કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૫૧. હાઇકુ
Jump to navigation
Jump to search
૫૧. હાઇકુ
૧
બેઠા શ્વાનની
લટકતી જીભમાં
હાંફે બપોર.
૨
બોરસલ્લીની
ડાળીઓથી, સુગંધી
તડકો ખરે.
૩
કલરવતું
ઝરણું, ગીચ વૃક્ષો,
ખાલી બાંકડો
૪
કૂંડે સુકાતી
તુલસી, શોધ્યા કરે
બાનાં પગલાં.
૫
જીરવવાને
પતંગિયાનો ભાર—
નમતું ઘાસ.
૬
કિચૂડકટ
બારણું ખૂલ્યું, ધસી
આવ્યો તડકો.
૭
ઉતારી લીધી
ભીંતેથી એક છબિ—
જગ્યા જ જગ્યા.
(દ્વિદેશિની, પૃ. ૧૭૧, ૧૭૨, ૧૮૦, ૧૯૧, ૧૯૬)