કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/ઘટ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૮. ઘટ

આ મૃત્તિકાનો ઘટ અંધ મારો;
એમાં ઝગે દીપક કો સનાતન,
પ્રકાશ એનો પથરાય ભીતરે;
ર્ હે આંધળી ભીંત જ બાહ્ય કાયા.
તું શાર ઝીણી તુજ શારડીથી,
ચારે દિશાએ કર છિદ્ર–ચિત્રિત;
માટીતણો આ ઘટ અંધ મારો,
બનાવ લીલા–ગરબો તું તારો.
(નાન્દી, પૃ. ૧૧)