કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૪. અમદાવાદ ૧૯૫૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૪. અમદાવાદ ૧૯૫૧

નિરંજન ભગત

આ ન શ્હેર, માત્ર ધૂમ્રના ધૂંવા,
રૂંધાય જ્યાં મનુષ્યનાં રૂંવેરૂંવાં,
અસંખ્ય નેત્રમાં અદમ્ય રૂપની તૃષા,
ઊગે છે નિત્ય તોય વ્યર્થ રે અહીં ઉષા,
સદાય કૌરવાશ્રયે પડ્યા ઉદાર કર્ણ શી
કે મિલમાલિકો તણા સુવર્ણ શી;
અહીં સદાય મ્લાન સર્વનાં મુખો,
ન સ્વપ્નમાંય જેમને રહ્યાં સુખો,
ન શ્હેર આ, કુરૂપની કથા;
ન શ્હેર આ, વિરાટ કો વ્યથા.

(બૃહદ છંદોલય, પૃ. ૧૬૮)