અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/રે જાદૂગર!
Jump to navigation
Jump to search
રે જાદૂગર!
રાજેન્દ્ર શુક્લ
ઇલમશલાકા અવલ ફિરાઈ રે જાદૂગર,
સુધ બુધ હમરી સબ ભિખરાઈ રે જાદૂગર.
નહીં અપાર, નહીં અવલંબન, અચરજ ભારી,
ખલક અજબ જુગતે ઠેરાઈ રે જાદૂગર.
દૃશ્યે કલકલ વહું, પલક પલ પ્રોવાઈ આ,
હેરત હાલ સુરત હેરાઈ રે જાદૂગર.
બિન મેઘ ઘટા, ઘટ અનહદની ધૂમ મચાઈ,
બિન અકાસ બિજરી લ્હેરાઈ રે જાદૂગર.
હમ ન રહત હમ, રહત નહીં કછુ સબદ સલોકા,
અકથન-કંથા ગજબ પિરાઈ રે જાદૂગર.
(૩૦ ઑગસ્ટ, ૧૯૭૯)