એકતારો/પશુ-નકલની પ્રગતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પશુ-નકલની પ્રગતિ


[મનહર]


પ્રભુતાની પ્રતિમા કે પ્રતિમા પશુતા કેરી?
હેરી હેરી આાંખો મેરી માનવીને ન્યાળે છે,
પશુની નકલ કરી અકલ દેખાડનારો
શકલ પોતાની દેવતાઈ હવે હારે છે. ૧.

જનાવરો કેરો આ તો જમાનાજૂનેરો ભય,
માનવ–સૃષ્ટિમાં ભીડાભીડ ભારી જામી છે!
નકલ કરીને આગે દેખાતો અકલવાન,
હવે તો એ નકલ અસલપણું પામી છે ૨.

પશુઓ પોકારે, પ્રભુ અમારી અસલીઆત,
પાશવતા અમારી તો આમ મારી જાય છે
નકલપણાનો તું ય દિસે છે ઉસ્તાદ કોક
અસલ પ્રભુને તેં ય લૂંટેલો દેખાય છે! ૩.