એકતારો/ભર ભર છાંટું અંજલિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભર ભર છાંટું અંજલિ*


ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યા ગીત–ઝણકાર,
હરિયાળી ધરતી કરી, કરી હાલ્યા મેઘ–મલાર;

તૂટ્યા તંબુર–તાર,
ભણકારા ભવ ભવ રિયા. ૧.

ભવ ભવ ગોત્યે ભટકતાં ન જડે જોડીદાર,
જિનકી હેડી હલ ગઈ, તાકા બુરા હવાલ;

બસુરાં ને બેતાલ,
હેડી વિણ ગાયન હુવાં. ૨.

ભાઈ મરે ભવ હારિયેં, બેન મરે દૃશ્ય જાય,
માવીતર મરતે ઉના, ચૌદશના વા વાય;
(પણ) સબ દુઃખ ભેળાં થાય,
હેડી! એક તમે મુવે. ૩.

સજન! તમારી ખાક પર ઝાઝા હજો જુહાર,
ભર ભર છાંટું અંજલિ, બખતરિયા જોધાર!

તેં દઈ દઈ પડકાર,
ભાગી ફોજું ભેડવી. ૪.

  • સ્વ. મણિભાઈ ત્રિવેદીના મરશિયા.