનાર નિપુણ અધ્યાપક અને વિદ્યાનો વિસ્તાર કરનાર અન્વિક્ષક યુનિવર્સિટીની દૃષ્ટિએ સમકક્ષ ગણાવા જોઈએ. સાહિત્યકૃતિના રહસ્યને પકડી તેના પ્રકટીકરણની કળા સ્ફુટ કરાવી આપનાર અધ્યાપક સંશોધક કરતાં ઊતરતો ગણાવો ન જોઈએ. વિજ્ઞાનના જેટલો અન્વેષણના કાર્યપ્રદેશ સાહિત્યમાં વિશાળ હોતો નથી; ગુજરાતી ભાષાસાહિત્યમાં તે વળી વિશેષ મર્યાદિત છે. છતાં, નવી નવી હકીકતો શોધી વ્યવસ્થિત કરવાનું, હકીકતાને જુદા જુદા સંદર્ભોમાં જોવાનું મૂલ્યવાન કામ સંશોધકનું રહેવાનું ઉચ્ચ શિક્ષણની ઉન્નતિ માટે એવી કોઈ ચોજના હિતકર ગણાય જેમાં સંશોધકો અવારનવાર પ્રત્યક્ષ શિક્ષકા થાય, તે વ્યવસાયી અધ્યાપકો ડૂબકી મારી એકાદ લાંબી રજા અન્વેષણનો કોઈ પ્રશ્ન ઉપાડી સંશોધનની કોઈ વિદ્યાસભામાં ગાળે, सह करवावहै એ આ પ્રદેશમાં આપણું કર્તવ્યસૂત્ર રહે. છેલ્લા મુદ્દો લઉં છું ગુજરાતીના સ્નાતકોનો મોભો કેમ વધે? શ્રી મુનશીએ એક વખત તેમના પત્રમાં લખી નાખ્યું હતું કે ગુજરાતીનો ગ્રૅજ્યુએટ અર્થશાસ્ત્ર, ઇતિહાસ, અંગ્રેજી આદિના કરતાં ઊતરતો, સંસ્કૃતના સ્નાતક કરતાં પણ ઊતરતા જણાય છે. શ્રી મુનશીનો આ અભિપ્રાય અતિશય ઉતાવળો અને અન્યાયી છે. પણ એમાં જે સત્યનો અંશ હાય તેનો ઉપાય કરવો આપણો ધર્મ છે. આપણે વર્ષોવર્ષ કોઈને કોઈ પરીક્ષામાં પરીક્ષકો નિમાઇએ છીએ. આપણા વિષયમાં પરીક્ષાનું ધારણ ઊંચું લાવવું કેટલેક અંશે આપણા જ હાથમાં છે. બીજા વિષયોની હરીફાઈમાં ઊતરવાનું કશું પ્રયોજન નથી. બીજા વિષયોમાં અમુક સંખ્યામાં પહેલા તે બીજા વર્ગમાં વિદ્યાર્થીઓ આવે તો તે પ્રમાણે ગુજરાતીમાં આવવા જોઈએ, એ મોહ છે. એ મોહ મિથ્યા છે ને જવો જ જોઈએ. બીજા વિષયોનાં ધારણો, ધારો કે, ઉચ્ચ ન હોય તો પણ આપણા વિષયમાં તે ઉચ્ચ ધોરણ સ્થાપવું જોઈએ. ગુજરાતી માટે આપણી યુનિવર્સિટીમાં ઊંચું ધોરણ નહિ હોય તો કયાં રખાશે? પરદેશમાં? કેમ્બ્રિજના અંગ્રેજીના સ્નાતકની જે પ્રતિષ્ઠા છે તે ગુજરાતી પૂરતી આપણા ગુજરાતીના નના સ્નાતકની કે એમ. એ. ની અવશ્ય હોવી જોઈએ. અને તેમ થવા એક ખાસ સૂચન પણ આવકારપાત્ર છે. ગુજ- રાતના ઑનર્સ સ્નાતક કે એમ. એ. કૂપવાસી ન થાય, તે માટે ખુદ ગુજરાતીના વિષયમાં ઇતિહાસ, ફિલસૂફી કે સંસ્કૃતિના શિક્ષણનો સમાવેશ થવા જોઈએ. આપણા અધ્યાપકાનો રસ પણ. ગુજરાતીમાંથી છલકાઈ દેશની હિંદી, બંગાળી, મરાઠી આદિ બીજી ભાષાઓ, સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, ફિલસૂફી, ઇતિહાસ કે સમાજશાસ્ત્ર સુધી પહોંચવો જોઈએ. આ માટે આચાર્ય આનંદશંકર ‘આપણા ઉન્નત આદર્શ છે. એમની વિદ્વત્તા સર્વતોમુખી હતી, એમની બુદ્ધિ રાજકારણ, અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર, ઇતિહાસ વગેરેમાં પણ સરળતાથી પ્રવેશતી અને તે તે વિષયને દૃષ્ટિનું નવીન કિરણ સમર્પતી. અસ્તુ. સર્વગ્રાહી વિદ્વત્તા માટે આચાર્ય આનંદશંકર તથા પ્રો. ઠાકોરનું તો અન્વિક્ષણ માટે કેશવલાલ અને નરસિંહરાવનું નામ-સ્મરણ કરી આપણા કર્તવ્ય માટે આપણે અભિનવ ઉત્સાહ ધરીએ. તા. ૬-૧૧-૧૯૪૮ના રોજ નવસારીમાં ગુજરાતના અધ્યાપકોના સંમેલન પ્રસંગે આપેલા ભાષણના કેટલાક પરિચ્છેદો. ‘સંસ્કૃતિ’ જાન્યુ. '૪૯. શિક્ષક પણ એક પ્રકારને વિવેચક છે. હવે કવિનું જ્ઞાન એકદેશીય હોય તો કદાચ નભે, પણ વિવેચકનું જ્ઞાન સંદેશીય નહીં તો અનેકદેશીય તો હોવું જ જોઈએ. તે વિના એ સાચું વિવેચન કરી શકે જ નહીં. એટલે જો ભાષા-સાહિત્યનો અધ્યાપક અનેક વિષયોનો જ્ઞાતા હોય તો જ એ પોતાના શિક્ષણને રસિક અને જીવન્ત બનાવી શકે. એટલું જ નહીં, વિદ્યાર્થી આને પોતાની સાધનાનો ચેપ પણ લગાડી શકે.’

રામનારાયણ પાઠક
પ્રથમ સંમેલન, ૧૯૪૭