કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/નાન્દી

૧૭. નાન્દી

અહીં પૃથ્વીપાટે બહુ બહુ ખરે, ખંડિત પડ્યું :
અધૂરાં સ્વપનોના મધુર ટુકડા હા, રઝળતા!
વહી જાતી કોડે સભર સરિતા તપ્ત રણમાં!
કળી ખીલ્યા પ્હેલાં ખરતી!
છતાં યે ઊગે આ પુનરપિ પુનઃ આશકલિકા
ધરાના ઉદ્યાને, દિશ વિદિશને શોભિત કરી,
મુખે કૂંળા કૂંળા મસૃણ દલનું ગુંઠન ધરી;
ન હો જાણે પૃથ્વી ઉપર કદિયે આણ યમની!
– ગવાયે શું નાન્દી નિત અમૃતના આગમનની!
(‘નાન્દી’, ૧૯૬૩, પૃ. ૯)