કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૪૧. બદામઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

Template:Heading૪૧. બદામઘર



         ઘટનાનો આકાર છે ગોળ,
         કપડાંમાં પાણીને બોળ.
         ફિક્કું ખા કે તીખું છોડ,
         સરવાળે સઘળું ઓળઘોળ.
         જાતઅનુભવ એવો છે,
         દરિયો સજે એક જ છોળ.
         સરનામું છે એનું એ,
         ખાટી પોળ કે તીખી પોળ.
         ડગલે ડગલે હાંફે છે,
         દુનિયા આખી ગોળમટોળ.
         ઊંઘે છે કે જાગે છે?,
         અક્ષરને આખો ઢંઢોળ.
         ઈશ્વર જેવો લાગે છે,
         ઓ ઊભો ત્યાં એક ડફોળ.
         ડોલે છે ને દોડે છે,
         મનહર મોદીની ચગડોળ.
         બદામઘર છે યુ.એસ.એ.,
         હિન્દુસ્તાની આંખો ચોળ.
૦૯-૧૫-૯૩
ન્યૂ જર્સી-અમદાવાદ
(એક વધારાની ક્ષણ, પૃ. ૧૨૩)