કાવ્યાસ્વાદ/૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search

સ્પૅનના કવિ Lorcaની એક કવિતા યાદ આવે છે : ગોકળગાયને જાત્રાએ જવાનું મન થયું છે. એને થાય છે કે લાવ ને, આ રસ્તો ક્યાં સુધી પહોંચે છે તે તો જોઈ આવું. ને એ નીકળી પડે છે. રસ્તામાં એને કીડીનું કટક મળે છે. એમાં એક કીડીને એ લોકોએ શિક્ષા કરી છે, એના પગ ભાંગી નાંખ્યા છે, ને હવે દેહાન્તદણ્ડની શિક્ષા કરવાનો એમનો ઇરાદો છે. પેલી અપરાધી કીડી ગોકળગાયને વિનવે છે : બાઈ, મારો ન્યાય કરો. ગોકળગાય પૂછે છે : એનો શો અપરા‘ છે? બીજી કીડી તિરસ્કારથી કહે છે : એને જ પૂછો ને! એટલે પેલી કીડી કહે છે : મેં ઝાડ પર ચઢીને તારા જોયા. બીજી કીડીઓએ વળી કહ્યું : અરે, સાંભળો તો એની વાત! તારા વળી શી ચીજ છે? ગોકળગાયે પણ પૂછ્યું : તારા તે વળી શું? પેલી કીડીએ બિચારીએ મૂંઝાઈને વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો, પણ ફાવ્યું નહીં, એટલે બીજી કીડીઓએ કહ્યું : જોયું ને, બોલો, એને શિક્ષા કરવી જોઈએ ને? ગોકળગાયે કહ્યું : અરે, આમેય તે હવે જીવી થોડી જ શકવાની છે? એને એમ ને એમ મરવા દો ને! પણ કીડીનું કટક તો આગળ ચાલ્યું, ગોકળગાયને થયું કે આટલી જિંદગીમાં આ રસ્તાને છેડે પહોંચવું મુશ્કેલ છે, રસ્તો ખૂબ લાંબો છે! તારા ુયાનો અપરા‘ કર્યા પછી જીવી નહીં શકાય! ચાલો, દિલ દઈને ઉત્સાહથી આપણે એ અપરા‘ કરીએ. ચાલો, પેલી ગોકળગાયની જેમ આપણે પણ ત્રાએ નીકળી પડીએ. આપણે સૌ બેઠા છીએ સંકીર્ણ અહંના કોશેટામાં, સહીસલામત રહીને કરાય એવાં નાનાં નાનાં પાપ, પ્રેમ, તિરસ્કાર : એ બધાંની પૂંજી લઈને, એ બધું ફગાવીને અનુભૂતિની નવી ક્ષિતિજની દિશામાં ડગ માંડીએ : વ્યક્તિત્વના દૃઢ નકશાની રેખાને ભૂંસતા જઈએ, ચેતનને વિશ્વરૂપ બનાવતા જઈએ : ભૂગોળખગોળની સરહદોને ભૂંસતા જઈએ: …એફેલ ટાવર, હા, અહીં જ, ઉપરના રેસ્ટોરાંમાં અમે છૂટા પડ્યા – ઓદેત અને હું… એની ઇચ્છા હતી કે છૂટાં પડતાં પહેલાં અહીં બેસીને તારા જોઈએ. ત્યાં જઈને છૂટા પડવાની ઘટનાને ભાવિમાંથી જાણે અમે બળ કરીને વર્તમાનમાં વહેલી ખેંચી આણી. નીચેથી જે તારા જેવા લાગતા હતા તે આટલે ઊંચે આવ્યા પછી કોઈનાં આંસુ લાગવા માંડ્યાં! છૂટા પડતી વખતે રહ્યુંસહ્યું આશ્વાસન પણ જાણે ઝૂંટવાઈ ગયું. …જતી આવતી ગાડીઓનો ઘોંઘાટ, માણસોનો કોલાહલ – એ બધાં વચ્ચે દ્વીપ શો ઊભો હતો, મારે ક્યાંય જવાનું નહોતું, મારે કોઈની રાહ જોવાની નહોતી. ત્યાં એકાએક એના પર નજર પડી, એની આંખો કેટલી કરુણ! કપાઈ ગયેલા બકરાની આંખ જેમ નિષ્પલક દૃષ્ટિએ તાકી રહે તેમ એ મારા તરફ તાકી રહી હતી, એ મને જોતી નો’તી, એની આંખોમાં આંસુ નહોતાં. હું ત્યાંનો ત્યાં જડાઈ ગયો, મારાથી ખસાયું નહીં, એની ગાડી ચાલી, ને એ દૃષ્ટિ જાણે મારા થોડા જીવનને પણ ઊતરડીને સાથે લેતી ગઈ. …ધાર્યું હોત તો મેં એને ત્યાં જ ખતમ કરી નાંખ્યો હોત. બધું જ મારા હાથમાં હતું. હું કશું ભૂલ્યો નો’તો, એના બધા જ અપરા‘ યાદ હતા. મને કચડીને, મારા પર પગ મૂકીને જ એ આગળ વધ્યો હતો. છેલ્લી ઘડીએ હંમેશાં એણે મારા હાથમાં આવેલું ઝૂંટવી લીધું હતું. ને છતાં મેં એને બચાવી લીધે. અમે સાથે હિમાલયની ગિરિમાળામાં ફરતા હતા. એનો પગ લપસ્યો, એણે એક નાનો છોડ પકડી લીધે. એ આધાર વધારે વખત ટકે એમ નહોતું. એણે મારી તરફ કાકલૂદીભરી દૃષ્ટિએ જોયું. અમારી નજર મળી. મારી આંખમાં તિરસ્કાર હતો. મેં એને હાથનો ટેકો આપીને ઉપર ખેંચી લીધે, મારી આંખે એને માર્યો, મારા હાથે એને બચાવી લીધે. …જાણું છું કે એમ કરવાની કશી જ જરૂર નો’તી, મારો જ દોષ હતો. એ તો એક શબ્દ સરખો બોલ્યો નો’તો પણ ગરમી એવી હતી! હું કચવાતો હતો, ક્યાંય છાંયડો નો’તો. મેં સુખદ સ્મૃતિઓને ઢંઢોળી, વાતાવરણની ગરમીમાં વરાળ થઈને એ અદૃશ્ય થઈ ગઈ. મેં કુમાશભર્યાં ફૂલો કલ્પનામાં ખડા કર્યાં, આ ગરમીમાં એ બધાં અંગાર બનીને સળગી ઊઠ્યાં. હું ‘ૂં‘વાતો જ ગયો. મારા કરતાં પહેલાં એણે મને તમાચો લગાવી દીધે હતો, હું કશું બોલ્યા વગર બહાર નીકળી ગયો હોત, પણ એ નિશ્ચલ હતો, શાન્ત હતો, સહેજ સરખો ઝઘડો કરવાની પણ એની તૈયારી નહોતી, એ કદાચ શબ્દોને એની અંદરના અંગારા પર કબાબની જેમ સેકી રહ્યો હતો, એનું મારા તરફ ધ્યાન જ નો’તું. ને મેં એને એક લાત લગાવી દીધી પણ કહું છું ને કે ખૂબ ગરમી હતી. પારિજાતને કાંટાળા થોર બની જવું પડે એવી ગરમી હતી. …તમે નહીં માનો, પણ મેં નિસ્તરંગ સમુદ્ર જોયો. સમુદ્રને ને મારે દોસ્તી છે. એણે કેટલીય રાતે એના ઘેરા અવાજના તન્તુથી મારા નિઃશબ્દ મૌનના પટ પર ભરત ભર્યા કર્યું છે. તેથી જ સમુદ્રથી આટલે બધો દૂર, જનસંકીર્ણ માર્ગ પર મેં નિસ્તરંગ સમુદ્ર જોયો ત્યારે મારી જાતના પર હું વિશ્વાસ મૂકી શક્યો નહીં. પણ ફરી કહું છું કે મેં નિસ્તરંગ સમુદ્ર જોયો. હું ને મારો રખડુ મિત્ર અમથા જ ભટકતા હતા. ફૂટપાથ પર એ પડી હતી. એનો હાથ લંબાયેલો હતો. હું એમાં પૈસો મૂકવા નીચે વળ્યો ને મેં જોયું તો એ આંખમાંથી કોઈક બારણાં વાસ્યા વગર બહાર નીકળી ગયું હતું. એ આંખો નિષ્પલક હતી – પણ એમાં એવી શૂન્યમયી વિશાળતા હતી જે કેવળ સાગરની જ હોઈ શકે પણ એમાં તરંગ નહોતા. તેથી તો કહું છું કે મેં નિસ્તરંગ સમુદ્ર જોયો. …કેનેડી બ્રિજ આગળથી અમે નીચે ઊતર્યા. મિત્રે સિગારેટ સળગાવી. એના ઝબકારામાં એ આકૃતિ અંધારામાંથી કંડારાઈને જાણે બહાર આવી. ‘કૌનસી ચાહિયે – બંગાલી, સિંધી, પંજાબી -’ યાદી લાંબી હતી. મિત્રે કહ્યું : ‘કોઈ ભી અચ્છી લે આ. હમ વહાં ટેક્ષીમેં બૈઠે હૈં.’ થોડી વારે બે પડછાયા અમારી બે જણની વચ્ચે ગોઠવાયા, અંગ સાથે દબાયા, એ શરીરમાંથી જાણે બધી હૂંફ શોષી લીધા છતાં એ ‘્રૂજતા હતા. ને અમે આગળ વધ્યા, હાથને હાથ વીંટાયા, ખભે ભાર ઢળ્યો, પગમાં જંગલી વેલાઓ ગૂંચવાયા – જંગલ, ઘોર જંગલ, માથે ઝાડની ડાળીઓ અથડાય છે, તો કદીક ઘુવડ ખભે આવીને બેસી જાય છેે, નિષ્યલક આંખે મારી સામે તાકી રહે છે. અમે આગળ વધ્યા, રહસ્યભરી માયાવી દુનિયામાં! એ આવીને મારી સામે ઊભી રહી, અંગ પર વસ્ત્ર નો’તાં, છતાં એનું અંગ લપેટાયું હતું અનેક લોલુપ ક્ષુધાતુર દૃષ્ટિના તન્તુમાં ને ધીમે ધીમે એ શરીર, માનવશરીર મારી આંખ આગળથી ભુંસાતું ગયું, હું જોતો ગયો, ઘૂંટણ ખૂંપી જાય એટલો કાદવ! આખા ને આખા અંદર ઊતરી જવાય એવો ગારો, એમાં ઊંડા ચીલા પડ્યા છે, ઘણા જઈ રહ્યા છે, મારી પગ મૂકતાં હિંમત ચાલતી નથી. ‘બાબુજી, કયા સોચ રહે હૈ? બીબીકી યાદ આ ગઈ?’ હું જાગીને જોઉં છું, દૃશ્ય બદલાતું નથી. એ ઘૂંટણ સુધીનો કાદવ, ઊંડા ઊંડા ચીલા, નથી દેખાતી નારી, નથી દેખાતું માનવશરીર! એ બે આંખો : ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ, ઠરી જાઉં છું. ભૂશિરની જેમ લંબાતા બે હાથ ક્યારે પાછા ખેંચાઈ જાય ને મને સમુદ્રમાં, પેલા ખદબદતા કાદવના સમુદ્રમાં ગરકાવી દે તેની કોને ખબર! હું જોઈ જ રહું છું, મહારાષ્ટ્રની ‘રતી ખૂંદતી કિશોરી, નાકમાં વાળી, દેશમાં ‘રતીની સુગન્’… ‘બાબુજી, કુછ તો કહિયે.’ મને લાગ્યું કે હું પણ એને કોઈક અતલ પાતાળમાં ખેંચી રહ્યો છું. ખિસ્સામાંથી રૂપિયા મૂકીને અમે એકબીજાથી દૂર જતાં ગયાં, સહીસલામતી અનુભવવા લાગ્યાં, એની નાજુક હથેળી લચી ગઈ. છન્ન્ન્ કરતા રૂપિયા નીચે વિખરાઈ ગયા. એ ખણ્ડોને એકઠા કરીને અમે પાછાં વળ્યાં. પણ બધાં જ સંધાયાં, બધાં જ સહીસલામત પાછા આવ્યા ન જાને! ……શિયાળાની આછા ધુમ્મસવાળી રાત, દૂર ખેતરની વાડ આગળ જોઉં છું, કોઈ બાળકના હાથમાંથી ફુગ્ગો છટકી જઈને ઊડતો ઊડતો આવીને આ વાડમાં ભરાઈ ગયો છે, મને થાય છે : લાવ, એને કાઢી લઉં, વાડ આગળ જઈને જોઉં છું તો એ તો છે ચન્દ્ર, દૂર દૂરનો ચન્દ્ર! એક વાર પણ શું ચન્દ્રને ફુગ્ગો – માત્ર નાનો થતો ફુગ્ગો થતાં નહીં આવડે? હું પ્રૌઢ મારાં બધાં વર્ષોનો ભાર ફગાવીને બાળક થઈ કુતૂહલવશ બનું, તો ચન્દ્રથી એટલું ન બને? વાલ્મીકિ ભ્રમર ચઢાવીને કહે છે એવું ચન્દ્રને ન કહેશો. મેં તો એને નીલ સરોવરમાં ‘વલ હંસ બનાવીને તરતો મૂકી દીધે હતો, ને એ એને ગમ્યું હતું. ત્યાં કોઈ વૈષ્ણવ કવિ બોલ્યો : ને મેંય એને માખણચોર ઘનશ્યામના અંગ પર માખણનો પિણ્ડ બનાવીને વળગાડી દીધે હતો, એય એને ગમ્યું હતું. …..શિશિરની હાડને ઓગાળતી ઠંડી, આ આકાશમાં કાળો કામળો ઓઢીને કોણ ટૂંટિયું વાળીને સૂતું છે? અરે, એના કામળામાં આટલાં બધાં કાણાં! …ઘણી વાર રાતે શ્વાસ રુંધાય છે, ત્યારે અન્ત નજીક લાગે છે. પછી શું?- એવો મનમાં પ્રશ્ન થાય છે ને નજર બારીમાંથી આકાશ તરફ વળે છે. તારાઓ જોઉં છું. ને થાય છે : મારી જેમ જ કોઈને આ પૃથ્વી છોડતાં ‘હવે શું?’ એવો પ્રશ્ન થયો હશે, પછી સાથે સંચિત કરેલા અનુભવની ગઠરી છોડી, સુખ, દુઃખ, પ્રેમ, ઘૃણા નામ નહીં એવી અનેક લાગણીઓ પૃથ્વી પરની અનેક ક્ષણો – ગઠરી છોડીને એ હજુ જાણે જોયા જ કરે છે, આકાશને વ્યાપી લઈને એ બધી વિખરાઈને પડી છે, એને ગણનારો, પેલો ‘હવે શું?’ પૂછનારો, ક્યાં જઈને બેઠો! હવે કદાચ ‘હવે શું?’ એ પ્રશ્ન પૂછવા જેટલો પણ એને અવકાશ નથી! હાશ, મને થાય છે : હવે કશી ચિન્તા નથી. હુંય મારી ગઠરી છોડીશ તો આ આકાશ સાંકડંુ પડશે માટે તારાઓને કહું છું : જરા દબાઈને બેસો, જગ્યા કરો, હું આવું છું. Lorcaની પેલી તારા જોનારી કીડી પરથી મને આ બધું યાદ આવ્યું, આમાંનું સાચું કેટલું ને ખોટું કેટલું તેના સંશોધનની જરૂર નથી. આપણે તો જાત્રાએ નીકળ્યા હતા. આખરે પેલી ગોકળગાયની જેમ આપણને પણ કહેવું પડે છે : રસ્તાના છેડા સુધીય આ જિંદગીમાં પહોંચાય એમ લાગતું નથી! ગોકળગાય એના ડહાપણ માટે પ્રખ્યાત હોવાનું જાણ્યામાં નથી, પણ Lorcaની ગોકળગાયનું ડહાપણ ગળે ઊતરે તેવું છે એટલું નક્કી. આપણે બધાં મળીને, આપણા જમાનાની સ્ેંન્સ્ત્િંવ્િંત્ય્નેિં ઘાટ આપીએ છીએ. તો આપણે વધુ સહિષ્ણુ બનીએ. અમુક એક છાપને માટેનો આગ્રહ ન રાખીએ, કોઈને તારાય જોવા દઈએ, કોઈને કાંકરાય ગણવા દઈએ. એ બે વચ્ચે સરહદનો ઝઘડો નથી, તો આપણે શા માટે ઊભો કરીએ?