કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૬. ઘરથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬. ઘરથી


તમે બોલો નહીં એવા જ સ્વરથી,
થવું પડશે ઊભા મારે કબરથી.
ઘણી બરબાદીઓ મેં જોઈ લીધી,
મને બોલાવ ના માસુમ નજરથી.
સુમન છું, બાગ છોડીને જવું ક્યાં,
વસંતો દોડશે પાછળ ફિકરથી.
મને વેરાન ઉપવન ના બતાવો,
બધું જોઈને હું આવ્યો છું ઘરથી.
ધરા, આકાશ અંધારું જ માગે,
ઊઠો સૂરજ, નયનના આ નગરથી.
Template:Right(આકૃતિ, પૃ. ૧૮)