અલગારી રખડપટ્ટી/સર્જક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સર્જક-પરિચય


Rasik Zaveri.jpg


રસિક ઝવેરી (જ. ૧૯૧૧ – અવ. ૧૯૭૨)

આગવી અને આકર્ષક શૈલીના આ પ્રવાસ-લેખકે જીવનનાં ૩૦ વર્ષો ઝવેરીનો વ્યવસાય કરેલો, મુંબઈમાં. એ પછી, ૧૯૫૧થી ગ્રંથાગાર પુસ્તકાલય અને ગ્રંથાગાર માસિક શરૂ કર્યાં . થોડોક સમય અખંડઆનંદ અને સમર્પણમાં સંપાદન-વિભાગમાં કામ કર્યું. અને વળી, ભારતીય વિદ્યાભવનના નાટયવિભાગ કલાકેદ્રમાં પ્રચાર-અધિકારીની કામગીરી બજાવી. આમ એમનું જીવન અને કાર્ય બહુઆયામી, વિવિધ પાસાંવાળું હતું.

બે વાર એમણે લંડન-પ્રવાસ કરેલો એના ફળસ્વરૂપે એમણે ચાર પ્રવાસપુસ્તકો આપ્યાં છે : એમનું ખૂબ જાણીતું થયેલું અલગારી રખડપટ્ટી અને એ ઉપરાંત સફરનાં સંભારણાં તથા દિલની વાતો ભાગ ૧ અને ૨. અખૂટ જીવનરસ, મનુષ્યમાંનો રસ અને સ્થળદર્શનનો રસ – એણે એમનાં પુસ્તકોને સુવાચ્ય જ નહીં, સુખવાચ્ય પણ બનાવ્યાં.