કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૨.ઝેર જાણી ચાખી જોવું જોઈએ
Jump to navigation
Jump to search
૨૨.ઝેર જાણી ચાખી જોવું જોઈએ
ચિનુ મોદી
ઝેર જાણી ચાખી જોવું જોઈએ,
શ્વાસ છોડી ચાલી જોવું જોઈએ.
તું નથી એવા સમયના સ્થળ વિશે
કલ્પી લેવું, ધારી જોવું જોઈએ.
પારકા બે હાથના સંબંધમાં
લોહી જેવું લાવી જોવું જોઈએ.
ચાડિયાને રણમાં રોપો એ પ્રથમ
રેતનું છળ ગાળી જોવું જોઈએ.
ઠાઠ ભભકા એ જ છે ‘ઇર્શાદ’ના,
ઘર બળે તો તાપી જોવું જોઈએ.
(ઇર્શાદગઢ, પૃ.૧૫)