કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૮. ચૂંદડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૮. ચૂંદડી

ઝવેરચંદ મેઘાણી

[‘ધૂંબડી સૈયરમાં રમે’ — એ ઢાળ]
ચૂંદડી ચૌદ લોકમાં ગોતું
આભમાં ગોતું
ગેબમાં ગોતું
સાત પાતાળે ઘૂમતી ગોતું. – ચૂંદડીo

ચૂંદડી ચાર રંગમાં બોળી!
લાલ પીળા પરભાતમાં બોળી
ચાંદલી પૂનમ રાતમાં બોળી
વીજળી કેરા હોજમાં બોળી
મેઘ-ધનુના ધોધમાં બોળી. – ચૂંદડીo

ચૂંદડી ચાર ચોકમાં ઓઢું
માનસરોવર ઝીલતી ઓઢું
આભની વેલ્યે વીણતી ઓઢું
ડુંગર ડુંગર દોડતી ઓઢું
વાયરા ઉપર પોઢતી ઓઢું. – ચૂંદડીo

ચૂંદડી ચાર છેડલે ફાટી
રાસડા લેતાં
તાળીઓ દેતાં
સાગરે ના’તાં નીરમાં ફાટી. – ચૂંદડીo

૧૯૨૮
(સોના-નાવડી, પૃ. ૨૩૨-૨૩૩)