અનુનય/હદપાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હેલી પછી

હદપાર
ઊગતા સૂરજના દેશમાંથી
હદપાર થયેલો હું
તારાઓના અંધકારમાં વહું છું –

આ વહ્યા કરવાની લાગણી અને હું...
પૃથ્વી અને આકાશ વચ્ચે
મારી અગતિમાં
હું મોજાં ઉપર મોજાં કાપું છું –
આ કાપ્યા કરવાની લાગણી અને હું...

ઊગતા સૂરજના દેશભણી
આંખો માંડીને
ભૂતયોનિમાં ભળી ગયેલો હું
અવળે પગે ચાલ્યા કરું છું –
આ ચાલ્યા કરવાની લાગણી અને હું...

આકાશ અને પૃથ્વી અને પ્રકાશ અને
અંધારું અને બીજું અને ત્રીજું...
એટલે
ઊગતા સૂરજના દેશમાંથી
હદપાર થયેલો હું.

૨૪-૧-’૭૫