કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૩૦. – તો મળવું લાગે મીઠું
Jump to navigation
Jump to search
૩૦. – તો મળવું લાગે મીઠું
ચંદ્રકાન્ત શેઠ
મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું;
દિલનો દરિયો આંખે ઊછળે તો લાગે કંઈ દીઠું. –
કપરી કેડી, કાંટ-ઝાંખરાં,
અંધકાર ને આંધી;
એવામાંયે મળી જાય એ,
ગાંઠ એમ છે બાંધી;
ભવની ભાંગે ભૂખ, બોર જ્યાં એનું મળે અજીઠું. –
હોય બધુંયે બંધ, ત્યાં જ એ
અંદર આવી ઊઘડે,
મારામાંથી મને ઉપાડી
ક્યાંની ક્યાં એ ઊપડે!
ક્હેતાં નહીં કહેવાય એવું એ કરે કશું મધમીઠું! –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૧)