કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૩૯. પીલુડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૯. પીલુડી

ભાઈ ! પેલી પીલુડી,
ઘેરી ઘેરી લીલુડી,
આભલડામાં ચાંદરડાં,
પીલુડીમાં પીલુડાં.
હીરા-માણેક ઊગ્યાં ત્યાં !
ચાલો રમવા જઈશું ક્યાં?
આભ-પીલુડી ભાઈ ચડ્યા,
ખંખેરી ત્યાં કરા ખર્યા;
વીણતાં બ્હેની ખોળો ભરે,
ટપ ટપ બીજાં માથે પડે.
આશા બ્હેની ! ઉપર આવ !
પડ્યાં પીલુમાં આ શો ભાવ?

૧૫-૮-’૨૭
(કોડિયાં, પૃ. ૨૨૭)