કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૩૨. ’એક ફૂલખરણી’માંથી
Jump to navigation
Jump to search
૩૨. ’એક ફૂલખરણી’માંથી
સૂર્યોદયમાં સાવજ ઊભી
પડછાયો નીરખી ભાવેઃ
“એક ઊંટિયું ખાવા જોશે,
ઓડકાર નહિ તો ના’વે?”
મધ્યાહ્ને પડછાયો જોતાંઃ
“શિયાળવું એ તો ચાલે !”
૨૭-૬-’૩૩
અંધારાએ પીંજી નાખી
સંધ્યાની સોનેરી પાંખ;
કૂમળું પીછું એક પડ્યું, તે
બીજ કલાની તીરછી આંખ !
૧૮-૭-’૩૪
(કોડિયાં, પૃ. ૧૭૬-૧૭૭)