કાવ્ય-આચમન શ્રેણી - ઉશનસ્/૪૫. વેદના એ તો વેદ
(Redirected from કાવ્ય-આચમન શ્રેણી - ઉશનસ્/૪૫. વેદના એ તો વેદ)
Jump to navigation
Jump to search
૪૫. વેદના એ તો વેદ
ઉશનસ્
વેદના એ તો વેદ રે ભાઈ,
વેદના વીંધ્યો વેદ.
કોઈ ભોમિયો ભાળે ભેદ રે ભાઈ!
વેદના એ તો વેદ!
તત્ત્વપતણું એ ટૂંપણું નાહીં,
કોરું, સાવ જ કોરું,
વેદના એ તો લીલા વાંસનું
કોમળ કાળજ કોર્યું;
ગોકુળ ગામ જે શ્યામે વ્યાકુલ,
ફૂંક્યો વાંસળીવેધ. —વેદનાo
વેદના એ તો વેદથી મોટી,
વેદથી જૂની વાણ;
જોગી ન જાણે, ભોગી ન જાણે,
મરમી કોકને જાણ;
છોગું છડેચોક રાખે, પણ,
છાતીએ છૂપો છેદ. —વેદનાo
(સમસ્ત કવિતા, પૃ. ૮૮૯-૮૯૦)