અનુનય/ઈંડું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઈંડું

આ ઈંડું
––એક સભર શૂન્ય, સગર્ભ મીંડું––
એ ફૂટે તે પહેલાં
શક્યતાના કોચલામાં રહેલા
સંભવના રહસ્યરસને ચાખી લઈએ
પછી તો
વ્યક્તમધ્યાનિ…અવ્યક્તનિધનાનિ...
અને પરિદેવના…

૧૦-૨-’૭૭