સોરઠા
◼
સોરઠા • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ
◼
છેટો તું બે વેંતથી, જોવા ભાવી સાચ
જોશી, હાથ ન વાંચ, વાંચ અમારું બાવડું
૦
ઝિલાયાં તસવીરમાં રંગ-રૂપ આબાદ!
તોય એક ફરિયાદઃ ખુશબો કા ક્યા કીજિયે?
૦
અંધારે ફંફોસતાં ઉષ્ણ કોઈ કટિબંધ
ઘેરી વળતી ગંધ, વણજોયેલા ફૂલની