કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૬. લટને લ્હેરવું ગમે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૬. લટને લ્હેરવું ગમે

નિરંજન ભગત

તારી તે લટને લ્હેરવું ગમે,
ઘેલા કો હૈયાને ઘેરવું ગમે!

મંદ મંદ વાયુના મનગમતા છંદમાં,
વેણીનાં ફૂલની વ્હેતી સુગંધમાં,
ઠેર ઠેર વ્હાલને વિખેરવું ગમે,
તારી તે લટને લ્હેરવું ગમે!

એનું તે ઘેન કોઈ નેનમાં છવાય છે,
તો ભોળું રે કોઈનું ભીતર ઘવાય છે;
એ સૌ ઊલટભેર હેરવું ગમે,
તારી તે લટને લ્હેરવું ગમે!

૧૯૪૯

(બૃહદ છંદોલય, પૃ. ૧૦૨)