કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૪૧. બારી ખોલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૧. બારી ખોલી

ચંદ્રકાન્ત શેઠ


બારી ખોલી વૃક્ષ ઉઘાડ્યું,
વૃક્ષ ઉઘાડી ફૂલ ખીલવ્યું,
ફૂલ ખીલવી સૂર્ય જગાડ્યો.
સૂર્ય જગાડી નભને ખોલ્યું,
નભ ખોલીને પાંખ ઉઘાડી.
પાંખ ઊઘડતાં પંખી ઊડ્યું:
ટહુકા અંદર બહાર!

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૧)