કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૭. ત્રણ વાનાં (અભિજ્ઞા)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭. ત્રણ વાનાં (અભિજ્ઞા)


ત્રણ વાનાં મુજને મળ્યાં : હૈયું, મસ્તક, હાથ.
બહુ દઈ દીધું, નાથ! જા, ચોથું નથી માગવું.

અમદાવાદ, ૧૯૭૭
(સમગ્ર કવિતા, પૃ. )